વિરાટ કોહલીએ કર્યું ‘નોટબુક સેલિબ્રેશન’, જાણો આમ કરવાનું કારણ

News18 Gujarati
Updated: December 7, 2019, 3:46 PM IST
વિરાટ કોહલીએ કર્યું ‘નોટબુક સેલિબ્રેશન’, જાણો આમ કરવાનું કારણ
વિરાટ કોહલીએ કર્યું નોટબુક સેલિબ્રેશન, જાણો આમ કરવાનું કારણ

હૈદરાબાદમાં વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રથમ ટી-20 મેચમાં ભારતે 6 વિકેટે વિજય મેળવ્યો હતો

  • Share this:
હૈદરાબાદ : હૈદરાબાદમાં વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રથમ ટી-20 મેચમાં ભારતે 6 વિકેટે વિજય મેળવ્યો હતો. ટીમની જીતમાં કેપ્ટન વિરાટ કોહલી હીરો રહ્યો હતો. કોહલીએ 94 રન બનાવી આ ફોર્મેટનો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. આ દરમિયાન વિરાટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેપ્ટન કોહલીએ કેરેબિયન બૉલર કેસરિક વિલિયમ્સની ઓવરમાં સિક્સર ફટકાર્યા પછી પર્ચી ફાડવાના અંદાજમાં ‘નોટબુક સેલિબ્રેશન’ કર્યું હતું.

તેણે આ ઉજવણી એ સમયે કરી હતી જ્યારે ભારતીય ઇનિંગ્સની 16મી ઓવરના ત્રીજા બોલે કેસરિકની ઓવરમાં લોંગ ઓન પર સિક્સર ફટકારી હતી. કેસરિકે આ બૉલ યોર્કર નાખવાનો પ્રયત્ન કર્યો હતો. જેનો વિરાટે શાનદાર જવાબ આપ્યો હતો. તે સમયે વિરાટે પહેલા આરામથી બેટને ઘૂંટણ પણ ટેકવ્યું હતું અને પછી પર્ચી ફાડવાના અંદાજમાં ‘નોટબુક સેલિબ્રેશન’ઉજવણી કરી હતી. આ સિક્સ પહેલા વિરાટે કેસરિકની ઓવરમાં ફોર પણ ફટકારી હતી. આ ઓવરમાં પંતે પણ એક સિક્સર ફટકારી હતી. ઓવરમાં કુલ 23 રન બન્યા હતા.

આ પણ વાંચો - Ind vs WI : વિરાટના આક્રમક 94*, ભારતનો 6 વિકેટે વિજય
 
View this post on Instagram
 

You do not mess with the Skip! 🔥🔥 #TeamIndia #INDvWI @paytm


A post shared by Team India (@indiancricketteam) on


વિરાટની ઉજવણી પાછળ કોઈને કોઈ કારણ હોય છે. અહીં પણ એક ખાસ કારણ હતું. કોહલીએ કેસરિક વિલિયમ્સને તે ઉજવણીનો જવાબ આપ્યો હતો. જ્યારે 2017માં ભારતીય કૅપ્ટનને કેરેબિયન બૉલરે 39 રનના સ્કોરે આઉટ કરી ઉજવણી કરી હતી. મેચ પછી જ્યારે કોહલીને આ ઉજવણી વિશે પુછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે આ સીપીએલ સાથે જોડાયેલ નથી. અસલમાં આ જમૈકામાં થયું હતું. કેસરિકે મને આઉટ કરીને આવી રીતે ઉજવણી કરી હતી.

જમૈકા ટી-20 મેચ દરમિયાન વિલિયમ્સે કોહલીને 39ના સ્કોરે આઉટ કરી પર્ચી ફાડવાના અંદાજમાં ઉજવણી કરી હતી. ભારતીય કેપ્ટન વિરાટ આ ઉજવણીને હજુ સુધી ભૂલ્યો ન હતો. ઇન્ડિયન ક્રિકેટ ટીમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો વીડિયો શેર કરવામાં આવ્યો છે.
First published: December 7, 2019, 3:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading