Home /News /sport /કોણ છે જસપ્રીત બુમરાહનું રિપ્લેસમેન્ટ? ઓસ્ટ્રેલીય પ્રવાસમાં કોણ જોડાશે ટીમ ઈન્ડિયા સાથે?

કોણ છે જસપ્રીત બુમરાહનું રિપ્લેસમેન્ટ? ઓસ્ટ્રેલીય પ્રવાસમાં કોણ જોડાશે ટીમ ઈન્ડિયા સાથે?

કોણ છે જસ્પ્રિત બુમરાહનું રિપ્લેસમેન્ટ?

Who will replace Bumrah? રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા આ મહિનાના અંતમાં શરૂ થનારા T20 વર્લ્ડ કપ 2022 પહેલા ઓસ્ટ્રેલિયામાં પહોંચી ગઈ છે. જસપ્રિત બુમરાહના સ્થાને ભારતીય ટીમ માત્ર 14 ખેલાડીઓ સાથે ઓસ્ટ્રેલિયામાં પહોંચી છે.. કારણ કે BCCI દ્વારા સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી આવી કે બુમરાહના સ્થાને કોણ હશે?

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
રોહિત શર્મા (Rohit Sharma) ની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા આ મહિનાના અંતમાં શરૂ થનારા T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) પહેલા ઓસ્ટ્રેલિયા (Australia) માં પહોંચી ગઈ છે. જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) ના સ્થાને ભારતીય ટીમ માત્ર 14 ખેલાડીઓ સાથે ઓસ્ટ્રેલિયામાં પહોંચી છે.. કારણ કે BCCI દ્વારા સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી આવી કે બુમરાહના સ્થાને કોણ હશે? (who will replace Bumrah?)

પીઠની ઈજાને કારણે બુમરાહ T20 વર્લ્ડ કપ 2022માંથી બહાર થઈ ગયો છે. ટૂર્નામેન્ટમાંથી ફાસ્ટ બોલરની ગેરહાજરી ટીમ માટે મોટો ફટકો છે અને તેના માટે આદર્શ રિપ્લેસમેન્ટ શોધવાનું મુશ્કેલ કામ હશે. BCCI પાસે એ સુનિશ્ચિત કરવા માટે બુમરાહના રિપ્લેસમેન્ટની ઝડપથી જાહેરાત કરવાનો વિકલ્પ હતો કે ખેલાડી બાકીની ટીમ સાથે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરે, જોકે, પસંદગીકારો તેમાં ઉતાવળ કરવા ના માગતા હોય એવું લાગે છે... સમય લેવા માગતા હતા.

આ પણ વાંચો:  VIDEO: ન્યૂઝીલેન્ડના વિકેટકિપરની કાબિલે તારીફ ફિલ્ડીંગ, દુનિયા કરી રહી છે વખાણ

PTIના અહેવાલ મુજબ, પસંદગીકારોએ હવે ટી20 વર્લ્ડ કપ ટીમમાં બુમરાહના સ્થાને અનુભવી મોહમ્મદ શમીને સામેલ કરી દીધો છે. શમી તેના બાકીના સાથી ખેલાડીઓ સાથે જોડાવા માટે આવતા અઠવાડિયે ઓસ્ટ્રેલિયા જશે.

ગયા વર્ષે T20 વર્લ્ડ કપ પછી ભારત માટે એક પણ T20 શમી એ રમી નથી... તેમ છતાં ભારતે T20 વર્લ્ડ કપ માટે તેમની ટીમની જાહેરાત કરી ત્યારે શમીનું નામ રિસર્વ ખેલાડીઓના લીસ્ટમાં રાખ્યું હતું... અને શમીને ઓસ્ટ્રેલીયા અને આફ્રિકા સામેની શ્રેણીમાં પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો....જો કે, શમી કોવિડ-19ને કારણે બંને સીરિઝ ચૂકી ગયો હતો. તેણે નેટ્સમાં બોલિંગ ફરી શરૂ કરી છે પરંતુ તે T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરી શકે તે પહેલા ફરજિયાત ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થવા માટે હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં છે.

આ પણ વાંચો:  દક્ષિણ આફ્રિકાના ખેલાડી ભારત સામે રમી રહ્યા હતા અને દીકરીએ તોડ્યો દમ, ભાવુક પોસ્ટ તમને પણ રડાવી દેશે

પીટીઆઈને એક સૂત્રએ જણાવ્યા મુજબ મોહમ્મદશમી જો ફિટ પૂરવાર થશે તો તે બુમરાહનું રિપ્લેસમેન્ટ હશે એ વાત નક્કી છે... અને તે ટૂંક સમયમાં ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલીયમાં જોવા પણ મળશે. આ ખબરની પુષ્ટી ટૂંક સમયમાં BCCI કરે એની રાહ પણ જોવામાં આવી રહી છે....
Published by:Rahul Vegda
First published:

Tags: 3rd T20I, Bcci T20 World Cup, Jasprit bumrah

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन