Home /News /sport /

...જ્યારે ક્રિકેટર રોહિત શર્મા હોટલની રૂમમાં જ ભૂલી ગયો હતો Wedding Ring! જાણો બાદમાં શું થયું

...જ્યારે ક્રિકેટર રોહિત શર્મા હોટલની રૂમમાં જ ભૂલી ગયો હતો Wedding Ring! જાણો બાદમાં શું થયું

રોહિત શર્મા ઋષભ પંતની સાથે (ફાઇલ તસવીર)

લગ્નની રિંગ ભૂલી જવાના કારણે હિટમેન રોહિતની ખૂબ મજાક ઉડતાં તેણે વિરાટ કોહલી પર લગાવ્યો હતો ગંભીર આરોપ!

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટમેન રોહિત શર્મા (Rohit Sharma)ને હાલના સૌથી શ્રેષ્ઠ ખેલાડીઓ પૈકી એક માનવામાં આવે છે. આક્રમક બેટિંગ અને આકર્ષક સ્ટ્રોકપ્લેના કારણે રોહિત શર્માએ પોતાને એક સફળ અને શ્રેષ્ઠ બેટ્સમેન તરીકે ઓળખ અપાવી છે. તેઓ વિશ્વમાં કોઇ પણ ટીમ સામે રન બનાવી શકે છે.

જોકે દરેક માણસની જેમ રોહિતમાં પણ ઘણી ખામીઓ છે. 34 વર્ષીય રોહિતની યાદશક્તિ ખૂબ નબળી છે. તેઓ પોતાના લેપટોપ. આઇપેડ, વોલેટ, મોબાઇલને હોટલના રૂમ, ટીમ બસ કે ફ્લાઇટમાં પોતાનો પાસપોર્ટ જેવી મહત્વપૂર્ણ વસ્તુઓ ભૂલવા માટે જાણીતો છે. એક સમય એવો પણ હતો જ્યારે રોહિત પોતાની લગ્નની વિંટી (Wedding Ring) પણ ભૂલી ગયો હતો.

આ ઘટના રોહિતના લગ્નના થોડા દિવસો બાદની છે. રોહિતે ડિસેમ્બર, 2015માં રિતિકા સજદેજ (Ritika Sajdej) સાથે લગ્ન કર્યા હતા અને આ કપલને ક્રિકેટ (Cricket)ની દુનિયાનું સૌથી સુંદર કપલ માનવામાં આવે છે. 2017માં રોહિતે ગૌરવ કપૂર (Gaurav Kapur)ના શો બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ (Breakfast With Champions)ના એપિસોડમાં હાજરી આપી હતી.

આ પણ જુઓ, Viral Video: આ બાળકોએ PM મોદીને કરી દીધી એવી અપીલ, સાંભળીને હસવું રોકી નહીં શકો!

વાતચીત દરમિયાન જ્યારે રોહિતને વસ્તુઓ ભૂલવાની આદત વિશે સવાલ કરવામાં આવ્યો, ત્યારે તેની પત્ની રિતિકાએ ખુલાસો કર્યો કે એક સમય હતો જ્યારે તે પોતાના લગ્નની વિંટી ભૂલી ગયો હતો. આ ઘટના અંગે વિસ્તૃતમાં જણાવતા હિટમેન રોહિતે કહ્યું કે, તેના નવા જ લગ્ન થયા હતા અને તેને દરેક સમયે વિંટી પહેરવાની આદત ન હતી. તે માટે તે રાત્રે સુતા પહેલા વિંટી કાઢી નાખતો અને સવારે ઊઠીને ફરી વિંટી પહેરી લેતો હતો.

આ પણ વાંચો, OMG: પુરાતત્ત્વવિદોને નોર્વેના ગ્લેશિયલમાં મળ્યું 500 વર્ષ જૂનું સંપૂર્ણ સંરક્ષિત મીણબત્તીનું બોક્સ

જોકે એક વખત લિમિટેડ ઓવર્સના વાઇસ કેપ્ટન ટીમ બસમાં જવા માટે મોડા પડી રહ્યા હતા અને જેથી તેને પોતાનો સામાન ઝડપથી પેક કરવો પડ્યો. સમયસર પહોંચવાની ઉતાવળમાં રોહિત પોતાની લગ્નની વિંટી રૂમમાં ભૂલી ગયો અને બસમાં બેસી ગયો. રોહિતને આ વાતની જાણ ત્યારે થઇ જ્યારે તેણે ઉમેશ યાદવની આંગળીમાં વિંટી પહેરેલી જોઇ હતી.

જેવી રોહિતને પોતાની ભૂલ સમજાઇ કે તુરંત જ તે હરભજન સિંહને એક બાજુ લઇ ગયો અને હોટલમાંથી પોતાની વિંટી લાવવામાં મદદ કરવા માટે કહ્યું. જોકે ધીમે-ધીમે આખી ટીમને આ ઘટના વિશે ખબર પડી ગઇ હતી અને હિટમેન રોહિતની ખૂબ મજાક પણ ઉડી હતી. વાતચીતમાં આગળ રોહિતે રમૂજ રીતે વિરાટ કોહલી પર આ વાત ફેલાવવાનો અને મોટી ખબર બનાવવાનો આરોપ લગાવ્યો હતો.
First published:

Tags: Ritika Sajdej, Team india, ક્રિકેટ, બીસીસીઆઇ, રોહિત શર્મા, વિરાટ કોહલી, સ્પોર્ટસ

આગામી સમાચાર