ધોનીનાં દેશપ્રેમને આ કેરેબિયન ખેલાડીની સલામ, ગણાવ્યો સાચો દેશભક્ત

આ કેરેબિયન બોલરે લખ્યું કે, ક્રિકેટનાં મેદાન પર ધોની તમામને પ્રેરણા આપે છે, પણ તે એક દેશભક્ત પણ છે. અને એક એવો વ્યક્તિ જે તેનાં દેશ માટે સમર્પિત છે

આ કેરેબિયન બોલરે લખ્યું કે, ક્રિકેટનાં મેદાન પર ધોની તમામને પ્રેરણા આપે છે, પણ તે એક દેશભક્ત પણ છે. અને એક એવો વ્યક્તિ જે તેનાં દેશ માટે સમર્પિત છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: અનુભવી વિકેટકીપર અને બેટ્સમેન એમએસ ધોની વેસ્ટઇન્ડિઝ પ્રવાસ પર નથી જઇ રહ્યો અને તે આ સમયે 15 દિવસ આર્મીની સાથે રહેશે. ભારતીય આર્મી માટે તેનાં આ પ્રેમને કેરેબિયન બોલર શેલ્ડન કોટરેલે સલામ કરી છે. અને ભારતનાં પૂર્વ વિશ્વ કપ વિજેતા કેપ્ટનને સાચો દેશભક્ત ગણાવ્યો છે.

  કોટરેલ પોતે જમૈકા ડિફેન્સ ફોર્સમાં સૈનિક છે. તેણે તેનાં ટ્વટિર પર ધોની અંગે કહ્યું કે, તે મેદાન પર અને મેદાન બહાર સૌનાં માટે પ્રેરણાદાયક છે. ધોની સેનામાં લેફ્ટિનેંટ કર્નલ છે. તે વેસ્ટઇન્ડિઝ પ્રવાસ પર ન જઇને 15 દિવસ આર્મીની સાથે ટ્રેનિંગ લઇ રહ્યો છે. ધોની કાશ્મીરમાં સૈનિકોની સાથે સુરક્ષાની જવાબદારી સંભાળશે.  આ કેરેબિયન બોલરે લખ્યું કે, ક્રિકેટનાં મેદાન પર ધોની તમામને પ્રેરણા આપે છે, પણ તે એક દેશભક્ત પણ છે. અને એક એવો વ્યક્તિ જે તેનાં દેશ માટે સમર્પિત છે. તેણે ઉમેર્યુ કે, તે ગત થોડા અઠવાડિયાથી તેનાં લોકોની સાથે જમૈકામાં રહી રહ્યો છે અને અહીં તેને આ વિચારવાનો સમય મળ્યો હતો.  શેલ્ડને ધોનીનો એક જુનો વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયો 2018નો છે. જ્યારે ધોનીને દેશનાં ત્રીજા સર્વોચ્ચ નાગરિકનું સન્માન પદ્મ ભૂષણથી દેશનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં સન્માનિત કર્યો હતો.

  શેલ્ડને કહ્યું કે, તેણે આ વીડિયોને તેનાં પરિવાર અને મિત્રો વચ્ચે શેર કર્યો હતો. કારણકે, તેમને ખબર છે કે, હું સન્માન અંગે કેવું અનુભવ કરુ છું. તેણે ઉમેર્યુ કે, 'પત્ની અને પતિ વચ્ચેની તે ક્ષણ વાસ્તમાં દેશ અને જીવનસાથી પ્રત્યે પ્રેરણાદાયી અને પ્રેમ દર્શાવે છે.'
  Published by:Margi Pandya
  First published: