આયર્લેન્ડ વિરૂદ્ધ ઐતિહાસિક ટેસ્ટ મેચ રમી રહેલ ટીમ પાકિસ્તાનની ટીમ આ વખતે નવી કિટ સાથે મેદાનમાં ઉતરી છે. પરંતુ આ નવી કિટને લઈને પાકિસ્તાન ટીમ માટે નવો વિવાદ ઉભો થઈ ગયો છે. વિવાદનું કારણ છે પાકિસ્તાની ટીમની ડ્રેસના સ્વેટર પરથી લીલો રંગ ગાયબ થઈ ગયો છે. ટીમ મેનેજમેન્ટનું ધ્યાન પણ આ બાબત પર ગયું નહતું. આ વાત પર પીસીબીનું ધ્યાન પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમે ટ્વિટ કર્યા બાદ આવ્યું. અકરમે ટ્વિટ કરીને પીસીબીને આના પર પ્રશ્ન કર્યો હતો. પાકિસ્તાનની જુની કિટના સ્વેટર પર નીચેની તરફ લીલા રંગની પટ્ટી રહેલી હતી.
અકરમે ટીવી પર ચાલી રહેલ મેચની ફોટો ખેંચીને ટ્વિટર પર નાંખી. આના સાથે લખ્યું, "આપણા સ્વેટર પરથી હરી પટ્ટી ક્યાં ચાલી ગઈ? આ ઠિક વાત નથી." અકરમે કરેલ આ ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. ત્યાર ઘણા લોકોએ આ વિશે ટ્વિટ કર્યા.
પાકિસ્તાની અકરમના ટ્વિટ બાદ પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ ટ્વિટ કરીને જવાબ આપ્યો, "વસીમ અકરમ આ તરફ ધ્યાન અપાવવા બદલ આભાર. અમે ગંભીરતાથી આ બાબતે તપાસ કરીશું."
આ પહેલી વખત છે, જ્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ નેશનલ ટીમની કિટને લઈને તપાસ કરશે. પાકિસ્તાન ટીમની કિટ બાહરથી તૈયાર થાય છે અને બોર્ડ માત્ર ઈનપુટ આપે છે. જેના કારણે તૈયાર થયેલ કિટની તપાસ થઈ શકતી નથી. આમ પાછલા વર્ષ યૂએસઈમાં થયેલ સિરીઝમાં પણ કિટથી લીલો રંગ ગાયબ હતો. પાકિસ્તાને હાલના વર્ષોમાં ટેસ્ટમાં ક્રિમ રંગને ફરીથી જર્સી અને કિટમાં સામેલ કર્યો છે. બાકીના દેશ સફેદ રંગ અપનાવી રહ્યાં છે.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર