ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અનિલ કુંબલેએ આજની તારીખ 7 ફેબ્રુઆરીએ 20 વર્ષ પહેલા એક એવી સિદ્ધિ મેળવી હતી. કુંબલેએ 7 ફેબ્રુઆરી 1999ના રોજ દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર પાકિસ્તાન સામે એક ઇનિંગ્સમાં 10 વિકેટ ઝડપી હતી. કુંબલેએ પાકિસ્તાનની બીજી ઇનિંગ્સને 207 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ટીમ ઇન્ડિયાએ 212 રને જીત મળી હતી.
કોટલા ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને 420 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાનના ઓપનર સઇદ અનવર અને શાહિદ આફ્રિદીએ સદીની ભાગીદારી કરી હતી. જોકે આ પછી જે થયું તે બધાને ચોંકી ગયા હતા. આ પછી અનિલ કુંબલે ત્રાટક્યો હતો અને પાકિસ્તાનને ઓલઆઉટ કરી દીધી હતી.
કુંબલે ટેસ્ટની એક ઇનિંગ્સમાં બધી 10 વિકેટ લેનાર બીજો બોલર બન્યો હતો. આ પહેલા 1956માં ઇંગ્લેન્ડના ઓફ સ્પિનર જિમ લેકરે ઓસ્ટ્રેલિયા સામે એક ઇનિંગ્સમાં 10 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. લેકરે આ મેચમાં કુલ 19 વિકેટ ઝડપી હતી. આ પછી કુંબલે સિદ્ધિ મેળવી હતી. કુંબલેએ ભારત તરફથી 132 ટેસ્ટ રમતા 619 વિકેટ ઝડપી છે. જે ભારતનો સૌથી સફળ બોલર છે.
વસીમ અકરમે કર્યો હતો ખુલાસો પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમે કહ્યું હતું કે જ્યારે કુંબલે 9 વિકેટ ઝડપી ચૂક્યો હતો ત્યારે વકાર યુનિસ બેટિંગ કરી રહ્યો હતો. તે સમયે વકારે મને કહ્યું હતું કે જો આપણા બંનેમાંથી કોઈ એક રન આઉટ થઈ જાય તો કુંબલેની 10 વિકેટ થશે નહીં. જોકે વકાર આ દાવાને ખોટો ગણાવ્યો હતો. તેણે ટ્વિટ કરીને લખ્યું હતું કે આ તો ક્યારેય થયું નથી, કદાચ વસીમભાઈ ઉપર વધતી ઉંમરની અસર થઈ રહી છે. આ પછી બંને દિગ્ગજોમાં મતભેદ પણ જોવા મળ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર