Home /News /sport /

Video: ધોની અને તેના ફેનની મેદાનમાં રેસ જોઇને તમે હસવાનું નહીં રોકી શકો

Video: ધોની અને તેના ફેનની મેદાનમાં રેસ જોઇને તમે હસવાનું નહીં રોકી શકો

ધોની જાય છે ત્યાં અનેક ફેન્સ તેમને ઘેરી લે છે.

ધોની અને તેના ફેન વચ્ચે રેસને જોઇને તમે ચોક્કસ તમારૂં હસવાનું નહીં રોકી શકો.

  ન્યૂઝ 18 ગુજરાતી: ધોનીનાં દિવાનાઓ ઘણાં છે, જ્યાં પણ ધોની જાય છે ત્યાં અનેક ફેન્સ તેને ઘેરી લે છે. આવો જ એક નજારો ચેન્નઇનાં મેદાન પર જોવા મળ્યો હતો. ધોની અને તેના ફેન વચ્ચે રેસને જોઇને તમે ચોક્કસ તમારૂં હસવાનું નહીં રોકી શકો.

  આઇપીએલનાં નવા સીઝન પહેલા ચેન્નાઇમાં પ્રેક્ટિસ ચાલી રહી હતી. ધોની મેદાન વચ્ચે પ્રેકટિસ કરી રહ્યાં હતાં. ત્યારે જ એક ક્રિકેટપ્રેમી મેદાનમાં ઘુસી ગયો. તે ધોની સાથે હાથ મેળવવા માંગતો હતો. ધોનીએ જ્યારે તેને મેદાનમાં જોયો તો તે અવાક રહી ગયો. ધોની પોતાને તેનાથી બચાવવા લાગ્યાં. ધોનીને ફેન્સથી બચાવવા માટે ચેન્નાઇ સુપર કિંગનાં બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી વચ્ચે આવી ગયા. ધોનીએ તેમની ટીશર્ટ પકડી લીધી. તે પછીનો નજારો તો જોવા લાયક હતો. ધોની જાણે તેની સાથે મઝા કરી રહ્યો હતો તેમ ભાગ્યો.
  View this post on Instagram

  Catch Me If You Fan #AnbuDen Version! #SuperPricelessThala @mahi7781 and the smiling assassin Balaji! #WhistlePodu


  A post shared by Chennai Super Kings (@chennaiipl) on


  ધોનીનો ફેન પણ તેની પાછળ મેદાનમાં ભાગી રહ્યો હતો. અંતમાં જો કે સુરક્ષાકર્મીએ તે ફેનને પકડી લીધો. જોકે પછી ધોની ફેન સાથે હાથ મેળવવા ગયો. આ આખો નજારો કેમેરામાં કેદ થયો હતો. આ એવો વીડિયો છે કે તમે એકવાર જોઇને હસ્યા જ કરશો. મહત્વનું છે કે આ વખતે ચૈન્નઇ પોતાની પહેલી મેચ 23 માર્ચનાં રોજ રમશે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Chennai super kings, Fan, Ipl 2019, M S Dhoni, ક્રિકેટ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन