Home /News /sport /બોક્સિંગ ડે શું છે? શા માટે દર વર્ષે આ દિવસે ટેસ્ટ મેચ રમાય છે? શું તેને બોક્સિંગ સાથે કોઈ લેવાદેવા છે?
બોક્સિંગ ડે શું છે? શા માટે દર વર્ષે આ દિવસે ટેસ્ટ મેચ રમાય છે? શું તેને બોક્સિંગ સાથે કોઈ લેવાદેવા છે?
આજે બોક્સિંગ ડે પર બે ટેસ્ટ મેચ શરૂ થઈ હતી. (ક્રિકેટ ઓસ્ટ્રેલિયા/ટ્વીટર)
Boxing Day Test: બોક્સિંગ ડેની ઉજવણી અને શરૂઆતને લગતી ઘણી થિયરીઓ છે, જેમાંની એક થીયરી નોકરો અંગે છે. કહેવાય છે કે, આ એક દિવસની રજામાં નોકરોને તેમના બોસ કે માલિકો તરફથી ભેટ આપવામાં આવતી.
ક્રિસમસના બીજા દિવસે બોક્સિંગ ડે (Boxing day)ની ઉજવણી થાય છે. આ દિવસનું નામ ભલે બોક્સિંગ સાથે જોડાયેલું હોય પણ તેણે બોક્સિંગ સાથે કોઈ લેવા-દેવા નથી. આ દિવસની ઉજવણી 1871થી શરૂ થઈ હતી. ત્યારથી આ દિવસ માટે 26 ડિસેમ્બર ફિક્સ છે. પણ જો આ દિવસ શનિવારે આવતો હોય તો તેની ઉજવણી ત્યારબાદના સોમવારે કરવામાં આવે છે. જો આ દિવસ રવિવારે આવતો હોય તો તેની ઉજવણી મંગળવારે થાય છે. અહીં બોક્સિંગ ડેના ઇતિહાસ અને ઉજવણીના કારણો અંગે જાણકરી આપવામાં આવી છે.
શું કહે છે બોક્સિંગ ડેનો ઇતિહાસ?
બોક્સિંગ ડેની શરૂઆત મૂળભૂત રીતે યુનાઇટેડ કિંગડમમાં થઈ હતી અને રાણી વિક્ટોરિયાના શાસનકાળ દરમિયાન તેનું નામ પડ્યું હોવાનું માનવામાં આવે છે. હવે આ દિવસ યુરોપના ઘણા દેશોમાં તેમજ ભૂતપૂર્વ બ્રિટીશ વસાહતો, ન્યુઝીલેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા વગેરેમાં ઉજવવામાં આવે છે. આ દિવસે બેંક હોલિડે અથવા જાહેર રજા હોય છે. જેમાં સ્ટોર્સ બોક્સિંગ ડેના સેલ આપે છે, આ સેલને ઘણીવાર યુનાઇટેડ સ્ટેટ્સના બ્લેક ફ્રાઇડે સેલ સાથે સરખાવવામાં આવે છે.
ઘણી થીયરી અસ્તિત્વમાં
બોક્સિંગ ડેની ઉજવણી અને શરૂઆતને લગતી ઘણી થિયરીઓ છે, જેમાંની એક થીયરી નોકરો અંગે છે. કહેવાય છે કે, આ એક દિવસની રજામાં નોકરોને તેમના બોસ કે માલિકો તરફથી ભેટ આપવામાં આવતી. આ ક્રિસમસ બોક્સમાં ભેટો, બોનસ, તેમજ ભોજનમાંથી બચેલી વસ્તુઓનો સમાવેશ થતો હતો.
તેથી 'બોક્સિંગ ડે' નામ નાતાલના એક દિવસ પછી જરૂરિયાતમંદોને આપવામાં આવેતા ક્રિસમસ બોક્સને વધુ લાગેવળગે છે. બીજી તરફ આયર્લેન્ડ, જર્મની, ચેક રિપબ્લિક, ઇટાલી, પોલેન્ડ, ફિનલેન્ડ જેવા યુરોપિયન દેશોમાં આ દિવસને 26 ડિસેમ્બરને સેન્ટ સ્ટીફન્સ ડે તરીકે પણ ઉજવવામાં આવે છે. તેઓ આ દિવસ પ્રથમ ખ્રિસ્તી શહીદની યાદમાં ઉજવે છે, તેઓ ગરીબોની સેવા માટે જાણીતો છે અને ઇ.સ. 36માં પથ્થરમારો કરીને તેમની હત્યા કરવામાં આવી હતી.
આ દિવસ કઈ રીતે ઉજવાય છે?
કેટલાક લોકો આ દિવસની ઉજવણી પરિવાર અને મિત્રો સાથે કરે છે, જ્યારે અન્ય લોકો બચેલા ભોજન માટે એકઠા થાય છે અને તેમનો દિવસ આરામથી વિતાવે છે. કેટલાક લોકો આ દિવસે ડિસ્કાઉન્ટનો લાભ લઈને મોટી સંખ્યામાં ખરીદી કરે છે.
ક્રિકેટ સાથે શું છે સંબંધ?
બોક્સિંગ ડેનો સંબંધ થોડા અંશે સ્પોર્ટ્સ સાથે પણ છે. આ દિવસે બોક્સિંગ ડે ટેસ્ટ ઓસ્ટ્રેલિયામાં થાય છે. આ મેચ ઓસ્ટ્રેલિયન ટીમ અને તે સમયે દેશના પ્રવાસે હોય તેવા કોઈ પણ દેશ વચ્ચે રમાતી 26 ડિસેમ્બરથી શરુ થતી હોય છે. વિક્ટોરિયામાં આવેલા દેશના આઇકોનિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) દ્વારા તેનું આયોજન કરવામાં આવે છે.
વધુમાં, બોક્સિંગના દિવસે અન્ય ઘણી રમતગમત ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવે છે, જેમાં યુકેમાં ફૂટબોલ અને રગ્બી ગેમ્સ અને ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં ક્રિકેટ મેચોનો સમાવેશ થાય છે.
યુકે અને ઓસ્ટ્રેલિયામાં બોક્સિંગ ડે 2022નું વેચાણ
યુકે અત્યારે સૌથી વધુ ફુગાવા અને જીવનનિર્વાહના ખર્ચની કટોકટીનો સામનો કરી રહ્યો છે, ત્યારે બાર્કલેકાર્ડ પેમેન્ટ્સના સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે, લોકો ગયા વર્ષની તુલનામાં આ બોક્સિંગ ડે પર ચાર ટકા ઓછો ખર્ચ કરે તેવી અપેક્ષા છે. અહેવાલ મુજબ, કોઈ વ્યક્તિ આ વર્ષે ઓછામાં ઓછા 229 પાઉન્ડ ખર્ચ કરે તેવી અપેક્ષા છે, જે 2021ની તુલનામાં 18 પાઉન્ડ ઓછા છે.
સર્વેમાં એવો પણ અંદાજ છે કે, 28 ટકા લોકો કેટલીક ન જોઈતી હોય તેવી ક્રિસમસ ભેટથી છુટકારો મેળવવા માટે ઇબે અને ફેસબુક માર્કેટપ્લેસ જેવા રિ-સેલિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે છે. ગ્લોબલડેટા ફોર વાઉચરકોડ્સ દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં એવો અંદાજ મૂકવામાં આવ્યો છે કે, બોક્સિંગ ડે પરનો ખર્ચ લગભગ 3.8 અબજ પાઉન્ડ (4.6 અબજ ડોલર)ને આંબી જશે, જે ગત વર્ષની સરખામણીએ ચાર ટકા ઓછો છે.
અહીં ઉલ્લેખનીય છે કે, દેશમાં વધતો ફુગાવો જોતાં ખરીદવામાં આવેલી વસ્તુઓનું પ્રમાણ ઓછું હશે. બીજી તરફ અહેવાલો સૂચવે છે કે, ઓસ્ટ્રેલિયામાં લોકો આ બોક્સિંગ દિવસે 23.5 અબજ ડોલર (15.78 અબજ અમેરિકન ડોલર)નો જંગી ખર્ચ કરે તેવી અપેક્ષા છે. ઓસ્ટ્રેલીયામાં લોકો 2020 પછી પ્રથમ વખત કોવિડના પ્રતિબંધોથી મુક્ત રહેશે. જેથી તેમનામાં ઉત્સાહ છે.
આ દરમિયાન ARAના ચીફ એક્ઝિક્યુટિવ પોલ ઝાહરાએ પણ અગાઉના વર્ષોની તુલનામાં હળવા શોપિંગ ટ્રેન્ડ પર પ્રકાશ પાડ્યો હતો. તેમના મત મુજબ વધુને વધુ લોકો ઓનલાઇન શોપિંગનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર