Home /News /sport /ICC World Cup: સેમિફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી જરૂરી ?

ICC World Cup: સેમિફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી જરૂરી ?

વર્લ્ડ કપ ઇતિહાસમાં આથી 27 વર્ષ પહેલા પોઇન્ટ ટેબલનો ઉપયોગ કરાયો હતો, એટલે કે તમામ ટીમો વચ્ચે મેચ રમાશે, છેલ્લે 1992ના વર્લ્ડ કપમાં આ સિસ્ટમ હતી.

વર્લ્ડ કપ ઇતિહાસમાં આથી 27 વર્ષ પહેલા પોઇન્ટ ટેબલનો ઉપયોગ કરાયો હતો, એટલે કે તમામ ટીમો વચ્ચે મેચ રમાશે, છેલ્લે 1992ના વર્લ્ડ કપમાં આ સિસ્ટમ હતી.

વર્લ્ડ કપ ઇતિહાસમાં આથી 27 વર્ષ પહેલા પોઇન્ટ ટેબલનો ઉપયોગ કરાયો હતો, એટલે કે તમામ ટીમો વચ્ચે મેચ રમાશે, છેલ્લે 1992ના વર્લ્ડ કપમાં આ સિસ્ટમ હતી, ત્યારે પાકિસ્તાનની ટીમ ઇમરાન ખાનની આગેવાનીમાં ચેમ્પિયન બની હતી, વર્લ્ડ કપ 2019માં ભાગ લેનારી તમામ દશ ટીમ એક બીજા સાથે મેચ રમશે, તેમાંથી સારુ પ્રદર્શન કરનારી ટોચની ચાર ટીમ સેમિફાઇનલમાં જગ્યા બનાવશે.

આ ગણિત જેટલી સરળ લાગે છે તેટલું છે નહીં, વર્લ્ડ કપ 2019ની અડધી મેચ પૂર્ણ થઇ ચૂકી છે. તમામના મનમાં એક જ સવાલ છે કે કઇ ચાર ટીમ સેમિફાઇનલમાં આવશે. આમ તો જે વધુ મેચ જીતે તે ટીમ જગ્યા બનાવશે પરંતુ ઘણીવાર રનરેટ મહત્વની ભુમિકા ભજવે છે.

અહીં ક્લિક કરી વાંચોઃ અમદાવાદ :મહિલા કોન્સ્ટેબલની બાથરૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા

કેટલી જીત જરૂરી ?

જો સેમિફાઇનલમાં જગ્યા બનાવવી હોય તો એક ટીમે ઓછામાં ઓછી ચાર જીત મેળવવી જરૂરી છે. ત્યારબાદ અન્ય ટીમોના પરિણામ પર પણ આધાર રાખવો પડશે, જે ભાગ્ય સારું હશે તો જ તક મળશે.

તો 9 માંથી 5 મેચ જીત સેમિફાઇનલમાં જગ્યા બનાવી શકાશે, પરંતુ તેના માટે પણ નેટ રન રેટ સારી હોવી ખૂબ જ જરૂરી બનશે. આ સિવાય 9 મેચમાંથી 7 મેચ જીતનારી ટીમની સેમિફાઇનલની સીટ પાક્કિ થઇ જશે. જો કે તે ટોપ પર પણ રહી શકશે. છ મેચ જીતનારી ટીમ પણ સેમિફાઇનલમાં પહોંચી શકે છે.

સેમિફાઇનલનું ગણિત બે પ્રકારે સમજી શકાય, જેમાં સૌથી ઓછી મેચ જીતી અંતિમ ચારમાંથી જગ્યા બનાવવી અને સૌથી વધુ મેચ જીતી સેમિફાઇનલમાં પહોંચી શકાશે.
First published:

Tags: Cricket world cup 2019, England, ICC World cup, Live score, Semifinal, Team india