Home /News /sport /

અમદાવાદ IPL ટીમ ખરીદનાર CVC કેપિટલ 100 અબજ ડૉલરની માલિક, જાત-જાતની રમતોમાં ખરીદી છે ટીમ

અમદાવાદ IPL ટીમ ખરીદનાર CVC કેપિટલ 100 અબજ ડૉલરની માલિક, જાત-જાતની રમતોમાં ખરીદી છે ટીમ

અમદાવાદ IPL ટીમના માલિક CVC કેપિટલ પાર્ટનર્સએ લગાવ્યા છે સ્પોર્ટ્સમાં મોટા દાવ , નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જામશે જંગ

News IPL Team Ahmedabad : ખાનગી ઇક્વિટી ફર્મ સીવીસી કેપિટલ પાર્ટનર્સે (ઇરેલિયા કંપની પ્રાઇવેટ લિમિટેડ) અમદાવાદ ટીમ માટે 5625 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી

  ઇન્ડિયન પ્રીમીયર લીગ(IPL 2022) વર્ષ 2022થી 10 ટીમો સાથે ટૂર્નામેન્ટ યોજશે. જેમાં 25 ઓક્ટોબરથી લખનઉ (Lucknow team) અને અમદાવાદ ફ્રેન્ચાઇઝી (Ahmedabad)ને કેશ રિચ ડોમેસ્ટિક ટ્વેન્ટિ20 લીગમાં સામેલ કરવામાં આવી છે. આરપી સંજીવ ગોયંકા(RPSG)એ લખનઉ ટીમને 7090 કરોડની બોલી લગાવી ખરીદી છે, જ્યારે ખાનગી ઇક્વિટી ફર્મ સીવીસી કેપિટલ પાર્ટનર્સે (ઇરેલિયા કંપની પ્રાઇવેટ લિમિટેડ) અમદાવાદ ટીમ માટે 5625 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી, જેમનું હોમગ્રાઉન્ડ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ(Narendra Modi stadium in Motera) છે.

  આપને જણાવી દઇએ કે લખનઉ ટીમ સાથે RPSG ગૃપ IPLમાં પરત ફર્યુ છે. તેમની પાસે વર્ષ 2016-17માં હાલ નિષ્ક્રિય રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સની માલિકી હતી. પરંતુ ભારતીય રમતજગતમાં સીવીસી કેપિટલ પાર્ટનર્સ માટે આ નવી શરૂઆત છે, જેણે પણ એક ચર્ચા પેદા કરી છે.

  સીવીસીની ક્રિકેટમાં ભલે પ્રથમ વખત એન્ટ્રી હોય, પરંતુ આપને જણાવી દઇએ કે 100 અબજ ડોલરની સંપત્તિ ધરાવતી આ કંપની સ્પેનિશ ફુટબોલ લીગ લા લીગામાં આ કંપનીની ભાગીદારી છે. એટલું જ નહીં 2006થી 2017 સુધી ફોર્મ્યુલા વનની માલિક પણ રહી ચૂકી છે.

  આ જ વર્ષે આ કંપનીએ 6 દેશોના રગ્બી લીગમાં પણ ભાગીદારી કરી છે. કંપનીની શરૂઆત 40 વર્ષ પહેલા 1981માં થઇ હતી. આ કંપનીનું હેડક્વાર્ટર લક્ઝમબર્ગમાં છે અને મુખ્ય ઓફિસ લંડનમાં છે. કંપનીએ અત્યાર સુધીમાં અનેક સ્પોર્ટિંગ બિઝનેસમાં બિલિયન ડોલરનું રોકાણ કર્યુ છે અને આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસની દિશા બદલી છે.

  આ પણ વાંચો : T20 World Cup IND VS NZ: હાર્દિકની તબિયત અંગે આવ્યા રાહતના સમાચાર, શું 'દશેરાએ ઘોડું દોડશે?'

  ફૂટબોલ

  ઓગસ્ટમાં લા લીગાએ €2.7 બિલિયનના સોદામાં સીવીસીને રમતના અધિકારો વેચી દેતા મોટો વિવાદ ઉભો થયો હતો. આ ડીલ માટે મુખ્ય બે ડિવીઝનોમાં સ્પેનના 42 ક્લબો વચ્ચે બે તૃતીયાંશ સમર્થનની જરૂરિયાત હતી. બર્સિલોના, રિયલ મેડ્રિડ અને એથલેટિક બિલબાઓએ ડીલને પડકારી અને બહાર થઇ ગયા.

  વોલીબોલ

  ફેબ્રુઆરીમાં સીવીસીએ ઇન્ટરનેશનલ વોલીબોલ ફેડરેશનમાં ખરીદી કરી અને વોલીબોલ વર્લ્ડની જાહેરાત કરી હતી.

  બાસ્કેટબોલ

  અહેવાલો છે કે કંપની નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન(NBA) ફ્રેન્ચાઇઝી સાન એન્ટોનિયો સ્પર્સમાં નાનો હિસ્સો મેળવવા માટે વાતચીત કરી રહી છે.

  ફાઇનાન્સિયલ ટાઇમ્સના અહેવાલો અનુસાર, સીવીસી ઇન્ડસ્ટ્રીયલ વ્હિકલ ફર્મ કેટરપિલરની સ્થાપના કરનાર અને બાસ્કેટબોલ ટીમની કંપની સ્પર્સ સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેઇનમેન્ટનું સંચાલન કરનાર હોલ્ટ પરીવાર પાસેથી 15 ટકા હિસ્સો ખરીદવાનું વિચારી રહી છે.

  આ પણ વાંચો :  T20 World Cup : શું પંત-ઉર્વશી વચ્ચે સંબંધો ફરી મધુર થયા? રિષભે એક્ટ્રેસનો નંબર કરી દીધો હતો બ્લો

  ટેનિસ

  રોઇટર્સના અહેવાલો અનુસાર, CVC કેપિટલ પાર્ટનર પુરૂષો અને મહિલા આંતરરાષ્ટ્રીય ટેનિસ ટૂર્સને મર્જ કરવા અને તેમાં પણ નાનો હિસ્સો લેવા માટે પણ વાતચીત કરી રહ્યું છે.

  અન્ય રમતો

  સીવીસી કેપિટલ પાર્ટનર્સે અગાઉ ફોર્મ્યુલા 1, મોટો જીપી, રગ્બી અને બ્રુઇન સ્પોર્ટ્સ કેપિટલમાં રોકાણ કર્યુ છે. 1998માં તેમની પાસે મોટો જી.પી. માટે કોમર્શિયલ અધિકાર ધારક ડોર્ના સ્પોર્ટ્સ એસ. એલ. હતી. કંપની યુકેમાં ઓટોમોબાઇલ એસોસિએશનની કન્ટ્રોલિંગ શેરહોલ્ડર પણ છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Ahmedabad team in IPL, Cricket News in Gujarati, IPL 2022

  આગામી સમાચાર