મોહાલીમાં બીજી ટી-20 મેચ રમાશે કે વરસાદ બનશે વિલન, જાણો

News18 Gujarati
Updated: September 17, 2019, 4:27 PM IST
મોહાલીમાં બીજી ટી-20 મેચ રમાશે કે વરસાદ બનશે વિલન, જાણો
મોહાલીમાં બીજી ટી-20 મેચ રમાશે કે વરસાદ બનશે વિલન, જાણો

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 18 સપ્ટેમ્બરે મોહાલીમાં બીજી ટી-20 મેચ રમાશે

  • Share this:
ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa)ની ટીમ ટી-20 વર્લ્ડ કપ પહેલા પોતાની તૈયારીઓને પરખવા માટે પૂરી રીતે તૈયાર છે. ધર્મશાલામાં રમાનાર પ્રથમ ટી-20 મેચ ભારે વરસાદના કારણે રદ થઈ હતી. હવે બંને ટીમો 18 સપ્ટેમ્બરે મોહાલી (Mohali)માં બીજી ટી-20માં ટકરાશે. પ્રથમ ટી-20 ધોવાઈ જતા બધાની નજર મોહાલીમાં છે. જોકે પ્રશંસકોને ચિંતા છે ક મોહાલીમાં (Mohali Weather Report)રમાનાર મેચ પુરી રમાશે કે પછી તેમાં પણ વરસાદ વિલન થશે.

વરસાદની સંભાવના 5 થી 10 ટકા
મોહાલીમાં બીજી ટી-20 મેચને લઈને રાહતના સમાચાર આવી રહ્યા છે. મોહાલીમાં હાલ વાતાવરણ ચોખ્ખું છે અને મેચના દિવસે એટલે કે 18ની સપ્ટેમ્બરે વરસાદની સંભાવના નહીવત્ છે. આ મેચ સાંજે 7 કલાકેથી શરુ થશે. આ દરમિયાન તાપમાન 28 થી 31 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાનો અંદાજ છે. જોકે મેચ દરમિયાન રાત્રે 8.30 કલાક સુધી 5 ટકા અને આ પછી 10 ટકા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આમ મોહાલીમાં મેચ પુરી રમાય તેવી સંભાવના છે.

આ પણ વાંચો - ...તો ક્રિકેટમાં ભ્રષ્ટાચાર રોકવા માટે સટ્ટો થશે કાયદેસર!

ભારત પ્રથમ જીતની શોધમાં
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ભારતમાં કુલ ચાર ટી-20 મેચ રમાઈ છે. જેમાં 2 મેચમાં દક્ષિણ આફ્રિકાનો વિજય થયો છે અને 2 મેચ વરસાદના કારણે રદ થઈ છે. આમ ભારત દક્ષિણ આફ્રિકા સામે ભારતમાં એકપણ ટી-20 મેચ જીતી શક્યું નથી. મોહાલીમાં ભારતીય ટીમ (Indian Cricket Team)દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ જીતવા માટે પ્રયત્ન કરશે.ભારત પ્રવાસમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ત્રણ ટી-20 મેચ અને ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમશે.
First published: September 17, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading