આઈપીએલ-11માં મહેન્દ્રસિંહ ધોનીએ અત્યાર સુધી શાનદાર રમત દર્શાવી છે. ચેન્નાઈ સુપરકિંગ્સના આ કેપ્ટને જે રીતે ખરાબ સ્થિતિમાં આવેલી ટીમને દરેક વખત નિકાળી છે, જેના કારણે હાલમાં સીએકે પોઈન્ટ ટેબલમાં ટોપ પર બનેલી છે.
આ આઈપીએલમાં ધોની સતત બોલર્સની ધોલાઈ કરી રહ્યો છે. ભારતમાં ધોનીના લાખો ફેન્સ છે, જે તેનાથી મળવા માટે તરસે છે. ગુરૂવારે કેકેઆર વિરૂદ્ધ મેચ દરમિયાન કંઈક આવું જ જોવા મળ્યું હતું.
કોલકાતા વિરૂદ્ધ ચેન્નાઈની ટીમ બેટિંગ કરી રહી હતી અને 11 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 97 રન બનાવી લીધા હતા. તે સમયે ધોની પોતાની ટીમ સાથે રણનીતિ બનાવી રહ્યો હતો ત્યારે જ એક યુવા ફેન તેના પાસે પહોંચી ગયો અને ધોનીના પગે લાગ્યો. ધોનીએ તેની પીઠ પર હાથ મૂકીને તેને આશીર્વાદ આપ્યા અને ત્યાંથી જવા માટે કહ્યું, સુરક્ષાકર્મીઓ તરત જ ફેનને ત્યાથી લઈ ગયા હતા.