Home /News /sport /...જ્યારે યુવતીઓ પાસેથી ગુલાબ મેળવવા યુવરાજે કર્યું આવું કામ

...જ્યારે યુવતીઓ પાસેથી ગુલાબ મેળવવા યુવરાજે કર્યું આવું કામ

...જ્યારે યુવતીઓ પાસેથી ગુલાબ મેળવવા યુવરાજે કર્યું આવું કામ

ટીમ ઇન્ડિયામાં લાંબા સમય સુધી યુવરાજના સાથી રહેલા હરભજન સિંહે તેની સાથે જોડાયેલ યાદગાર કિસ્સો શેર કર્યો

ટીમ ઇન્ડિયાને બે વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વનું યોગદાન આપનાર યુવરાજ સિંહ હવે બ્લૂ જર્સીમાં રમતો જોવા મળશે નહીં. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. ટીમમાં તેના પૂર્વ સાથી અને વર્તમાન ક્રિકેટરો પાસે યુવરાજ સાથે જોડાયેલા ઘણા કિસ્સા છે. ટીમ ઇન્ડિયામાં લાંબા સમય સુધી યુવરાજના સાથી રહેલા હરભજન સિંહે તેની સાથે જોડાયેલ યાદગાર કિસ્સો શેર કર્યો છે. જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે.

હરભજને ક્રિકેટ વેબસાઇટ ક્રિકઇન્ફો માટે લખેલ એક લેખમાં જણાવ્યું હતું કે મેં યુવી પહેલા ભારતીય ટીમમાં રમવાનું શરુ કર્યું હતું. આ પછી જ્યારે હું પ્રથમ વખત ચંદીગઢ ગયો તો સ્વભાવિક હતું કે લોકો મને ઓળખવા લાગ્યા હતા અને મારી પાસે આવતા હતા. યુવી આ વાતને લઈને પણ ઘણો પ્રતિસ્પર્ધી હતો. તે કહેતો હતો કે તને હવે ઘણા લોકો ઓળખવા લાગ્યા છે.

આ પણ વાંચો - આ છે યુવરાજની 5 બેસ્ટ ઇનિંગ્સ, જેના કારણે બન્યો ચેમ્પિયન ખેલાડી

હરભજન સિંહે એક રસપ્રદ કિસ્સો શેર કરતા કહ્યું હતું કે એક વખત યુવરાજ અને હું એક રેસ્ટોરન્ટમાં બેઠા હતા. તે દિવસે રોઝ ડે હતો. એક યુવતી મારી પાસે આવી અને મને ગુબાલનું ફુલ આપ્યું હતું. ત્યારે યુવી બોલ્યો હતો - તને ગુલાબનું ફુલ કેવી રીતે મળી ગયું, દેખાવમાં તો હું સારો લાગું છું, પણ ફુલ તને કેમ મળી ગયું. મેં એક ચાલાકી ભરી સ્માઇલ કરતા કહ્યું હતું કે યાર હું આમા શું કરી શકું. બની શકે કે હું ટીવી પર આવું છું જેથી મને ફુલ મળ્યું છે. ત્યારે યુવીએ કહ્યું હતું કે ઠીક છે. મને ટીવી ઉપર આવવા દે પછી જોઈશું. આ પછી તે ભારતીય ટીમ માટે રમ્યો તો તેના માટે દરેક દિવસ રોઝ ડે બની ગયો હતો. આ પછી યુવતીઓ વચ્ચે એટલો લોકપ્રિય થયો હતો કે અમારામાંથી કોઈ એટલું થયું ન હતું.

આ પણ વાંચો - સરળ ન હતું ક્રિકેટના 'યુવરાજ' બની જવાનું, વાંચો - રસપ્રદ કહાની



યુવરાજના નિર્ણયથી આશ્ચર્ય
હરભજને જણાવ્યું હતું કે હું સવારે સાઉથમ્પટનના મેદાન ઉપર હતો. મને યુવીનો મેસેજ મળ્યો હતો કે તે નિવૃત્તિ લઈ રહ્યો છે. અમે એક મહિના પહેલા લંડનમાં મળ્યા હતા અને તેણે મને કહ્યું હતું કે આ વર્ષે નિવૃત્તિ લઈ લેશે. આવા સમયે મેં મેસેજ જોયો તો મને આશ્ચર્ય થયું, કારણ કે તેણે આ વર્ષે નિવૃત્તિ લેવા માટે કહ્યું હતું, એક મહિના પછી નહીં. યુવી બે દાયકાથી મારો મિત્ર છે.
First published:

Tags: Harbhajan singh, Yuvraj, Yuvraj singh, આઇસીસી, ક્રિકેટ, બીસીસીઆઇ