ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હૈદરાબાદમાં રમાયેલી પહેલી વનડે મેચમાં કેદાર જાધવે બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું. જાધવે 87 બોલમાં 9 ફોર અને 1 સિક્સરની મદદથી નોટઆઉટ 81 રનની ઈનિંગ રમી તો તેણે 7 ઓવરમાં 31 રન આપીને 1 વિકેટ પણ લીધી. કેદાર જાધવને સુંદર પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો.
મેચ બાદ કેદાર જાધવે કહ્યું કે તે પોતાની બોલિંગ વિશે વધુ નથી વિચારતા, પરંતુ તેની મજા લે છે. તેણે કહ્યું કે, મારી બોલિંગની સૌથી સારી વાત એ છે કે હું તેના વિશે વધુ નથી વિચારતો.
મેચમાં કેદાર જાધવ અને મહેન્દ્રસિંહ ધોનીની વચ્ચે શાનદાર પાર્ટનરશીપ થઈ. તે વિશે જાધવે કહ્યું કે, ઓસ્ટ્રેલિયામાં પણ અમે આવી જ પાર્ટનરશીપ કરી હતી. જ્યારે બીજા છેડે માહી ભાઈ ઊભેલા હોય છે તો વધુ વિચારવાની જરૂર નથી હોતી.
કેદાર જાધવે આગળ કહ્યું કે તેઓએ ધોની પાસેથી ઘણું શીખ્યું છે. તેઓએ જણાવ્યું કે જ્યારે તે શોટ રમવાનો પ્રયાસ કરે છે તો ધોની તેમને ટીમની જરૂર મુજબ ટકીને રમવાની સલાહ આપે છે.
ઉલ્લેખનીય છે કે, શનિવારે રમાયેલી મેચમાં જીત નોંધાવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ સીરીઝમાં 1-0થી સરસાઈ મેળવી લીધી છે. આ પહેલા રમાયેલી ટી-20 સીરીઝ ઓસ્ટ્રેલિયાએ 2-0થી પોતાના નામે કરી લીધી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર