Home /News /sport /HARDIK PANDYA CAPTAINCY: હાર્દિક પંડયા પર ફીદા થઇ ગયો ટીમ ઈન્ડિયાનો પૂર્વ ખેલાડી! એક ખાસ કર્યા વખાણ
HARDIK PANDYA CAPTAINCY: હાર્દિક પંડયા પર ફીદા થઇ ગયો ટીમ ઈન્ડિયાનો પૂર્વ ખેલાડી! એક ખાસ કર્યા વખાણ
હાર્દિક પંડ્યા
HARDIK PANDYA CAPTAINCY: વસીમ જાફરે ભારતની જીત અને હાર્દિક પંડ્યાની બોલિંગ અંગે નિવેદન આપ્યું છે. તેમણે ESPN ક્રિન્સિફોને જણાવ્યું છે કે, ‘રવિવારની મેચમાં સ્પિનરોને બોલિંગ કરવાની તક આપી હતી.
WASIM JAFFER ON HARDIK PANDYA: 29 જાન્યુઆરીના રોજ લખનઉમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે મેચ રમી હતી. જેમાં ભારતનો વિજય થયો હતો. ત્યારબાદ વસીમ જાફરે હાર્દિક પંડ્યાની ભરપેટ પ્રશંસા કરી છે. તેમનું કહેવું છે કે, રાંચીમાં જે ભૂલ કરી હતી તેમાંથી શીખ મેળવીને સ્પિનરોનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો છે. વસીમ જાફરે લખનઉ સ્ટેડિયમની પીચ પર નિરાશા વ્યક્ત કરી હતી, તેમણે જણાવ્યું હતું કે, T20I માટે લખનઉની પીચ યોગ્ય નથી.
ભારતીય ટીમે રવિવારના રોજ ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવીને ત્રણ મેચની સીરિઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે. ટોસ હાર્યા બાદ ભારતીય ટીમે પહેલા બોલિંગ કરી હતી અને ન્યૂઝીલેન્ડે 8 વિકેટ પર 99 રન કર્યા હતા. ભારતે લક્ષ્યાંકનો પીછો કરીને આ મેચ જીતી લીધી છે.
ભારતે ચાર વિકેટ ગુમાવીને 70 રન કર્યા હતા. ત્યારબાદ સૂર્યકુમાર યાદવ અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ ભાગીદારીમાં 31 રન કર્યા હતા. ત્યારબાદ ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને આ મેચ જીતી લીધી હતી.
વસીમ જાફરે ભારતની જીત અને હાર્દિક પંડ્યાની બોલિંગ અંગે નિવેદન આપ્યું છે. તેમણે ESPN ક્રિન્સિફોને જણાવ્યું છે કે, ‘રવિવારની મેચમાં સ્પિનરોને બોલિંગ કરવાની તક આપી હતી. અર્શદીપ સિંહે બોલિંગ કરી ન હતી.
વસીમ જાફરે જણાવ્યું કે, લખનઉના ક્રિકેટ સ્ટેડિયમની પીચ રાંચીની જેમ યોગ્ય નહોતી. આ પીચ T20 માટે સારી નહોતી, પરંતુ અંતમાં દર્શકોને મેચમાં ખૂબ જ મજા આવી હતી કે, ભારતે આ મેચમાં જીત મેળવી છે. રણજી ટ્રોફીમાં આ પ્રકારની મેચ હોય છે, આંતરરાષ્ટ્રીય મેચમાં આ પ્રકારની પીચ હોવી તે એક અયોગ્ય બાબત છે. લખનઉમાં કોઈ રણજી મેચ હોય તો સ્પિન માટે અનેક તક હોય છે. આંતરરાષ્ટ્રીય મેચ માટે આ પ્રકારની પીચનો ઉપયોગ કરવામાં આવ્યો તે જોઈને મને ખૂબ જ નવાઈ લાગે છે.
ભારતીય ખેલાડી સૂર્યકુમાર યાદવે 26 રન કર્યા હતા અને ન્યૂઝીલેન્ડનો એકપણ ખેલાડી 20થી વધુ રન કરી શક્યો નથી. રાંચીમાં રમવામાં આવેલ મેચની સરખામણીએ રવિવારે ભારતીય સ્પિનરોએ ખૂબ જ ચતુરાઈથી ગેમ રમી હતી.
રવિવારે ભારતીય અને ન્યૂઝીલેન્ડની ટીમે ખૂબ જ સરસ બોલિંગ કરી હતી. મને એવું લાગ્યું હતું કે, રાંચીમાં રમવામાં આવેલ મેચની સરખામણીએ ભારતીય સ્પિનરોએ ખૂબ જ સ્માર્ટલી આ મેચ રમી હતી.
પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે જણાવ્યું છે કે, લખનઉની પીચ પર 120-130 રન ફટકારી શક્યા હોત. ન્યૂઝીલેન્ડ 99 રન પર ક્લીન બોલ્ડ થઈ ગયું હતું. જો ન્યૂઝીલેન્ડની ટીમે 120 રન કર્યા હોત તો ભારત માટે આટલા રન કરવા ખૂબ જ મુશ્કેલીભર્યું હોત. 1 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 સીરિઝની છેલ્લી મેચ રમવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર