જ્યારે ઉસૈન બોલ્ટ કરતાં પણ ફાસ્ટ દોડ્યો ધોની, અપાવી ટીમને શાનદાર જીત

News18 Gujarati
Updated: March 23, 2018, 5:14 PM IST
જ્યારે ઉસૈન બોલ્ટ કરતાં પણ ફાસ્ટ દોડ્યો ધોની, અપાવી ટીમને શાનદાર જીત

  • Share this:
ભારતીય વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોનીએ આજના દિવસે જ બાંગ્લાદેશ સામે તે ઐતિહાસિક જીત અપાવી હતી જેના બીજા દિવસે જ બધા સમાચાર પત્રોએ ધોનીને ભારતનો ઉસૈન જાહેર કરી દીધો હતો. સમાચારો છપાયા હતા કે, ધોનીએ બોલ્ટની સ્પીડથી મુસ્તિફિઝૂર રહેમાનને રન આઉટ કરીને ભારતને જીત અપાવી દીધી.

ભારતે મુશ્કેલ વિકેટ પર બનાવ્યા હતા 145 રન

અસલમાં 2016 ટી-20 વર્લ્ડકપ દરમિયાન ભારતની બાંગ્લાદેશ વિરૂદ્ધ મહત્વપૂર્ણ મેચ હતી. બેંગ્લોરમાં રમાઈ રહેલ આ મેચમાં ભારતે પહેલા બેટિંગ કરી હતી. રોહિત અને ધવને ઓપનિંગની શરૂઆત કરી હતી. પરંતુ રોહિત 18, ધવન 23 રને આઉટ થયા બાદ બધી જ જવાબદારી કોહલી અને રૈના પર આવી ગઈ હતી પરંતુ કોહલી 24 અને રૈના 30 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. 15 ઓવરમાં 112 રન પર ચાર વિકેટ ગુમાવી ચૂકેલ ભારતીય ટીમ મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહી હતી. પંડ્યા 15 અને ધોની માત્ર 13 રન જ બનાવી શક્યા હતા. આ કારણે આખી ટીમ નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 146 રન જ બનાવી શકી હતી.

જવાબમાં રમવા ઉતરેલ બાંગ્લાદેશના ઓપનર તમીમ ઈકબાલે પોતાની ટીમને તોફાની શરૂઆત કરી દીધી. જોકે, મોહમ્મદ મિથુનને 1 રને આઉટ કરીને અશ્વિને ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. પરંતુ સબીર રહેમાન અને શાકિબના ટકી જવાના કારણે મેચ ભારતના હાથોમાંથી સરકી ગઈ હતી. જોકે, ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરતાં મેચ અંતિમ ઓવર સુધી ખેંચી ગયા હતા.

બાંગ્લાદેશને અંતિમ ઓવરમાં મેચ જીતવા માટે 11 રનની જરૂરત હતી. ક્રિઝ પર તેમના વિશ્વાસું બેટ્સમેન મોહમ્મદુલ્લા અને મુસ્તફિકૂર રહિમ હાજર હતા. 20મી ઓવરની શરૂઆતમાં મોહમ્મદુલ્લાહ સ્ટ્રાઈક પર હતો. ભારત તરફથી બોલિંગ કરી રહ્યો હતો હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યાના પ્રથમ ત્રણ બોલમાં બાંગ્લાદેશના બેટ્સમેનોએ 9 રન બનાવી લીધા હતા. હવે ત્રણ બોલમાં માત્ર બે રન બનાવવાની જરૂરત હતી. ચોથા બોલે રહિમ શાનદાર શોર્ટ માર્યો પરંતુ તે સિધો ધવનના હાથમાં ગયો અને ભારતને ખરા સમયે એક વિકેટ મળી ગઈ. અહીથી બાંગ્લાદેશને જીતવા માટે બે બોલમાં બે રનની જરૂરત હતી. પાંચમા બોલે હાર્દિકે ફૂલટોસ નાંખ્યો પરંતુ બેટ્સમેન તેને બાઉન્ટ્રી બહાર મોકલી શક્યો નહી અને રવિન્દ્ર જાડેજાએ શાનદાર કેચ પકડીને ભારતને વધુ એક વિકેટ અપાવી દીધી હતી. હવે અંતિમ બોલે બાંગ્લાદેશને 2 રનની જરૂરત હતી. એક વખત ફરીથી હાર્દિક પંડ્યા બોલ નાંખવા માટે તૈયાર હતો.


ભારતના 146 રન સામે બાંગ્લાદેશે 145 રન બનાવી લીધા હતા. હવે માત્ર જીતવા માટે એક બોલમાં 2 રનની જરૂરત હતી. હાર્દિકે જ્યારે બોલ નાંખવા માટે દોડ લગાવી ત્યારે આખા પેવેલિયનમાં શાંતિ પ્રસરી ગઈ પરંતુ જ્યારે તેને બોલને ડોટ કરાવ્યો ત્યાર બાદ ધોનીએ ઉસેન બોલ્ટ કરતાં પણ વધારે સ્પીડમાં દોડ લગાવીને બાંગ્લાદેશના બેટ્સમેનને રન આઉટ કરીને ભારતને જીત અપાવી દીધી હતી. ભારતને જીત મળતાની સાથે જ પેવેલિયનમાં ગાજી ઉઠ્યું હતું.

બીજી વાર ટીમ ઈન્ડિયાની સ્થિતિ બાંગ્લાદેશ સામે ત્યારે કફોડી થઈ હતી જ્યારે ટ્રાઈ સિરીઝમાં બે ઓવરમાં 34 રન બનાવવાના આવ્યા હતા. જોકે, દિનેશ કાર્તિકે ધમાકેદાર બેટિંગ કરતાં એકવાર ફરીથી બાંગ્લાદેશના મોઢામાં આવેલી જીત છીનવી લીધી હતી. આમ બંને વખત ભારતના વિકેટકિપરોએ બાંગ્લાદેશને માત આપી હતી.
First published: March 23, 2018, 5:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading