Home /News /sport /વિરાટ કોહલી, સચિન અને બ્રેડમેનમાં કોણ છે નંબર વન?

વિરાટ કોહલી, સચિન અને બ્રેડમેનમાં કોણ છે નંબર વન?

જો વિરાટ કોહલી સચિનની બરાબર ઉંમર સુધી ક્રિકેટ રમશે તો, કદાચ તેના કદની આગળ દુનિયાના તમામ બેટ્સમેન ફીકા પડશે

જો વિરાટ કોહલી સચિનની બરાબર ઉંમર સુધી ક્રિકેટ રમશે તો, કદાચ તેના કદની આગળ દુનિયાના તમામ બેટ્સમેન ફીકા પડશે

વિરાટ કોહલી 347 ઈન્ટરનેશનલ મેચમાં કુલ 60 સદી લગાવી ચુક્યો છે. મહાન ક્રેકેટરના રૂપે તેનું કદ વધી જ રહ્યું છે. કોહલીના ઓવરઓલ પ્રદર્શનની વાત કરીએ તો તે સચિન તેંડૂલકર અને ઓસ્ટ્રેલિયાના ડોન બ્રેડમેન કરતા ખુબ મહાન લાગે છે. હજુ સૌથી મોટી વાત એ છે કે, હજુ કોહલી પાસે લાંબી ઉંમર રમવાનો સમય પડ્યો છે. જો તે સચિનની બરાબર ઉંમર સુધી ક્રિકેટ રમશે તો, કદાચ તેના કદની આગળ દુનિયાના તમામ બેટ્સમેન ફીકા પડશે. કારણ કે તે દુનિયાનો એકલો ખેલાડી છે, જેની એવરેજ ક્રિકેટની ત્રણે ફોરમેટમાં એટલે કે ટેસ્ટ, વન ડે અને ટી-20માં 50થી વધારે છે.

ત્રણ વિશે આપણે વાત કરીશું, તેના હિસાબે એ કહેવું તો મુશે્કેલ છે કે કોણ નંબર વન છે, પરંતુ હાલની ક્રિકેટ જોતા કહી શકાય કે, ક્ષમતા અને માનસિક મજબૂતીના મામલે વિરાટ કોહલી ઘણો આગળ રહેશે.

કોહલી ખુબ વધારે રમે છે
તેમાં કોઈ શક નથી કે જ્યારે ડોન બ્રેડમેન રમતા હતા, તે સમયે ક્રિકેટ વધારે નહોતી રમવામાં આવતી. ક્રિકેટરને દરેક મેચ રમવા માટે પર્યાપ્ત સમય મળી જતો હતો. જેથી તે સમયે પોતાની જાતને વધારે ફીટ રાખી શકાતુ હતું, અને થાક પણ ઓછો લાગતો હતો.

બ્રેડમેને 20 વર્ષના કરિયરમાં 52 ટેસ્ટ મેચ રમી. એટલે કે દર વર્ષે લગભગ 2.5 મેચ. સચિને પોતાના 24 વર્ષના કરિયરમાં 664 મેચ રમી એટલે કે દર વર્ષે લગભગ 27 મેચ, જ્યારે વિરાટ કોહલીનું કરિયર હજુ માત્ર 10 વર્ષનું થયું છે અને તેણે 347 ઈન્ટરનેશનલ મેચ રમી છે એટલે કે, દર વર્ષે 34.7 મમેચ. હવે તમે ખુદ સમજી ગયા હશો કે, આ ત્રણે ક્રિકેટરમાં કોને સૌથી વધારે આરામ મળ્યો હશે અને કોને નહી. આ રીતે કોહલી સૌથી વધારે પડકારો સાથે રમી રહ્યો છે.

ક્રિકેટના ફોરમેટ
જે સમયે બ્રેડમેન રમતા હતા. તે સમયે ક્રિકેટનું માત્ર એક જ ફોર્મેટ હતું, જેમાં ટેસ્ટ ક્રિકેટ હતી. ત્યારબાદ સચિન હતો ત્યારે તે ટેસ્ટ સાથે વન-ડે ફોર્મેટમાં રમતો, પરંતુ હવે વિરાટ કોહલી ત્રણે ફોર્મેટ એટલે કે ટેસ્ટ, વન ડે અને ટી-20માં રમે છે અને શ્રેષ્ઠતાની સાથે રમે છે.

કોહલીની ત્રણે ફોરમેટમાં એવરેજ 50થી ઉપર છે, જે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કોઈ બેટ્સમેન પાસે નથી. જો હાલના સમયમાં ડોન બ્રેડમેન ક્રિકેટ રમી રહ્યા હોત અને ત્રણે પોરમેટ રમતા હોત તો તેમના માટે ખુદને સળંગ ફીટ રાખવું અને એવરેજને ટકાવી રાખવું પડકાર ભર્યું હોત.

ડોન બ્રેડમેન - 52 ટેસ્ટ મેચ - 6996 રન - 99.94 એવરેજ - 29 સદી - 13 અડધી સદી
સચિન તેંડુલકર - 664 ઈન્ટરનેશનલ મેચ - 34347 રન - 49.31 એવરેજ - 100 સદી - 164 અડધી સદી
વિરાટ કોહલી - 347 ઈન્ટરનેસનલ મેચ - 18352 રન - 54.04 એવરેજ - 60 સદી - 85 અડધી સદી

કઈ ઉંમરમાં કર્યું ડેબ્યુ
ડોન બ્રેડમેને પોતાની પહેલી ટેસ્ટ 20 વર્ષની ઉંમરમાં રમી અને છેલ્લી ટેસ્ટ 40ની ઉંમરમાં. સચિને પોતાની પહેલી ટેસ્ટ માત્ર 16 વર્ષની ઉંમરમાં રમી તો છેલ્લી ઈન્ટરનેશનલ મેચ વર્ષ 2013માં 36 વર્ષની ઉંમરમાં. વિરાટ કોહલીએ પોતાની પહેલી ઈન્ટરનેશનલ મેચ વર્ષ 2008માં વન-ડેના રૂપે રમી હતી, ત્યારે તેમની ઉંમર 19 વર્ષની હતી.

તે 30 વર્ષના થવાના છે. તેમની ફિટનેસ બતાવે છે કે તે હજુ 36 વર્ષ સુધી આરામથી રમી શકે તેમ છે, પરંતુ એ પણ ન ભૂલવું જોઈએ કે, કોહલી પોતાની બોડીને પોતાના અન્ય મહાન સાથી ક્રિકેટરની તુલનામાં વધારે ઝોંકી રહ્યો છે.

વિરાટ એકલો ભારતીય બેટ્સમેન
વિરાટ લગભગ આ મામલામાં તો સચિન કરતા આગળ કહેવાશે જ, કારણ કે, તે એકલો ભારતીય બેટ્સમેન છે, જે ત્રણે ફોર્મેટની ભારતીય ટીમોમાં છે અને ત્રણેમાં દુનિયાના ટોપ ત્રણે બેટ્સમેનોમાં આગળ છે. ટેસ્ટમાં તેની એવરેજ જો 54.57 છે તો વન ડેમાં 58.69 છે અને ટી-20માં 48.88ની છે.
First published:

Tags: ક્રિકેટ, વિરાટ કોહલી, સચિન તેંડુલકર

विज्ञापन