વસીમ જાફરે ઉત્તરાખંડ ટીમમાં આપી મુસ્લિમ ખેલાડીઓને પ્રાથમિકતા? આરોપો પર જાફરે આપ્યો જવાબ

વસીમ જાફરે ઉત્તરાખંડ ટીમમાં આપી મુસ્લિમ ખેલાડીઓને પ્રાથમિકતા? આરોપો પર જાફરે આપ્યો જવાબ

જાફરે મંગળવારે પસંદગીમાં દખલ અને પસંદગીકર્તા તથા એસોસિયેશનના સચિવના પક્ષપાતપૂર્ણ વલણને લઈને રાજીનામું આપ્યું

 • Share this:
  નવી દિલ્હી : ઉત્તરાખંડ ક્રિકેટ એસોસિયેશન સાથે મતભેદના કારણે કોચ પદેથી રાજીનામું આપનાર પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે (Wasim Jaffer)બુધવારે પ્રદેશ એસોસિયેશનના તે આરોપોને ફગાવી દીધા છે કે તેણે ધર્મના આધારે પસંદગીનો પ્રયત્ન કર્યો છે. ભારત માટે 31 ટેસ્ટ રમનાર જાફરે કહ્યું કે ટીમમાં મુસ્લિમ ખેલાડીઓને પ્રાથમિકતા આપવાના ઉત્તરાખંડ ક્રિકેટ એસોસિયેશનના સચિવ માહિમ વર્માના આરોપોથી તેને ઘણી તકલીફ પહોંચી છે. જાફરે મંગળવારે પસંદગીમાં દખલ અને પસંદગીકર્તા તથા એસોસિયેશનના સચિવના પક્ષપાતપૂર્ણ વલણને લઈને રાજીનામું આપ્યું હતું.

  જાફરે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જે કમ્યુનલ એંગલ બનાવ્યો તે ઘણો દુખદ છે. તેમણે આરોપ લગાવ્યો તે હું ઇકબાલ અબ્દુલાનું સમર્થન કરું છું અને તેને કેપ્ટન બનાવવા માંગું છું, તે સાવ ખોટું છે. જાફરે તે આરોપ પણ ફગાવ્યા કે ટીમના પ્રેક્ટિસ સેશનમાં તે મૌલવીઓને લઈને આવ્યો હતો. જાફરે કહ્યું કે તેમણે કહ્યું કે બાયો બબલમાં મૌલવી આવ્યા અને અને નમાજ પઢી. હું તમને બતાવવા માંગું છું કે મૌલવી, મૌલાના જે પણ દેહરાદૂન કેમ્પ દરમિયાન બે કે ત્રણ જુમ્માના દિવસે આવ્યા તેમને મેં બોલાવ્યા ન હતા.

  આ પણ વાંચો - વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું સમીકરણ, એક સ્થાન માટે 3 દાવેદાર, જાણો ભારતને કેટલી છે તક

  જાફરે કહ્યું કે ઇકબાલ અબ્દુલાએ મારી અને મેનેજરની મંજૂરી માંગી હતી. દરરોજ અમે રૂમમાં જ નમાજ પઢતા હતા પણ જુમ્માની નમાજ મળીને પઢીએ તો અને આ માટે કોઈ આવે તો સારું રહેશે. અમે નેટ અભ્યાસ પછી પાંચ મિનિટ ડ્રેસિંગ રૂમમાં નમાજ પઢી હતી. જો આ સાંપ્રદાયિક છે તો હું નમાજના સમય પ્રમાણે અભ્યાસનો સમય બદલી શકતો હતો પણ હું આવો નથી. મારી સમજમાં એ નથી આવતું તે તેમાં શું મોટી વાત છે.
  Published by:Ashish Goyal
  First published: