ધોનીના ભવિષ્ય પર પસંદગીકારોનું મોટુ નિવેદન, ટિકાકારોને લીધા આડે હાથે

News18 Gujarati
Updated: August 31, 2019, 3:46 PM IST
ધોનીના ભવિષ્ય પર પસંદગીકારોનું મોટુ નિવેદન, ટિકાકારોને લીધા આડે હાથે
ધોનીના ભવિષ્ય પર પસંદગીકારોનું મોટુ નિવેદન, ટિકાકારોને લીધા આડે હાથે

રિપોર્ટમાં એક પસંદગીકારના હવાલાથી કહેવાયું છે કે ધોની હજુ પણ ટીમ ઇન્ડિયાનો મદદગાર છે

  • Share this:
મહેન્દ્રસિંહ ધોની ફરી એક વખત ચર્ચામાં છે. દક્ષિણ આફ્રિકા સામે 3 ટી-20 મેચની શ્રેણીમાં ભારતીય ટીમમાં ધોનીનો સમાવેશ કરાયો નથી. આ પછી સવાલ ઉઠી રહ્યા છે કે ધોનીનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્યાં સુધી રહેશે અને શું તેને આગળ રમવાની તક મળશે કે નહીં. આ દરમિયાન ઇન્ડિયા ટૂડેના રિપોર્ટ પ્રમાણે પસંદગીકારો હજુ પણ ધોની ઉપર ભરોસો કરે છે. રિપોર્ટમાં એક પસંદગીકારના હવાલાથી કહેવાયું છે કે ધોની હજુ પણ ટીમ ઇન્ડિયાનો મદદગાર છે. આ સિવાય જો રિષભ પંતને ઈજા થઈ તો તેના સ્થાને કોણ આવશે તે પણ સવાલ છે. આવા સમયમાં ધોની જો હાજર રહેશે તો ઓછામાં ઓછો એક વિકલ્પ તો રહેશે.

ફિનિશરના રુપમાં ધોનીનો વિકલ્પ નથી
રિપોર્ટમાં કહેવાયું છે કે ટીમ મેનેજમેન્ટને ખબર છે કે ધોની શું કરી શકે છે. ફિનિશર તરીકે આજે પણ તેનો કોઈ વિકલ્પ નથી. જે એકપણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે તેને ખબર હોય છે કે મેદાન ઉપર કેટલું દબાણ હોય છે. જો આપણે પાસે ફિનિશર હોય તો શું આપણે ધોનીને ઉપર ના મોકલ્યો હોત.

ધોનીનો અનુભવ ઘણો કામનો
રિપોર્ટમાં આગળ પસંદગીકારના હવાલાથી કહેવાયું છે કે વર્લ્ડ કપમાં પણ ટીમ મેનેજમેન્ટને ખબર હતી કે ધોનીના અનુભવ દ્વારા નીચેના ક્રમમાં મદદ મળી જશે. તેની ઉપર ઘણા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા પણ સેમિ ફાઇનલમાં બધાને જોયું કે ધોનીના કારણે મેચમાં કેટલા નજીક આવી ગયા હતા.

આ પણ વાંચો - અંબાતી રાયડુએ બે મહિનામાં નિવૃત્તિ પાછી ખેંચી, તમામ ફૉર્મેટમાં ક્રિકેટ રમશે
રિપોર્ટમાં કહેવાયું છે કે ટીમ મેનેજમેન્ટને ખબર છે કે ધોની શું કરી શકે છે. ફિનિશર તરીકે આજે પણ તેનો કોઈ વિકલ્પ નથી


ધોની ઉપર સવાલ ઉઠાવવા આસાન
પસંદગીકોએ ધોનીના ટિકાકારોને આડે હાથે લેતા કહ્યું હતું કે ધોની પોતાની કારકિર્દીમાં જેટલી મેચો જીત્યો છે તેટલી કદાચ કોઈએ જોઈ પણ ના હોય. જે બેટ્સમેને 350 વન-ડે અને 100ની આસપાસ ટી-20 મેચ રમી હોય તેની ઉપર કોમેન્ટ કરવી આસાન છે. ટેકનિકમાં દુનિયામાં જ્યારે ધોની બેટિંગ માટે જાય છે તો શું વિપક્ષી ટીમ તૈયારી કરીને નથી આવતી. તે ધોનીની કમજોરી અને તાકાત ઉપર કામ કરે છે.
First published: August 31, 2019, 3:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading