Home /News /sport /...જ્યારે એમએસ ધોનીએ બસ ચલાવીને ટીમને હોટલ સુધી પહોંચાડી

...જ્યારે એમએસ ધોનીએ બસ ચલાવીને ટીમને હોટલ સુધી પહોંચાડી

લક્ષ્મણે પોતાની આત્મકથા ‘281 એન્ડ બિયોન્ડ’માં પોતાના સાથી ખેલાડીઓ સાથે જોડાયેલ ઘણા રસપ્રદ કિસ્સા લખ્યા

લક્ષ્મણે પોતાની આત્મકથા ‘281 એન્ડ બિયોન્ડ’માં પોતાના સાથી ખેલાડીઓ સાથે જોડાયેલ ઘણા રસપ્રદ કિસ્સા લખ્યા

ભારતનો પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ પોતાની આત્મકથા ‘281 એન્ડ બિયોન્ડ’ને લઈને ચર્ચામાં છે. લક્ષ્મણે આ બુકમાં પોતાના સાથી ખેલાડીઓ સાથે જોડાયેલ ઘણા રસપ્રદ કિસ્સા લખ્યા છે. એક કિસ્સો મહેન્દ્રસિંહ ધોની વિશે પણ છે. લક્ષ્મણે લખ્યું છે કે મારી સાથે હંમેશા રહેનાર યાદોમાં એક યાદ તે સમયની છે જ્યારે ધોનીએ ભારતીય ટીમની બસ ચલાવી હતી. લક્ષ્મણે કહ્યું હતું કે આ ઘટના તેની 100મી ટેસ્ટ મેચ દરમિયાન બની હતી. જ્યારે ધોની નાગપુરમાં ટીમને બસને ચલાવી હોટલ સુધી લઈ ગયો હતો.

લક્ષ્મણે પોતાની આત્મકથામાં લખ્યું છે કે મને મારી આંખો ઉપર વિશ્વાસ થતો ન હતો કે ટીમનો સુકાની બસ ચલાવીને અમને ગ્રાઉન્ડમાંથી પાછો હોટલ લઈ જઈ રહ્યો છે. અનિલ કુંબલેની નિવૃત્તિ પછી આ તેની (ધોની) સુકાની તરીકે પ્રથમ ટેસ્ટ મેચ હતી. આ સાથે લક્ષ્મણે ધોનીએ લઈને લખ્યું હતું કે એમ લાગી રહ્યું હતું કે તે દુનિયાનો સૌથી ચિંતા વગરનો છે. તે આવો જ હતો, ચુલબુલો અને જમીન સાથે જોડાયેલો.

ક્રિકેટરમાંથી કોમેન્ટર બનેલા લક્ષ્મણના મતે ધોનીએ ક્યારેય આનંદ અને ચંચળતા ગુમાવી નથી. હું ક્યારેય પણ ધોની જેવા વ્યક્તિને મળ્યો નથી. જ્યારે તે ટીમમાં આવ્યો ત્યારે તેનો રુમ દરેક માટે ખુલ્લો રહેતો હતો. મારી અંતિમ ટેસ્ટ સુધી તે ભારતનો સૌથી સફળ કેપ્ટન બની ચૂક્યો હતો. ત્યારે પણ તે સુતા પહેલા દરવાજો બંધ કરતો ન હતો.

આ પણ વાંચો - હવે લગ્ન પણ કરાવશે મહેન્દ્રસિંહ ધોની! જાણો કેવી રીતે

ભારતનો પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ પોતાની આત્મકથા ‘281 એન્ડ બિયોન્ડ’ને લઈને ચર્ચામાં


લક્ષ્મણે પોતાની નિવૃત્તિ સાથે જોડાયેલી વાતોને પણ પોતાની આત્મકથામાં લખ્યું છે. તેણે લખ્યું હતું કે જ્યારે મેં મીડિયાને પોતાના નિવૃત્ત થવાની જાણકારી આપી તો સૌથી પહેલા સવાલ હતો કે - શું તમે આ વિશે પોતાના સાથી ખેલાડીઓને બતાવ્યું છે? મેં જવાબ આપ્યો હતો - હા. પછી પુછવામાં આવ્યું હતું કે તમે ધોની સાથે વાત કરી, તેણે શું કહ્યું? મેં મજાકમાં કહ્યું હતું કે બધા જાણે છે કે ધોની સુધી પહોંચવુ કેટલું મુશ્કેલ છે. લક્ષ્મણે કહ્યું હતું કે આ પછી મીડિયામાં સમાચારો આવ્યા હતા કે તેણે ધોની સાથે મતભેદના કારણે નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે.
First published: