આ એવોર્ડ ન મળતાં નિરાશ થયો હતો સચિન, ગાવસ્કરને લખવો પડ્યો હતો પત્ર

સચિન તેંડુલકર અને સુનિલ ગાવસ્કર (ફાઇલ ફોટો)

ગાવસ્કરના પત્રે સચિનની નિરાશા દૂર કરી, એવું જોરદાર પ્રદર્શન કર્યું કે ટીમ ઈન્ડિયામાં મળ્યું સ્થાન

 • Share this:
  આ 1984-85ની વાત છે, સચિન 14 વર્ષનો થઈ રહ્યો હતો. મુંબઈની સ્કૂલ ક્રિકેટમાં તેની ખાસી ધૂમ હતી. દરેકના હોઠો પર તેનું નામ જ રહેતું હતું. વન્ડર બોય તરીકે તેની ઓળખ ઊભી થઈ ચૂકી હતી. લગભગ દરેક ઇનિંગમાં તે સદી ફટકારી રહ્યો હતો. મુંબઈ ક્રિકેટ એસોસિએશન દર વર્ષે સ્કૂલ લેવલના જૂનિયર ક્રિકેટરનો એવોર્ડ આપે છે. જેથી તમામને આશા હતી કે સચિનના સારા પ્રદર્શન બાદ ચોક્કસપણે બેસ્ટ સ્કૂલ ક્રિકેટરનો એવોર્ડ તેને જ મળશે. પણ એવું ન થયું. તે ખૂબ જ નિરાશ થયો.

  આ વાત કોઈએ ભારતના મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરને જણાવી. મુંબઈના દિગ્ગજ ક્રિકેટરોની આ ખાસિયત છે કે તેઓ સ્કૂલ ક્રિકેટ પ્રતિયોગીતાઓને પણ ગંભીરતાથી લે છે અને આ પ્રતિયોગિતામાં જઈને નવા ઉભરતા ક્રિકેટરોને ઉત્સાહિત કરવાનું ચૂકતા નથી. તે સમયે ભારતીય ટીમના કેપ્ટન રહેલા સુનીલ ગાવસ્કરે તેમની હિંમત વધારવા માટે તેને પત્ર લખ્યો-

  ડિયર સચિન,
  હું તને પહેલા જ લખવા માગતો હતો, પરંતુ કેટલીક વાતો એવી થતી રહી કે એવું ન કરી શક્યો. ત્યારે મેં વિચાર્યું કે ગત સત્ર ખતમ થવાને બદલે નવા સીઝનની શરૂઆત પર તને લખું.

  ગત સત્રમાં તારા પ્રદર્શન માટે અભિનંદન. જે રીતે તું એકલો જ બેટિંગ કરી રહ્યો છે તે સૌથી પ્રભાવિત કરનારી વાત છે, ખાસ કરીને એ જોતાં કે જે લોકો તારી સાથે છે તેઓ આ પ્રકારનું યોગદાન નથી આપી રહ્યા. તારા આ પ્રદર્શનને ચાલુ રાખજે.


  હા, પોતાના અભ્યાસને અવગણતો નહીં. મારો અનુભવ કહે છે કે તું કોઈ પણ કારકિર્દી પસંદ કરે, પરંતુ ખરાબ સમયમાંથી પસાર થઈએ ત્યારે શિક્ષણ આપણા માટે મદદરૂપ થાય છે.

  હંમેશા આગળનું વિચારો અને ભગવાન તારું ભલું કરે
  સુનીલ ગાવસ્કર

  ફરીથી કહ્યું છું- આ વાત પર ઉદાસ થવાની જરૂર નથી કે બોમ્બે ક્રિકેટ એસોસિએશનના બેસ્ટ જૂનિયર ક્રિકેટરનો એવોર્ડ તને નથી મળ્યો. જો તું બેસ્ટ એવોર્ડ વિજેતાઓ તરફ નજર નાખીશ તો જાણીશ કે તેમાં એક નામ એવું પણ છે, જેને આ એવોર્ડ નથી મળ્યો અને તેણે ટેસ્ટ ક્રિકેટમાં ખરાબ પ્રદર્શન નથી કર્યું.

  આ પણ વાંચો, આ બોલિવૂડ હિરોઇન સાથે થવા જઈ રહ્યા હતા સચિનના લગ્ન!

  સુનીલ ગાવસ્કરના આ પત્રએ ઉદાસ સચિનમાં નવો ઉત્સાહ ભરી દીધો. તેણે આ શિખામણ યાદ રાખી. બાદમાં કોઈ ભૂલ ન કરી. માત્ર ને માત્ર પોતાના પ્રદર્શનને વધુ ઉત્કૃષ્ટ કરી અને ડોમેસ્ટિક ક્રિકેટમાં એટલું જોરદાર પ્રદર્શન કર્યું કે સિલેક્ટર્સને તેણે ભારતીય ટીમમાં પસંદ કરવા માટે મજબૂર થવું પડ્યું.
  Published by:Mrunal Bhojak
  First published: