કોણ છે મેચમાં હારને કારણે આત્મહત્યા કરનાર રીતિકા ફોગાટ?

રિતિકા ફોગાટની ફાઇલ તસવીર

આત્મહત્યા કરનાર કુસ્તીબાજનું નામ રીતિકા ફોગાટ છે અને તે માત્ર 17 વર્ષની છે. એક ટુર્નામેન્ટમાં મળેલી હારના કારણે તે સદમામાં ચાલી ગઈ અને અંતે આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતુ.

 • Share this:
  નવી દિલ્હીઃ રેસલિંગની દુનિયાની (Wrestling world) વિશ્વની ટોચની બે બહેનો ફોગાટ (phogat sister) પરિવારની અને ભારતનું સમ્માન છે. પરંતુ કુસ્તીબાજ રીતિકા ફોગાટે (Ritika Phogat suicide) આત્મહત્યા કર્યાના અહેવાલે સૌને ચોંકાવી દીધા છે. અરાજકતાનો માહોલ તો ત્યારે સર્જાયો હતો કે જયારે લોકોને લાગ્યું કે શું વૈશ્વિક ખ્યાતિ મેળવનાર દિગ્ગજ મહિલા રેસલર ગીતા અને બબિતા ફોગાટમાંથી કોઈએ આત્મહત્યા કરી કે શું?

  જોકે આપને જણાવી દઈએ કે આત્મહત્યા કરનાર કુસ્તીબાજનું નામ રીતિકા ફોગાટ છે અને તે માત્ર 17 વર્ષની છે. એક ટુર્નામેન્ટમાં મળેલી હારના કારણે તે સદમામાં ચાલી ગઈ અને અંતે આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતુ.

  14મી માર્ચ, રવિવારે એક મેચમાં રીતિકાને હાર મળતા તેને માઠું લાગ્યું હતુ અને પોતાના ગામડે આવીને તેણે ફાંસી લગાવી હતી. જોકે મોટો સવાલ એ પણ છે કે આ રીતિકા ફોગાટ છે કોણ? શું તે દંગલ મૂવીથી ચર્ચાસ્પદ બનેલ ફોગાટ પરિવારમાંથી આવે છે? રીતિકા ફોગાટ એ બબિતા અને ગીતા ફોગાટની મામાની પુત્રી છે. મહત્વની વાત એ છે કે રીતિકાએ પણ મહાવીર ફોગાટ પાસેથી જ ટ્રેનિંગ લઈ રહી હતી. રીતિકા ફોગાટના મુખ્ય રેસલિંગ (Wrestling) કોચ બબીતા અને ગીતાના પિતા અને દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા મહાવીર ફોગાટ જ છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! યુવકે સીડીમાં મહિલાને બાથમાં લીધી, ડ્રેસ ફાડી નાંખ્યો, પતિને નીચે ફેંકવાની આપી ધમકી

  આ પણ વાંચોઃ-ભુજઃ 12 લાખની નકલી નોટો સાથે MPના દંપતી ઝડપાયું, વેપારીઓને નકલી નોટોથી પધરાવી કર્યું શોપિંગ

  શું છે સમગ્ર ઘટના?
  રીતિકાએ 12થી 14 માર્ચ વચ્ચે રાજસ્થાનમાં આયોજીત સ્ટેટ લેવલ સબ જુનિયર ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. તેણી 53 કિલો વર્ગના ફાઈનલમાં પણ પહોંચી હતી, પરંતુ 14 માર્ચે યોજાયેલ ફાઈનલ મેચમાં તે માત્ર એક પોઈન્ટથી હારી ગઈ હતી.

  આ હારથી નિરાશ થઈને તેને અંદરખાને ખૂબ જ મોટો ઝાટકો લાગ્યો હતો. 15મી માર્ચે તેણે ગામડે હરિયાણાના બલાલીમાં પોતાના ઘરે જ આવીને દુપટ્ટા વડે ફાંસી લગાવી આત્મહત્યા કરી હતી.

  આ પણ વાંચોઃ-યુવતીને ખભા ઉપર બેસાડી યુવતીનો બૂલેટ ઉપર ખતરનાક સ્ટંટનો live video, પોલીસ ફટકાર્યો રૂ. 28,000નો દંડ

  આ પણ વાંચોઃ-શિક્ષકનો પગાર છે માત્ર રૂ.48 હજાર, વૈભવી ઘર, જમીનો અને દુકાનો સહિત કરોડોનો માલિક નીકળ્યો

  17 વર્ષની રિતિકા વિતેલા પાંચ વર્ષથી પોતોના કાકા મહાબીર ફોગાટ પાસે કુસ્તીની ટ્રેનિંગ લઈ રહી હતી. ઉલ્લેખનીય છે કે આ ફાઈનલ મેચમાં ગીતા, બબિતા અને મહાવીર ફોગાટ પણ હાજર હતા. હારના કારણે તેનુ મનોબળ સાવ તૂટી ગયુ હતું. રિતીકાના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ પરિવારને સોંપી દેવામાં આવ્યો છે. ફોગાટ પરિવારની માત્ર ગીતા અને બબિતાને જ નહીં, પરંતુ રીતુ અને સંગીતા ફોગાટને જોઈને રિતીકાને પણ રેસલિંગનો શોખ જાગ્યો અને ફુવા જોડે તાલીમ પણ લેતી હતી.  રીતુએ પોતાની નાની બહેન માટે એક હ્રયકંપાવે તેવી પોસ્ટ શેર કરી હતી. ગીતાએ પણ કહ્યું કે આ અમારી ફેમિલી માટે ખૂબ જ પડકારજનક-આઘાતજનક સ્થિતિ છે. આપણે જીવનના ઉતાર-ચઢાવથી ડરવાની જરૂર નથી. હાર-જીત જીવનનું ચક્ર છે આપણે જીદંગીથી હારવું ન જોઈએ.
  First published: