Home /News /sport /“શું ખીચડી પાકી રહી છે તે અમે જાણીએ છીએ...” રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં કહી દીધી મોટી વાત

“શું ખીચડી પાકી રહી છે તે અમે જાણીએ છીએ...” રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં કહી દીધી મોટી વાત

રોહિત શર્માએ એક વખત ફરીથી ઓપનિંગને લઈને ખુલાસો કર્યો

Team India Press Conference : મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માએ કહ્યું હતું કે “વિરાટે અફઘાનિસ્તાન સામે જે ઇનિંગ રમી તે સાબિત કરી દીધું છે કે તે કોઈપણ પરિસ્થિતિમાં બેટિંગ કરવા સક્ષમ છે પરંતુ તેનો અર્થ એ નથી કે રાહુલ ભારત માટે બિલકુલ રમી શકશે નહીં. હા એ ચોક્કસ છે કે અમને વિરાટ કોહલીના રૂપમાં ત્રીજો ઓપનર મળ્યો છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ જ્યારથી વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન સામે ભારત તરફથી ઓપનિંગ દરમિયાન સદી ફટકારી છે, ત્યારથી જ તેને ઓપનિંગમાં લાવવાની ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી પ્રથમ T20 મેચ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સ્પષ્ટ કરી દીધું છે કે વર્લ્ડ કપ અને ઓસ્ટ્રેલિયા સામે રમાનારી મેચમાં ભારત માટે કોણ ઓપનિંગ કરશે.

    મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માએ કહ્યું હતું કે “વિરાટે અફઘાનિસ્તાન સામે જે ઇનિંગ રમી તે સાબિત કરી દીધું છે કે તે કોઈપણ પરિસ્થિતિમાં બેટિંગ કરવા સક્ષમ છે પરંતુ તેનો અર્થ એ નથી કે રાહુલ ભારત માટે બિલકુલ રમી શકશે નહીં. હા એ ચોક્કસ છે કે અમને વિરાટ કોહલીના રૂપમાં ત્રીજો ઓપનર મળ્યો છે, એટલે કે હવે તે એક નવા વિકલ્પ અને બેકઅપ ઓપનર તરીકે આપણી પાસે છે.

    આ પણ વાંચો- ભારત vs ઓસ્ટ્રેલિયા : સિરીઝમાં બની શકે છે અનેક રેકોર્ડ

    ટીમ માટે રાહુલની ભૂમિકા મહત્વની

    રોહિતે એ પણ સ્પષ્ટ કર્યું કે કેએલ રાહુલના પ્રદર્શનને નજરઅંદાજ કરવામાં આવે છે પરંતુ તે વાત જાણી લેવી જાણવું જરૂરી છે કે રાહુલ ભારત માટે મહત્વપૂર્ણ ખેલાડી છે. તે ઉપરાંત રોહિતે કહ્યું કે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે રમાનાર સિરીઝમાં માત્ર રાહુલ ભારત માટે ઓપનિંગ કરશે. ભારતીય કેપ્ટને એમ પણ કહ્યું કે "અમે જાણીએ છીએ કે આપણી અંદર શું ખીચડી રંધાઇ રહી છે." અમે અમારી સોચને (વિચારસરણી) લઈને એકદમ ક્લિયર છીએ કે રાહુલની ભૂમિકા ટીમ માટે કેટલી મહત્વપૂર્ણ છે.

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ T20 મેચ (IND vs AUS) 20 સપ્ટેમ્બરે મોહાલીમાં રમાશે, જેના માટે બંને ટીમો જોરદાર પ્રેક્ટિસ કરી રહી છે.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: IND vs AUS, Rohit sharma record, Team india, ભારતીય ક્રિકેટ ટીમ, રોહિત શર્મા, વિરાટ કોહલી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन