Video : જીવા સાથે અંતિમ વખત ડ્રેસિંગ રૂમમાં ગયો ધોની, પૂણેને આપી ભાવૂક વિદાઈ

  • Share this:
    આઈપીએલની અંતિમ લીગ મેચ ચેન્નાઈ અને પંજાબ વચ્ચે પુણેમાં રમાઈ. ચેન્નાઈએ આ મેચ 5 વિકેટથી પોતાના નામે કરી લીધો અને આ સાથે જ પંજાબને પ્લેઓફમાં જવાથી રોકી દીધી હતી.

    ચેન્નાઈના પુણેના હોમગ્રાઉન્ડમાં આ અંતિમ મેચ હતી. ધોનીએ સિઝનમાં અંતિમ લીગ મેચ પોતાના હોમ ગ્રાઉન્ડ પુણેને ભાવૂક વિદાઈ આપી હતી. ધોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પુત્રી જીવા સાથે એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ધોની જીવા સાથે અંતિમ વખત ડ્રેસિંગ રૂમની અંદર તરફ વધી રહ્યાં છે.

    મેચ પછી ધોની ભાવૂક થઈ ગયા અને તેમને લખ્યું, "પુણે ડ્રેસિંગ રૂમની તરફ અંતિમ વખતે જતી વખતે જીવાએ મારો સાથ આપ્યો. ચેન્નાઈને સપોર્ટ કરવા માટે અને આખા સ્ટેડિયમને પીળા રંગથી રંગવા માટે પુણેનો આભાર. મને આશા છે કે, ચેન્નાઈ સુપરકિંગ્સે તમારૂ ભરપૂર મનોરંજન કર્યુ."




    પુણેમાં રમાયેલ અંતિમ લીગ મેચમાં સુરેશ રૈના (અણનમ 61) અને દિપર ચહર (39)ની શાનદાર ઈનિંગ મદદથી ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબ ઈલેવન પંજાબને પાંચ વિકેટે હરાવીને તેને પ્લેઓફમાંથી બહાર કરી દીધી હતી. પંજાબે આપેલા 153 રનના ટાર્ગેટને ચેન્નાઈએ 19.1 ઓવરમાં પાંચ વિકેટના નુકશાને મેળવી લીધો હતો.
    Published by:Mujahid Tunvar
    First published: