Home /News /sport /VIDEO: સચિન તેંડુલકર સાથે ડિનર કે ધોની સાથે ટ્રેનિંગ? ઋતુરાજ ગાયકવાડના જવાબે દિલ જીતી લીધું

VIDEO: સચિન તેંડુલકર સાથે ડિનર કે ધોની સાથે ટ્રેનિંગ? ઋતુરાજ ગાયકવાડના જવાબે દિલ જીતી લીધું

બીસીસીઆઈએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર રુતુરાજ ગાયકવાડના રેપિડ ફાયરનો વીડિયો પોસ્ટ કર્યો છે

Ruturaj Gaikwad News - બીસીસીઆઈએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર રુતુરાજ ગાયકવાડના રેપિડ ફાયરનો વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે ખૂબ જ શાનદાર અંદાજમાં મુશ્કેલ સવાલોના જવાબ આપ્યા

મુંબઈ : પ્રતિભાશાળી બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે (Ruturaj Gaikwad) IPLમાં પહેલેથી જ ઓળખ સાબિત કરી દીધી છે. IPLમાં તેણે ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)નું પ્રતિનિધિત્વ કર્યું હતું. ભારતીય ક્રિકેટ ટીમમાં સખત સ્પર્ધાને કારણે રુતુરાજ ગાયકવાડેને એટલી તકો મળી નથી. પણ તેનું પ્રદર્શન શાનદાર છે. ઋતુરાજ હાલ ઝિમ્બાબ્વે (Team India tour on Zimbabwe)ના પ્રવાસે છે. જોકે ત્રણ મેચની શ્રેણીમાં ડેબ્યૂ કરવાની તક મળી ન હતી.

બીસીસીઆઈએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર રુતુરાજ ગાયકવાડના રેપિડ ફાયરનો વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે ખૂબ જ શાનદાર અંદાજમાં મુશ્કેલ સવાલોના જવાબ આપીને પ્રશંસકોના દિલ જીતી લીધા છે. તેમાં સવાલ એ હતો કે, તું સચિન તેંડુલકર સાથે ડિનર લેવાનું પસંદ કરીશ કે ધોની સાથે ટ્રેનિંગ લેવાનું પસંદ કરીશ?

ટેનિસના સવાલનો આપ્યો આવો જવાબ


ગાયકવાડે પૂણેમાં પોતાના ફેવરિટ ફૂડ ઢોસા ગણાવી રેપિડ ફાયર રાઉન્ડની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેણે ટેનિસમાં પોતાનો રસ હોવાનું કહ્યું હતું. આ પછી તેને ટેનિસના બે મહાન ખેલાડીઓ રફેલ નડાલ અને નોવાક જોકોવિચમાંથી કોઈ એક સાથે સેશન વિશે પૂછવામાં આવ્યું હતું, જેમાં તેણે રોજર ફેડરરનું નામ લીધું હતું.


આ પણ વાંચો - એશિયા કપ 2022: ધોનીના કપાયેલા માથાથી લઈને કામરાન-ગંભીરની લડાઇ, આ છે એશિયા કપના 5 વિવાદ


સચિન તેંડુલકર સાથે ડિનર કે એમએસ ધોની સાથે ટ્રેનિંગ?


આ પછી જ્યારે તેને સચિન તેંડુલકર સાથે ડિનર કે એમએસ ધોની સાથે ટ્રેનિંગ સેશનનો સવાલ પૂછવામાં આવ્યો હતો? જેમાં તેણે તેનો જવાબ ખૂબ જ શાનદાર રીતે આપ્યો હતો. ગાયકવાડે કહ્યું કે તે પહેલા એમએસ ધોની સાથે ટ્રેનિંગ સેશન કરશે અને પછી સચિન તેંડુલકર સાથે ડિનર પર જશે.

સચિન , વિરાટ  અને રોહિત ઓલ ટાઈમ ફેવરિટ


ગાયકવાડે વધુમાં કહ્યું કે, તે સ્પિનરો કરતાં ફાસ્ટ બોલરો સામે રમવાનું વધુ પસંદ કરે છે. ઓલ ટાઈમ ફેવરિટ ક્રિકેટરોમાં તેણે સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રોહિત શર્માનું નામ લીધું હતું. ગાયકવાડે ઇશાન કિશનને તેના ફેવરિટ બેટિંગ પાર્ટનર તરીકે પસંદ કર્યો હતો અને ટેસ્ટ ડેબ્યૂ માટે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડની પસંદગી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ઋતુરાજ ગાયકવાડે 9 ટી-20માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. રુતુરાજનો લિસ્ટ A ના શાનદાર રેકોર્ડ છતાં હજુ સુધી વન-ડેમાં ડેબ્યૂ કરી શક્યો નથી. લિસ્ટ Aમાં તે 64 મેચ રમ્યો છે. જેમાં તેણે 3284 રન કર્યા છે અને તેની સરેરાશ 54.73ની છે.
First published:

Tags: Ms dhoni, Ruturaj Gaikwad, સચિન તેંડુલકર

विज्ञापन
विज्ञापन