Home /News /sport /પત્ની રીવાબાની તસવીર શેર કરીને રવિન્દ્ર જાડેજાએ શું લખ્યું, જેના બધા વખાણ કરી રહ્યા છે, જાણો...

પત્ની રીવાબાની તસવીર શેર કરીને રવિન્દ્ર જાડેજાએ શું લખ્યું, જેના બધા વખાણ કરી રહ્યા છે, જાણો...

જાડેજાએ કર્યુ પત્નિ માટે ટ્વિટ

ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજાએ જામનગર ઉત્તર વિધાનસભાની ચૂંટણી જીતી છે. રીવાબાએ ધારાસભ્ય તરીકે નવી કારકિર્દી શરૂ કરી છે. જીત્યા બાદ તેણે કહ્યું હતું કે તે જનતા માટે કામ કરશે. જાડેજાએ તેમની પત્ની માટે ચૂંટણીમાં પ્રચાર પણ કર્યો હતો.

વધુ જુઓ ...
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાએ વિધાનસભાના પ્રથમ સત્રમાં ધારાસભ્ય તરીકે શપથ લીધા છે. રવિન્દ્ર જાડેજાએ શપથ લેતી વખતે પત્નીની કેટલીક તસવીરો પણ શેર કરી છે. આ સિવાય રવીન્દ્ર જાડેજાએ પોતાની પત્ની રીવાબાની તસવીર શેર કરતી વખતે કંઈક એવું લખ્યું છે જેના બધા વખાણ કરી રહ્યા છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા ગુજરાતની જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી જીતી છે. તેમણે તેમના નજીકના હરીફ અને આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર કરશનભાઈ કરમુરને હરાવ્યા.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, રીવાબાને 77,630 વોટ મળ્યા, જ્યારે AAPના કરમુરને 31,671 વોટ મળ્યા. કોંગ્રેસના બિપેન્દ્રસિંહ જાડેજા 22,180 મતો સાથે ત્રીજા ક્રમે છે. જામનગર ઉત્તર બેઠક પર રસપ્રદ મુકાબલો હતો. આ બેઠક પર રવિન્દ્ર જાડેજાએ તેમની પત્ની માટે જોરદાર પ્રચાર કર્યો હતો. જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે ટીમની બહાર ચાલી રહ્યો છે. હવે પત્નીના શપથ લીધા બાદ રવિન્દ્ર જાડેજા ફરી એકવાર હેડલાઇન્સમાં આવ્યા છે. જાડેજાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર પત્નીની તસવીર શેર કરી છે.

આ પણ વાંચો : ટેસ્ટ ક્રિકેટનો એ દુર્લભ રેકોર્ડ જેને તૂટતા 4 દાયકા લાગ્યા… અનિલ કુંબલેનો જાદુ સૌથી યાદગાર

રવીન્દ્ર જાડેજાએ પીળી સાડી પહેરેલી પત્ની રીવાબાની તસવીર શેર કરતી વખતે ખૂબ જ સુંદર કેપ્શન આપ્યું છે. જાડેજાએ લખ્યું છે, "નમસ્તે!! હવે મારે તમારો પરિચય આપવાની જરૂર નથી. તમારી પોતાની ઓળખ છે. લાંબો રસ્તો પસંદ કરજો.  #mlagujarat #78NorthJamnagar

ravindra jadeja tweet

આ પહેલા જાડેજાએ તેમની પત્નીની વિધાનસભામાં શપથ લેતા બે તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ બે તસવીરો શેર કરતાં જાડેજાએ ગુજરાતીમાં લખ્યું છે કે, “રીવાબાએ આજે ​​ગુજરાત વિધાનસભામાં જામનગર (ઉત્તર)ના 78મા ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માનનીય શ્રી યોગેશભાઈ પટેલની સામે શપથ લીધા. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રીઓ, નવનિયુક્ત ધારાસભ્યો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ravindra jadeja tweet
First published:

Tags: Indian cricketer, Motivation, Tweet