ભારતીય ક્રિકેટ ટીમનો વિકેટકીપર એમએસ ધોની હાલના દિવસોમાં આરામ કરી રહ્યો છે. તે ટીમ ઇન્ડિયાની ટી-20 ટીમનો ભાગ નથી. જેથી તે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયો નથી. પોતાના પરિવાર સાથે વેકેશન માણી રહ્યો છે. ધોનીએ શનિવારે પોતાની પુત્રી ઝીવા સાથેનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે બે ભાષાઓમાં વાત કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં ઝીવા પોતાના પિતા ધોની સાથે ભોજપુરી અને તમિલમાં વાત કરતો જોવા મળે છે.
ઝીવા પહેલા ભોજપુરીમાં ધોનીને પુછે છે કે..એ મહેન્દ્રસિંહ ધોની કઈસન બા? આ પછી ધોની કહે છે કે ઠીકે બા. આ પછી ઝીવા તમિલમાં પુછે છે કે ઇપડ્ડી ઇરુકિંગા (તમે કેમ છો) આ સવાલનો જવાબ આપતા ધોની કહે છે કે નાન નલ્લા ઇરુકેન (હું સારો છું) આ મજેદાર વીડિયો ધોનીએ ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા ઉપર ઘણો વાયરલ થયો છે.