આઈપીએલની 11મી સિઝનની ફાઈનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ વિરૂદ્ધ 57 બોલમાં 117 રનની અણનમ શતકીય ઈનિંગ રમીને ચેન્નાઈ સુપર કિંગ્સને ત્રીજી વખત ખિતાબ અપાવનાર શેન વોટ્સને કહ્યું કે, તેમની આ ઈનિંગ સ્પેશ્યલ છે.
હૈદરાબાદે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલ ફાઈનલ મેચમાં ચેન્નાઈ સામે 179 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. આ ટાર્ગેટને ચેન્નાઈએ વોટ્સનની સદીની મદદથી 18.3 ઓવરમાં બે વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો.
રાત રહી ખુબ જ ખાસ
મેચ પછી મેન ઓફ ધ મેચ વોટ્સને કહ્યું, 'આ સ્પેશ્યલ સિઝન રહી છે. પાછલી સિઝન પછી મને તક મળવી મારા માટે અવિશ્વનીય હતી. આજ રાત્રે મારા માટે બધી જ ચીજો સારી રહી, જેમાં આ મોટી મેચમાં આ ઈનિંગ રમવી માટે સ્પેશ્યલ રહી'
ભુવનેશ્વરના કર્યા વખાણ
હૈદરાબાદના ભુવનેશ્વર કુમારે શરૂઆતમાં વોટ્સનને ખુબ જ હેરાન કર્યો. આના પર ભુવનેશ્વરની તારીફ કરતાં વોટ્સને કહ્યું, "તે દસ બોલ પછી મારી કોશિસ લય મેળવવાની હતી. ભુવનેશ્વરે શાનદાર બોલિંગ કરી. અમારે પહેલી 06 ઓવરમાં વિકેટ ગુમાવવાની નહતી. જ્યારે બોલ સ્વિંગ થતો નહતો ત્યારે અમારા માટે સરળતા થઈ ગઈ હતી."
પોતાના નામે કર્યો રેકોર્ડ
વોટ્સને આ સિઝનમાં બીજી સદી ફટકારી હતી. તે આઈપીએલમાં ફાઈનલમાં ટાર્ગેટનો પીછો કરતા સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તે ઉપરાંત એક આઈપીએલ સિઝનમાં બે શતક ફટકારનાર ચોથો ખેલાડી બની ગયો છે.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર