Home /News /sport /

તો વિરાટ કોહલી 2022માં તોડી દેશે સચિનનો આ ખાસ રેકોર્ડ

તો વિરાટ કોહલી 2022માં તોડી દેશે સચિનનો આ ખાસ રેકોર્ડ

    દુનિયાભરમાં હાલમાં વિરાટ કોહલીની ધૂમ છે. જ્યાં જાય છે, ત્યાં શતક ફટકારી દે છે. રનોનો ઢગલો કરી નાંખવો વિરાટ કોહલીની આદત બની ગઈ છે. હાલમાં જ પૂર્ણ થયેલ આફ્રિકા પ્રવાસ દરમિયાન વનડે સિરીઝમાં વિરાટે 3 શતક ફટકારી. એવામાં પ્રશ્ન તે ઉભો થાય છે કે, શું આવનારા દિવસોમાં વિરાટ કોહલી વનડેમાં સૌથી વધારે શતક ફટકારવાની દોડમાં સચિન તેંડૂલકરને પાછળ છોડી દેશે.

    વનડેમાં સૌથી વધારે 49 શતક સચિન તેંડૂલકરના નામે છે. જ્યારે બીજા નંબર પર 35 શતક સાથે વિરાટ કોહલી છે ત્યાર બાદ રિકી પોન્ટિંગ અને જયસૂર્યાનો નંબર આવે છે.



    રનરેટની બાબતે વિરાટ કોહલી સૌથી આગળ છે. વનડેમાં વિરાટ કોહલી હાલમાં 58.10ની શાનદાર એવરેજથી રન બનાવી રહ્યાં છે. વનડેમાં સચિનની એવરેજ માત્ર 44.83ની છે.

    સચિન તેંડૂલકરે 23 વર્ષ વનડે રમ્યા બાદ 49 શતક ફટકારી, જ્યારે વિરાટ કોહલીએ અત્યાર સુધી 35 શતક માત્ર 10 વર્ષના કરિયરમાં જ લગાવી દીધી છે. એટલે શતક લગાવવાની બાબતમાં વિરાટ કોહલી બુલેટની સ્પીડે આગળ વધી રહ્યો છે.



    સચિને તેંડૂલકર વનડેમાં દરેક 9મી ઈનિંગમાં શતક ફટકારતો હતો, જ્યારે વિરાટની શતક લગાવવીની સ્પિડ સચિનથી લગભઘ બેગણી છે. વિરાટ દરેક પાંચમી ઈનિંગમાં શતક લગાવે છે. જોકે, હાલમાં વિરાટ સચિનના રેકોર્ડથી 15 શતક દૂર છે.

    હવે આપણે થોડો હિસાબ લગાવવાની કોશિશ કરીએ કે, ક્યાર સુધીમાં વિરાટ કોહલી સચિન તેંડૂલકરનો આ રેકોર્ડ તોડી શકે છે.



    વિરાટ દરેક પાંચમી ઈનિંગમાં શતક લગાવે છે એટલે કે, 15 શતક લગાવવા માટે વિરાટને લગભગ 75-80 મેચ લાગી શકે છે.

    વિરાટ કોહલી દરેક વર્ષે લગભગ 20-22 મેચ રમે છે. એટલે લગભગ સાડા ત્રણથી ચાર વર્ષના વચ્ચે આ રેકોર્ડને તોડી શકે છે. પરંતુ વિરાટ કોહલીને આવનારા દિવસોમાં પણ પોતાનું શાનદાર ફોર્મ શરૂ રાખવું પડશે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Virat kohali, સચિન તેંડુલકર

    આગામી સમાચાર