Photos: પાક. ક્રિકેટર હસન અને ભારતની શામિયાએ કરાવ્યું પ્રિ-વેડિંગ શૂટ

હરિયાણાની શામિયા આરઝૂ અને પાકિસ્તાની ક્રિકેટર હસન અલી આજે સાંજે દુબઈમાં લગ્નગ્રંથીથી જોડાશે

News18 Gujarati
Updated: August 20, 2019, 12:15 PM IST
Photos: પાક. ક્રિકેટર હસન અને ભારતની શામિયાએ કરાવ્યું પ્રિ-વેડિંગ શૂટ
હરિયાણાની શામિયા આરઝૂ અને પાકિસ્તાની ક્રિકેટર હસન અલી આજે સાંજે દુબઈમાં લગ્નગ્રંથીથી જોડાશે
News18 Gujarati
Updated: August 20, 2019, 12:15 PM IST
હરિયાણાના નૂંહમાં રહેતી શામિયા આરઝૂ પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલી સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. બંને દુબઈમાં લગ્નગ્રંથીથી જોડાશે. દુબઈના એટલાન્ટિસ પામ જુબેર પાર્ક હોટલમાં તેમના લગ્ન થવાના છે.

બંને પરિવારમાં ઉજવણીનો માહોલ છે. આ પહેલા આ કપલે પોતાનું પ્રી-વેડિંગ શૂટ કરાવ્યું જેમાં બંનેની વચ્ચે પ્રેમ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ કપલનું લગ્નનું આલ્બમ આવવાની હજુ વાર છે, પરંતુ અમે આપના માટે તેમના પ્રી-વેડિંગ શૂટનું આલ્બમ લઈને આવ્યા છીએ.




 

Loading...




View this post on Instagram




 

// Golden Moments // We were asked time and again to reveal and up close portrait, so here we are! These two beautiful Human beings captured perfectly in a frame! This one is for all the HassanXSamiya fans out there! Brought to you by @Daartistphoto Team - Pakistan's premier photography team! PAK🇵🇰: +92 345 6749600 UAE🇦🇪: +971 52 6749600


A post shared by Da Artist Wedding Photography® (@daartistphoto) on




શામિયાએ માનવ રચના યુનિવર્સિટીમાંથી એરોનોટિકલ એન્જીનિયરિંગમાં બીટેકની ડીગ્રી મેળવી છે. પહેલા તે જેટ એરવેઝમાં હતી. હાલ ત્રણ વર્ષથી તેણી એર અમીરાતમાં કામ કરી રહી છે. લિયાતક અલીએ જણાવ્યું કે આ કોર્સ કરનારી તેની દીકરી પ્રથમ મુસ્લિમ (મેવ) છોકરી છે.


શામિયાનો સંબંધ તેના પરદાદાના પરિવારના માધ્યમથી થયો છે. લિયાકત અલીએ જણાવ્યું કે પાકિસ્તાનના પૂર્વ સાંસદ અને પાકિસ્તાન રેલવે બોર્ડના ચેરમેન રહેલા સરદાર તુફૈલ અને તેના દાદા બંને સગા ભાઈ હતા. ભાગલા બાદ તેમના દાદા અહીં ભારતમાં રહ્યા હતા અને તેના ભાઈ પાકિસ્તાન જતા રહ્યા હતા. તેનો પરિવાર આજે પાકિસ્તાનના કસૂર જિલ્લાના કચ્ચા કોઠી નાઇયાકીમાં રહે છે, અને તેના માધ્યમથી જ આ સંબંધ થયો છે.





લગ્ન સમારંભમાં દુલ્હાના પક્ષ તરફથી 20 લોકો સામેલ થશે. છોકરીના પિતા પૂર્વ બીડીપીઓ લિયાકલ અલીએ કહ્યુ કે દીકરીના લગ્ન જ કરવા છે, ભારત હોય કે પાકિસ્તાન, કોઈ ફરક નથી પડતો. તેમણે કહ્યું કે ભાગલા સમયે તેના મોટાભાગના સંબંધીઓ પાકિસ્તાન ચાલ્યા ગયા હતા, આજે પણ તેઓ તેમના સંપર્કમાં છે.







લિયાકત અલીએ જણાવ્યું કે દુબઈમાં લગ્ન બાદ પાકિસ્તાનમાં રિસેપ્શન યોજાશે. રિસેપ્શનમાં છોકરી પક્ષના ઘણા લોકો હાજર રહેશે. સાનિયા મિર્ઝા બાદ શામિયા બીજી એવી છોકરી હશે જે પાકિસ્તાની ક્રિકેટર સાથે નિકાહ કરવા જઈ રહી છે.
First published: August 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...