Home /News /sport /શુભમન અને સારા વચ્ચે શું ચાલી રહ્યું છે... ફર્સ્ટ ડિનર ડેટ હવે ફ્લાઈટમાં સ્પોટ, વીડિયો થયો વાયરલ
શુભમન અને સારા વચ્ચે શું ચાલી રહ્યું છે... ફર્સ્ટ ડિનર ડેટ હવે ફ્લાઈટમાં સ્પોટ, વીડિયો થયો વાયરલ
સારા અલી ખાન અને શુભમન વચ્ચે ઇલુ-ઇલુ
Shubman Gill-Sara Ali Khan: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર યુવા ખેલાડી શુભમન ગિલ તાજેતરમાં બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન સાથે દિલ્હીની એક હોટલમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. બંનેની ફ્લાઈટનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Shubman Gill-Sara Ali Khan: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર યુવા ખેલાડી શુભમન ગિલ તાજેતરમાં બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન સાથે દિલ્હીની એક હોટલમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. બંનેની ફ્લાઈટનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમ સ્ટાર શુભમન ગિલ અને બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન વચ્ચે ડેટિંગના સમાચાર ચર્ચામાં છે. જો કે આ અંગે સ્પષ્ટ રીતે કંઈ કહી શકાય તેમ નથી, પરંતુ હાલમાં જ બંને દિલ્હીની એક હોટલમાંથી સાથે નીકળતા જોવા મળ્યા છે. શુભમન દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયામાં સામેલ હતો અને શ્રેણીની છેલ્લી મેચ પણ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. સારા સાથે શુભમનને અહીં જોવાથી તેમના ડેટિંગના સમાચારને વધુ વેગ મળ્યો છે.
એટલું જ નહીં ફ્લાઇટમાં બંનેને એકસાથે જોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સારાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ફ્લાઈટમાં ફોટો ક્લિક કરી રહી છે અને તે પછી તે શુભમન સાથે સીટ પર બેઠી છે. આવી સ્થિતિમાં સારા અને શુભમનને ફરી એકસાથે જોયા બાદ સોશિયલ મીડિયા પર પણ બંનેને લઈને ઉત્તેજના વધી ગઈ છે.
શુભમનનું નામ સારા તેંડુલકર સાથે પણ જોડાઈ ચૂક્યું છે
આ પહેલીવાર નથી જ્યારે શુભમન ગિલનું નામ કોઈ છોકરી સાથે જોડાયું હોય. આ પહેલા તેનું નામ ભારતીય ક્રિકેટ ટીમના મહાન સચિન તેંડુલકરની પુત્રી સારા સાથે જોડવામાં આવ્યું છે. શુભમન અને સારા વિશે કહેવામાં આવ્યું હતું કે, બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જો કે બંનેએ ક્યારેય આ વાતનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો ન હતો, પરંતુ સોશિયલ મીડિયા પરથી સ્પષ્ટ થઈ ગયું હતું કે બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે.
એવા અહેવાલ હતા કે સારા તેંડુલકરે શુભમન સાથે બ્રેકઅપ કર્યું હતું. બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો પણ કર્યા હતા. આવી સ્થિતિમાં હવે શુભમનનું નામ સારા અલી ખાન સાથે જોડવામાં આવી રહ્યું છે.
સારા પોતાને સિંગલ કહે છે
ફિલ્મ અભિનેત્રી સારા અલી ખાન પોતાને સિંગલ ગણાવે છે. તેણે અનેક પ્રસંગોએ આ વાત કહી છે. ત્યારે, સારા તેના ઉત્સાહ માટે પણ જાણીતી છે. આવી સ્થિતિમાં, જો તે શુભમન સાથે રિલેશનશિપમાં છે, તો ચાહકોએ તેના સત્તાવાર બનવાની રાહ જોવી પડશે. સારા અલી ખાને સિમ્બા, અતરંગી રે, લવ આજ કલ જેવી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર