પાક. રમવા જતી ટીમ ઈન્ડિયાને અટલજીએ આપી હતી આવી સોનેરી સલાહ

News18 Gujarati
Updated: August 16, 2018, 6:36 PM IST
પાક. રમવા જતી ટીમ ઈન્ડિયાને અટલજીએ આપી હતી આવી સોનેરી સલાહ
ટીમ ઈન્ડિયાને મળતા તત્કાલિન વડાપ્રધાન અટલજી

  • Share this:
ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે ભલે ક્રિકેટ સંબંધ સારા ચાલી રહ્યાં ના હોય પરંતુ આજથી 14 વર્ષ પહેલા તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પાકિસ્તાન પ્રવાસ પર જઈ રહેલી ટીમ ઈન્ડિયાને એક એવી સલાહ આપી, જેને અત્યાર સુધી કોઈ ખેલાડી ભૂલી શક્યા નથી, પછી ભલે તે ક્રિકેટર હોય અથવા અન્ય રમતનો ખેલાડી. 2004માં પાંચ વનડે અને ત્રણ ટેસ્ટ મેચોની ઐતિહાસિક સીરિઝ રમવા માટે પાકિસ્તાન જઈ રહેલ સૌરવ ગાંગુલી એન્ડ કંપનીને અટલ બિહારી વાજપેયીએ બોલાવ્યા અને તેમને એક બેટ આપ્યો અને તે બેટ પર લખેલી એક લાઈનને આજે પણ માત્ર ક્રિકેટરો જ નહી લોકો પણ યાદ કરે છે.


અટલજી અને પરવેઝ મુશરફના સ્ટેચ્યુ


ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ વાર્તા શરૂ કર્યા પછી સંબંધોને સુધારવા માટે અટલજી દ્વારા કરવામાં આવેલી પહેલના કારણે 14 વર્ષમાં પ્રથમ વખત ટીમ ઈન્ડિયા આખી સિરીઝ રમવા માટે પાકિસ્તાનના પ્રવાસ પર ગઈ હતી, જ્યાં ભારતે ઐતિહાસિક જીત નોંધાવી હતી. આ સિરીઝને વિશેષ વિઝા આપવામાં આવ્યો હતો.

સિરીઝનો ભારતમાં કરવામાં આવ્યો હતો વિરોધ


જોકે, દેશમાં આ સિરીઝનો ખુબ જ વિરોધ કરવામાં આવ્યો હતો. આને રદ્દ કરવાની માંગ કરવામાં આવી રહી હતી, પરંતુ કડક સુરક્ષા વચ્ચે ટીમ પાકિસ્તાન પહોંચી હતી. ભારતે 11 માર્ચ 2004થી થયેલ સિરીઝમાં 3-2થી વનડે સિરીઝ અને 2-1થી ટેસ્ટ સિરીઝ જીતી હતી. પ્રવાસ પર રવાના થવાથી પહેલા ટીમ ઈન્ડિયા અટલજીને મળી, જ્યાં તત્કાલીન વડાપ્રધાને તેમને શુભેચ્છાઓના રૂપમાં બેટ આપ્યો અને બલ્લા પર લખ્યું હતું, "રમત જ નહી દિલ પણ જીતો," શુભેચ્છાઓ.
અટલજીની સોનેરી સલાહ ટીમ ઈન્ડિયાના દિલમાં વસી ગઈ


આ ઐતિહાસિક પ્રવાસમાં ટેસ્ટ સિરીઝમાં ભારત તરફથી વીરેન્દ્ર સહેવાગે સર્વાધિક રન બનાવ્યા હતા. સહેવાગે કુલ 438 રન ઠોક્યા, જ્યારે અનિલ કુંબલેએ સર્વાધિક 15 વિકેટ ઝડપી હતી. મુલ્તાનમાં થયેલ પ્રથમ ટેસ્ટ મેચમાં સહેવાગે 309 રનની ઈનિંગ રમી હતી, જ્યારે સહેવાગ મુલ્તાનનો સુલ્તાન નામથી ફેમસ થઈ ગયો. પ્રથમ ટેસ્ટ અને વનડે સિરીઝમાં મેજબાન પાકિસ્તાનના કેપ્ટન ઈંઝમામ ઉલ હક્કે સૌથી વધારે રન બનાવ્યા હતા. ઈંઝમામે 340 રન બનાવ્યા હતા, જ્યારે પાકિસ્તાન બોલર મોહમ્મદ શામીએ સૌથી વધારે વિકેટ ઝડપી. શામીએ 11 વિકેટ ઝડપી હતી. ભારત તરફથી સૌથી વધારે રન રાહુલ દ્રવિડે 248 અને સૌથી વધારે વિકેટ ઈરફાન પઠાણે (8) ઝડપી હતી.
First published: August 16, 2018
વધુ વાંચો
अगली ख़बर