સિડનીમાં રહાણેએ કર્યો ચમત્કારીક કેચ, ટીમ ઇન્ડિયાએ આવી રીતે કરી ઉજવણી

ભારતના 622/7 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગ્સમાં 6 વિકેટ ગુમાવી 236 રન બનાવી લીધા

News18 Gujarati
Updated: January 5, 2019, 3:44 PM IST
સિડનીમાં રહાણેએ કર્યો ચમત્કારીક કેચ, ટીમ ઇન્ડિયાએ આવી રીતે કરી ઉજવણી
સિડનીમાં રહાણેએ કર્યો ચમત્કારીક કેચ
News18 Gujarati
Updated: January 5, 2019, 3:44 PM IST
સિડની ટેસ્ટમાં ત્રીજા દિવસે વરસાદ અને ઝાંખા પ્રકાશના કારણે મેચ 16.3 ઓવર પહેલા જ ખતમ ગઈ હતી. ભારતના 622/7 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગ્સમાં 6 વિકેટ ગુમાવી 236 રન બનાવી લીધા છે. ટીમ ફોલોઓન બચાવવા સંઘર્ષ કરી રહી છે. આ મેચમાં ટીમ ઇન્ડિયાના ઉપ-સુકાની અજિંક્ય રહાણેએ શાનદાર કેચ કરીને હીરો બની ગયો હતો.

આ કેચના કારણે રહાણે ચર્ચામાં છે. આ ઘટના ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સમાં 52મી ઓવરમાં બની હતી. આ ઓવરમાં રહાણેએ મોહમ્મદ શમીના બોલ પર માર્નસ લબુશાન (38)નો શોર્ટ મિડવિકેટ પર શાનદાર કેચ કર્યો હતો. આ પછી ટીમ ઇન્ડિયાની ઉજવણી જોવા લાયક હતી. કોમેન્ટેટર પણ રહાણેની પ્રશંસા કરવા લાગ્યા હતા. આ કેચના કારણે રહાણે ટ્વિટર ઉપર ટ્રેન્ડ થઈ ગયો હતો. તેના પ્રશંસકોએ તેને ખાસ અંદાજમાં સલામ કરી હતી.

Loading...

ચોથા દિવસે રમત વહેલી શરુ થશે
ચોથા દિવસની રમત અડધો કલાક પહેલા શરુ થશે. એવા સમયે જોવું રસપ્રદ રહેશે કે પીટર હેન્ડસકોમ્બ (28*) અને પેટ કમિન્સ (25*) ઓસ્ટ્રેલિયાના સંઘર્ષને ક્યાં સુધી ખેંચી શકશે.

ભારત તરફથી કુલદીપ યાદવે 3, રવીન્દ્ર જાડેજાએ 2 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ શમીને 1 વિકેટ મળી હતી.
First published: January 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...