...જ્યારે Team Indiaના આ દિગ્ગજ બેટ્સમેને અમ્પાયર પાસે મેદાનની વચ્ચોવચ કપાવ્યા હતા વાળ!

India Vs England 1974 Test: ઈંગ્લેન્ડ સામે રમતાં ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં જોરદાર પવન ફુંકાયો તો આ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી અજબ વિનંતી

India Vs England 1974 Test: ઈંગ્લેન્ડ સામે રમતાં ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં જોરદાર પવન ફુંકાયો તો આ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી અજબ વિનંતી

  • Share this:
    Sports News: ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરના (Sunil Gavaskar) નામે અનેક રેકોર્ડ નોંધાયેલા છે. તેમણે દેશ માટે 10 હજારથી વધુ ટેસ્ટ રન ફટકાર્યા છે. ગાવસ્કર 10,000નો આંકડો પાર કરનારા ઈતિહાસના પહેલા ક્રિકેટર છે. ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન 1983 વર્ડ્ કપ (1983 Cricket World Cup) વિજેતા ટીમમાં પણ સામેલ હતા. ગાવસ્કરના નામે અનેક સિદ્ધિઓ છે પરંતુ મેદાનની વચ્ચોવચ પોતાના સમયના દિગ્ગજ અમ્પાયર પાસે કાતરથી વાળ કપાવવાની સિદ્ધિ પણ સુનીલ ગાવસ્કરના નામે જ છે.

    આ વાત છે વર્ષ 1974ની. માનચેસ્ટરમાં ઈંગ્લેન્ડની (India Vs England) વિરુદ્ધ પહેલી ટેસ્ટમાં સુનીલ ગાવસ્કરે (Sunil Gavaskar) મેચની વચ્ચે ઓલ્ડ ટ્રેફર્ડમાં (Old Trafford Cricket Ground) દિગ્ગજ અમ્પાયર ડિકી બર્ડને (Dickie Bird) પોતાના વાળ કાપવા માટે કહ્યું હતું. મૂળે, તે સમયે ખૂબ જ જોરદાર પવન ફુંકાઈ રહ્યો હતો. ગાવસ્કરના વાળ તેમની આંખોમાં આવી રહ્યા હતા જેના કારણે તેમને બેટિંગ કરવામાં તકલીફ થઈ રહી હતી. ત્યારે તેમણે અમ્પાયરને પોતાના વાળ કાપવા માટે અનુરોધ કર્યો. અમ્પાયર ડિકી બર્ડે કાતર લીધી અને ગાવસ્કરના વાળ ટ્રિમ કરી દીધા. આ મેચમાં ગાવસ્કરે 101 રન બનાવ્યા હતા, પરંતુ ઈંગ્લેન્ડે ભારતને 202 રને હરાવી દીધું હતું.

    નોંધનીય છે કે, સામાન્ય રીતે મેદાન પર અમ્પાયરની પાસે એક નાની કાતર હોય છે. આ કાતરનો ઉપયોગ બોલના એકસ્ટ્રા દોરા નીકળ્યા હોય તો તેને કાપવા માટે ઉપયોગમાં લેવાય છે. ગાવસ્કરને આવી જ કાતરથી ડિકી બર્ડે વાળ કાપીને મેદાન પર અનોખું દૃશ્ય ઊભું કરી દીધું હતું.

    આ પણ જુઓ, KBC 13: વીરેન્દ્ર સહેવાગનો પાકિસ્તાન પર કટાક્ષ, શબ્દો સાંભળીને બિગ-બી અને ગાંગુલી પણ હસ્યા, VIDEO

    પોતાની કારકિર્દીમાં સુનીલ ગાવસ્કરે 125 ટેસ્ટ મેચ રમી છે. જેમાં 34 સદીની સાથે 10,122 રન કર્યા છે. તેમણે 108 વનડે મેચોમાં 3,093 રન કર્યા છે. બીજી તરફ, એક સદી અને 27 અડધી સદી ફટકારી છે. ગાવસ્કરે પ્રથમ શ્રેણીની કારકિર્દીમાં 25,834 રન કર્યા છે.

    આ પણ જુઓ, VIRAL VIDEO: અમ્પાયરના નિર્ણયથી નારાજ પોલાર્ડે મેદાન પર કરી વિચિત્ર હરકત

    ગાવસ્કરે મોટેરા સ્ટેડિયમમાં પૂરા કર્યા હતા 10 હજાર રન

    7 માર્ચ 1987ના રોજ સુનીલ ગાવસ્કરે ઈતિહાસ રચી દીધો હતો. તેઓ દસ હજાર રન કરનારા પહેલા બેટ્સમેન બન્યા હતા. તેમણે પાકિસ્તાનની વિરુદ્ધ રમતાં પોતાની 124મી મેચમાં આ શિખરનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. નોંધનીય છે કે, ગાવસ્કરે આ સિદ્ધિ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે પ્રાપ્ત કરી હતી.
    Published by:Mrunal Bhojak
    First published: