Home /News /sport /IND Vs NZ: એક નબળી ટીમ ઈન્ડિયા પર વારંવાર પડી રહી છે ભારે, બીજી વનડેમાં બેવડાઈ તો હાથમાંથી નીકળી જશે સિરિઝ

IND Vs NZ: એક નબળી ટીમ ઈન્ડિયા પર વારંવાર પડી રહી છે ભારે, બીજી વનડેમાં બેવડાઈ તો હાથમાંથી નીકળી જશે સિરિઝ

ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે હેમિલ્ટનમાં બીજી વનડે રમાશે. (ઈન્ડિયન ક્રિકેટ ટીમ ઈન્સ્ટાગ્રામ)

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વનડે સીરીઝની બીજી મેચ હેમિલ્ટનમાં 27 નવેમ્બરે રમાશે. ઓકલેન્ડમાં પ્રથમ વનડે હાર્યા બાદ ટીમ ઈન્ડિયા શ્રેણીમાં પાછળ રહી ગઈ છે. જો બીજી વનડે હારી જશે તો શ્રેણી હાથમાંથી સરકી જશે અને ભારત ન્યુઝીલેન્ડ સામે સતત છઠ્ઠી વનડે હારી જશે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વનડે સીરીઝની બીજી મેચ હેમિલ્ટનમાં 27 નવેમ્બરે રમાશે. ઓકલેન્ડમાં પ્રથમ વનડે હાર્યા બાદ ટીમ ઈન્ડિયા શ્રેણીમાં પાછળ રહી ગઈ છે. જો બીજી વનડે હારી જશે તો શ્રેણી હાથમાંથી સરકી જશે અને ભારત ન્યુઝીલેન્ડ સામે સતત છઠ્ઠી વનડે હારી જશે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલની ગેરહાજરીમાં છેલ્લી વનડેમાં શિખર ધવન અને શુભમન ગિલે શાનદાર બેટિંગ કરી હતી. આ સાથે જ શ્રેયસ અય્યરે પણ મિડલ ઓર્ડરમાં સારી ઇનિંગ રમી હતી. પરંતુ, બોલિંગ સારી રહી ન હતી અને ટીમ ઈન્ડિયા 306 રનના લક્ષ્યનો બચાવ પણ કરી શકી ન હતી. આ પહેલી વખત નથી બન્યું કે ભારતે ખરાબ બોલિંગને કારણે સારો સ્કોર બનાવવા છતાં મેચ ગુમાવવી પડી હોય.

    ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં ફરી એકવાર જૂની નબળાઈએ ટીમ ઈન્ડિયા પર છવાયેલો છે. ટીમ ઈન્ડિયા ઓકલેન્ડ વનડેમાં માત્ર પાંચ બોલરો સાથે રમી હતી. આ ODIમાં રમનારા ટોપ-6 બેટ્સમેનમાંથી એકે પણ બોલિંગ કરી નથી. ભારત પાંચ બોલરો સાથે મેદાનમાં ઉતર્યું હતું અને વોશિંગ્ટન સુંદર સિવાય અન્ય ચાર બોલરો મોંઘા સાબિત થયા હતા. આ સિરીઝમાં હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા નથી રમી રહ્યા. આવી સ્થિતિમાં ભારત પાસે આ મેચમાં છઠ્ઠા બોલરનો વિકલ્પ નહોતો.

    આવી સ્થિતિમાં, પ્રારંભિક ઓવરોમાં મોંઘી સાબિત થવા છતાં, કેપ્ટન શિખર ધવન પાસે યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ અને શાર્દુલ ઠાકુર સાથે બોલિંગ કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. એટલે કે ટીમને છઠ્ઠો બોલર ન હોવાનો માર સહન કરવો પડ્યો હતો. તેની અસર માત્ર બોલિંગમાં જ નહીં, બેટિંગમાં પણ જોવા મળી હતી. નીચલા ક્રમમાં પંડ્યા, જાડેજાની ગેરહાજરીને કારણે ભારત ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં સારી શરૂઆત છતાં 306 રન બનાવી શક્યું હતું.

    ઓકલેન્ડમાં ભારતને છઠ્ઠા બોલરની ઉણપ વર્તાઈ હતી

    હવે ભારતે હેમિલ્ટન વનડે પહેલા આ નબળાઈનો ઉકેલ શોધવો પડશે અને અત્યારે માત્ર દીપક હુડા જ ભારત માટે આ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. ટીમ ઈન્ડિયા તેને હેમિલ્ટન વનડેમાં પ્લેઈંગ ઈલેવનમાં તક આપી શકે છે. દીપકે ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20માં ભારતની જીતમાં બોલ વડે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે મેચમાં 2.5 ઓવર ફેંકીને 4 વિકેટ ઝડપી હતી.



    દીપક હુડ્ડા બની શકે છે વિકલ્પ

    આવી સ્થિતિમાં, જો કોઈ એક બોલરનો ખરાબ દિવસ હોય, જેમ કે છેલ્લી ODIમાં થયું હતું, તો કેપ્ટન છઠ્ઠા બોલરના વિકલ્પ તરીકે હુડ્ડા સાથે બોલિંગ કરી શકે છે. જો કે, તે સ્થિતિમાં ભારતે એક બેટ્સમેનને ઓછો કરવો પડશે અને કેપ્ટન ધવન અને કોચ વીવીએસ લક્ષ્મણ માટે તે એક બેટ્સમેનને પસંદ કરવાનું સરળ રહેશે નહીં.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Cricket live score, Cricket News Gujarati, Cricket t20 world cup

    विज्ञापन
    विज्ञापन