Home /News /sport /VIDEO: કેરળમાં ફૂટબોલ મેચ દરમિયાન સ્ટેન્ડ્સ તૂટી પડ્યું, અફરાતફરી મચી, દુર્ઘટનામાં 200 લોકો ઇજાગ્રસ્ત

VIDEO: કેરળમાં ફૂટબોલ મેચ દરમિયાન સ્ટેન્ડ્સ તૂટી પડ્યું, અફરાતફરી મચી, દુર્ઘટનામાં 200 લોકો ઇજાગ્રસ્ત

ફૂટબોલ મેચ જોવા માટે 3000થી વધારે લોકો ઉપસ્થિત હતા

gallery collapsed football match - આ ઓલ ઇન્ડિયા સેવેંસ ફૂટબોલ ટૂર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો હતો

    મલ્લપુરમ : કેરળમાં (kerala)એક લોકલ ફૂટબોલ મેચ (football match)દરમિયાન તે સમયે મોટી દુર્ઘટના બની હતી જ્યારે દર્શકોનું અસ્થાયી સ્ટેન્ડ્સ તુટી પડ્યું ( gallery collapsed football match)હતું. આ દુર્ઘટનામાં લગભગ 200 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં 15ની હાલત ઘણી ગંભીર બતાવવામાં આવી રહી છે. બધાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તમાં બાળકો પણ સામેલ છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે.

    કેરળના એક ડિજિટલ ન્યૂઝ પોર્ટલ માતૃભૂમિના મતે આ ફૂટબોલ મેચ કલિકાવુના પૂંગોડ સ્થિત એલપી સ્કૂલ ગ્રાઉન્ડમાં રમાઇ રહી હતી. આ ઓલ ઇન્ડિયા સેવેંસ ફૂટબોલ ટૂર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો હતો. મલપ્પુરમ જિલ્લાની આ ઘણી પ્રતિષ્ઠિત ફૂટબોલ ટૂર્નામેન્ટ છે. દર્શકોના સ્ટેન્ડ્સમાં આ ઘટના બની હતી. તે સમયે ફૂટબોલ મેચ જોવા માટે 3000થી વધારે લોકો ઉપસ્થિત હતા.

    આ પણ વાંચો - જરૂર પડી તો ધોની સાથે સૌથી પહેલા ઉભો રહેનાર વ્યક્તિ હું જ હોઈશ, વિવાદ પર બોલ્યો ગૌતમ ગંભીર



    આ દુર્ઘટના લગભગ રાત્રે 9 કલાકની આસપાસ બની હતી. લોકો 2 સ્થાનીય ટીમો વચ્ચે ફાઇનલ મુકાબલો જોવા પહોંચ્યા હતા. મેચ શરૂ થતા જ આ દુર્ઘટના બની હતી. દર્શકો ગેલેરીમાં ક્ષમતા કરતા વધારે લોકો બેઠા હતા.

    સ્થાનિક લોકોનો આરોપ છે કે ગેલેરી સંપૂર્ણ ભરાઈ ગયા પછી પણ આયોજકોએ મુલાકાતીઓની અવરજવર બંધ કરી ન હતી. જેના કારણે આ અકસ્માત થયો છે.

    આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડીની ગોળી મારીને હત્યા

    થોડા દિવસ પહેલા પંજાબના માલિયામાં સોમવારે મેચ દરમિયાન આંતરરાષ્ટ્રીય કબડ્ડી (Kabaddi)ખેલાડી સંદીપ નંગલ અંબિયનની ગોળી મારીને હત્યા ( Sandeep Nangal Ambian Shot Dead)કરી દેવામાં આવી હતી. અંબિયાન ગામના રહેવાસી સંદીપની (Sandeep Nangal Ambian)સાંજે જાલંધરના માલિયામાં કબડ્ડી કપ દરમિયાન અજાણ્યા હુમલાખોરે હત્યા કરી દીધી છે. જાણકારી પ્રમાણે માથામાં અને છાતીમાં લગભગ 20 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવી હતી.

    ઇજાગ્રસ્ત અવસ્થામાં સંદીપ નંગલને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જોકે તેણે દમ તોડી દીધો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આજે સાંજે સ્ટેડિયમમાં રમાઇ રહેલી કબડ્ડી ટૂર્નામેન્ટના એક મુકાબલા દરમિયાન અચાનક અંધાધુંધ ગોળીબારી શરુ થયો હતો. આ ફાયરિંગમાં કબડ્ડી ટીમમાં સામેલ ખેલાડી સંદીપ નંગલ અંબિયનને ઘણી ગાળીઓ વાગી હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: કેરલ, વાયરલ વીડિયો

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन