Halal Food Row : ભારતીય ટીમને હલાલ મીટ જ પિરસાશે? BCCIના ટ્રેઝરર અરૂણ ધુમાલે તોડ્યું મૌન

Halal Food Controversy : ભારતયી ક્રિકેટ બોર્ડના ટ્રેઝરર અરૂણ ધુમાલે કહ્યું કે ભોજન ખેલાડીની મનપસંદ બાબત છે તેમાં કોઈ દબાણ નથી

BCCI Halal Food Row : ભારતીય ક્રિકેટ ટીમના મેનુમાં (Indian Cricket team Diet chart) ફક્ત હલાલ માંસ જ અપાશે, આ અહેવાલોના પગલે છવાયો હતો વિવાદ, બીસીસીઆઈએ આ અંગે કરી સ્પષ્ટતા

  • Share this:
    ભારતીય ક્રિકેટ બોર્ડના કોષાધ્યક્ષ અરુણ ઘૂમલે (BCCI Treasurer Arun Dhumal) જણાવ્યું છે કે, ભારતીય ક્રિકેટ ટીમનું મેનૂ (Indian Cricket Team Diet Chart) નક્કી કરવામાં બોર્ડ કોઈપણ પ્રકારની ભૂમિકા ભજવતું નથી. ભારતીય ક્રિકેટરો પોતાની પસંદ અનુસાર ભોજનની પસંદગી કરવા માટે સ્વતંત્ર છે. ગુરુવારથી કાનપુર ટેસ્ટ  (IND vs NZ Kanpur Test) શરૂ થઈ રહી છે, તે પહેલા ભારતીય ટીમનું કેટરિંગ મેનૂ  (Indian Cricket Team Menu) સામે આવ્યું હતું. ન્યુઝીલેન્ડ સામેની સીરિઝમાં ઓપનર ખેલાડીઓ માટે નવા ડાયટ (Indian Cricket Team New Diet Plan) પ્લાનમાં બીફ અને પોર્ક (Beef and Pork in Indian Cricket team Diet)  ન રાખવા અને માત્ર હલાલ માંસ ખાવા માટે જણાવવામાં આવ્યું હતું. ક્રિકેટરોની ડાયટ અંગે સોશિયલ મીડિયા પર BCCIની ટીકા કરવામાં આવી હતી. કેટલાક યૂઝર્સે હલાલ માંસને પ્રોત્સાહન આપવા બદલ ભારતીય ક્રિકેટ બોર્ડની ટીકા પણ કરી હતી.

    ડાયટ પ્લાન સંબંધિત ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી

    અરુણ ઘૂમલે ઈન્ડિયા ટુડેને જણાવ્યું છે કે, ‘ડાયટ પ્લાન અંગે ક્યારેય પણ કોઈ ચર્ચા કરવામાં આવી નથી. આ નિર્ણય ક્યારે લેવામાં આવ્યો હતો કે નહીં તે વિશે મને કોઈ જાણકારી નથી. અમારા તરફથી ડાયટ પ્લાન સંબંધિત કોઈપણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી. ખેલાડીઓની ખાવાની બાબતે પોતાની વ્યક્તિગત પસંદગી હોય છે, તે અંગે BCCI કોઈપણ પ્રકારની ભૂમિકા ભજવતું નથી.’

    આ પણ વાંચો : Virat Kohli: અનુષ્કાએ પતિના ફોટો પર કરી કોમેન્ટ, વિરાટ કોહલીએ એવો જવાબ આપ્યો કે મચી ગઈ ધમાલ

    ખાવાની બાબતે ખેલાડીઓની વ્યક્તિગત પસંદગી

    કોઈ ખેલાડીના કહેવા અનુસાર આ પ્રકારે કરવામાં આવ્યું હોઈ શકે છે. જો કોઈ ખેલાડી જણાવે કે, તે બીફ નથી ખાતો અને વિદેશી ટીમ આવે તો ભોજન મિક્સ ન થવું જોઈએ. આ હલાલ માંસના મુદ્દાને ક્યારેય પણ BCCIના ધ્યાનમાં લેવામાં આવ્યો નથી. BCCI ક્યારેય પણ કોઈ ખેલાડીને સલાહ આપતું નથી કે, તેમણે શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ. ખેલાડી શાકાહારી ભોજન ખાય કે માંસાહારી તે પસંદગી ખેલાડીની વ્યક્તિગત પસંદગી હોય છે.

    આ પણ વાંચો :  IND vs SA: રાહુલ દ્રવિડ આ ખેલાડીઓનું નસીબ ચમકાવી શકે છે, આફ્રિકા સામે ડેબ્યૂની શક્યતા

    ડાયટ પ્લાન શેર કરવો તે કોઈ નવી વાત નથી

    ડાયટ પ્લાન શેર કરવો તે કોઈ નવી વાત નથી. મેચ પહેલા હોસ્ટ બોર્ડ સાથે કેટલીક માહિતી શેર કરવામાં આવે છે, જેમાં ડાયટ પ્લાન પણ શામેલ હોય છે. વિદેશ યાત્રા સમયે ખેલાડીઓના ભોજનનું લિસ્ટ હોસ્ટ બોર્ડને આપવામાં આવે છે. સામાન્ય રીતે બોર્ડ તરફથી વિદેશ યાત્રા સમયે હોસ્ટ બોર્ડને હલાલ માંસ વિશે જણાવવામાં આવે છે.
    First published: