સ્મિથ, વોર્નર પછી બૉલ સાથે છેડછાડના મામલામાં આ ખેલાડી ફસાયો, Video વાયરલ!

News18 Gujarati
Updated: November 12, 2019, 4:03 PM IST
સ્મિથ, વોર્નર પછી બૉલ સાથે છેડછાડના મામલામાં આ ખેલાડી ફસાયો, Video વાયરલ!
સ્મિથ, વોર્નર પછી બોલ સાથે છેડછાડના મામલામાં આ ખેલાડી ફસાયો, Video વાયરલ!

ગત વર્ષે બોલ સાથે છેડછાના મામલામાં ઓસ્ટ્રેલિયાન સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નરને એક વર્ષનો પ્રતિબંધ ભોગવવો પડ્યો હતો

  • Share this:
લખનઉ : બૉલ ટેમ્પરિંગ એક એવો શબ્દ છે, જેને ગત વખતે દુનિયાને હચમચાવી નાખી હતી. ગત વર્ષે બોલ સાથે છેડછાડ (Ball Tampering)ના મામલામાં ઓસ્ટ્રેલિયાના બે સૌથી મોટા ખેલાડી સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નરને એક વર્ષનો પ્રતિબંધ ભોગવવો પડ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાના યુવા ખેલાડી કેમરુન બેનક્રોફ્ટને 6 મહિના માટે પ્રતિબંધની સજા થઈ હતી. આ મામલાને જોતા લાગતું હતું કે હવે ક્રિકેટમાં ભાગ્યે જ બૉલ ટેમ્પિરિંગ થાય. જોકે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં વેસ્ટ ઇન્ડીઝનો ખેલાડી નિકોલસ પૂરન (Nicholas Pooran)કથિત રીતે બૉલથી છેડછાડ કરી રહ્યો છે.

વેસ્ટ ઇન્ડીઝના યુવા બૅટ્સમેન નિકોલસ પૂરનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને લોકો શંકાની નજરે જોઈ રહ્યા છે. આ વીડિયોમાં પૂરન બોલને લોઅર પર ઘસવાની સાથે-સાથે તેને નખથી સ્ક્રેચ કરતો જોવા મળે છે. આ ઘટના લખનઉના ઇકાના સ્ટેડિયમની છે. જ્યાં અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રીજી વન-ડે મેચ રમાઈ હતી. જોકે અત્યાર સુધી એ વાતની પૃષ્ટી નથી થઈ કે પૂરને બોલ સાથે છેડછાડ કરી છે કે નહીં. જો પૂરન સામે ફરિયાદ થશે તો તેને કેટલીક મેચોમાં પ્રતિબંધ ભોગવવો પડી શકે છે.

આ પણ વાંચો - બાંગ્લાદેશ સામે શ્રેણી જીત પછી હાર્દિક પંડ્યાનું સ્થાન ખતરામાં, જાણો કારણનિકોલસ પૂરન આ મામલે દોષિત સાબિત થશે તો વેસ્ટ ઇન્ડીઝ માટે મોટો ફટકો રહેશે. વર્તમાન વિન્ડીઝ ટીમમાં પૂરન સૌથી ટેલેન્ટેડ બૅટ્સમેનોમાંથી એક છે. તેની વન-ડેમાં 44.58ની એવરેજ છે. તે 14 ઇનિંગ્સમાં 1 સદી અને 3 અડધી સદી ફટકારી ચૂક્યો છે. ટી-20માં પણ તે મોટા શોટ્સ માટે પ્રખ્યાત છે.

લખનઉમાં રમાયેલી ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં વેસ્ટ ઇન્ડીઝે અફઘાનિસ્તાનનો 3-0થી વ્હાઇટવોશ કર્યો હતો.
First published: November 12, 2019
વધુ વાંચો
अगली ख़बर