કોલકાતાથી હાર બાદ ગુસ્સામાં કોહલી, કહ્યું- 'આ જીત માટે લાયક નથી ટીમ '

News18 Gujarati
Updated: April 30, 2018, 4:33 PM IST
કોલકાતાથી હાર બાદ ગુસ્સામાં કોહલી, કહ્યું- 'આ જીત માટે લાયક નથી ટીમ '

  • Share this:
આઈપીએલના 29માં મુકાબલામાં આરસીબીએ કોલકાતાને 176 રનનો ટાર્ગેટ આપ્યો હોવા છતાં પણ 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

ક્રિસ લિનની ઈનિંગ કોહલીની ઈનિંગ પર ભારે પડી હતી. બોલર્સના શાનદાર પ્રદર્શન બાદ ઓપનિંગ બેટ્સમેન ક્રિસ લિનની અર્ધશતકથી કોલકાતા નાઈટ રાઈડર્સે રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 6 વિકેટે ચેલેન્જર્સ બેંગ્લોર વિરૂદ્ધ 6 વિકેટે સરળ જીત નોંધાવી લીધી હતી.

મેચ બાદ કોહલીએ કહ્યું, આ પિચ દરેક વખતે નવી રીતની હોય છે. 175 રનનો સ્કોર સારો હતો, અમને તો 165 પણ ઘણા લાગી રહ્યાં હતા અને અમારી પાસે તો 10 રન વધારાના હતા. જો આખી મેચ જોઈએ તો આ જીત લાયક અમે નહતા. મને લાગી રહ્યું છે કે, અમે જીત માટે જેટલી મહેનત કરવી જોઈએ તેટલી કરી રહ્યાં નથી. અમારે મરણિયા બનીને કોશિશ કરવી પડશે. આ ટીમના બધા જ 11 ખેલાડીઓને એકસાથે મળીને કામ કરવું પડશે અને મેદાનમાં જોશ બતાવવો પડશે. જો અમે આવી જ ફિલ્ડીંગ કરતાં રહીશું અમે જીત લાયક નથી.

આવી ફિલ્ડીંગ ક્યારેય અમને જીત સુધી પહોંચાડી શકશે નહી, કારણ કે એક રનની જગ્યાએ ચાર રન જઈ રહ્યાં હતા. અમારી રમત ખુબ જ ખરાબ હતી. હવે પ્લેઓફમાં જવા માટે અમારે 7માંથી 6 મેચ જીતવી પડશે. હવે દરેક મેચ સેમીફાઈનલ છે, અને આ માઈન્ડસેટ સાથે જ ટીમને રમવું પડશે. હવે ભૂલ, આત્મસંતોષને કોઈ જ જગ્યા નથી. મને પોતાની ટીમ પર આશા છે કે, બધા જ ખેલાડી આગળ વધીને જવાબદારી લેશે અને અમે આગળ વધીને પર્ફોમન્સ કરી શકીશું.
First published: April 30, 2018, 4:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading