Home /News /sport /VIDEO: વોશિંગ્ટન સુંદર શિખર ધવનનું માથું દબાવતો જોવા મળ્યો... શું તમે ક્યારેય 'ગબ્બર'ને દક્ષિણની ભાષામાં વાત કરતા સાંભળ્યા છે?

VIDEO: વોશિંગ્ટન સુંદર શિખર ધવનનું માથું દબાવતો જોવા મળ્યો... શું તમે ક્યારેય 'ગબ્બર'ને દક્ષિણની ભાષામાં વાત કરતા સાંભળ્યા છે?

શિખર-વોશિંગ્ટનનો વીડિયો વાયરલ

Shikhar Dhawan Washington Sundar’s Video: શિખર ધવન હાલમાં ટીમ ઈન્ડિયામાંથી બહાર છે. ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે 3 મેચની વનડે શ્રેણી રમવાની છે. વનડે માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ધવન સાઉથ આફ્રિકા સામે ટીમની કપ્તાની કરતો જોવા મળી શકે છે.

વધુ જુઓ ...
    Shikhar Dhawan Washington Sundar’s Video: શિખર ધવન હાલમાં ટીમ ઈન્ડિયામાંથી બહાર છે. ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે 3 મેચની વનડે શ્રેણી રમવાની છે. વનડે માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ધવન સાઉથ આફ્રિકા સામે ટીમની કપ્તાની કરતો જોવા મળી શકે છે.

    ભારતીય ક્રિકેટ ટીમનો અનુભવી ઓપનર શિખર ધવન આ દિવસોમાં બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં છે. શિખરની સાથે ટીમ ઈન્ડિયાનો બોલિંગ ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર પણ ત્યાં હાજર છે. બંને ખેલાડીઓ હાલમાં ઈજામાંથી સાજા થઈને રિહેબની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે.

    આ પણ વાંચો : શોએબ અખ્તરે જસપ્રિત બુમરાહ માટે વ્યક્ત કરી ચિંતા, 'ફ્રન્ટલ એક્શન બોલરને કાયમી થઈ શકે પીઠ દર્દની સમસ્યા’

    ધવન સોશિયલ મીડિયા પર પણ ઘણો એક્ટિવ છે. તે સમયાંતરે તેના ફની વીડિયો અને ફોટો શેર કરતો રહે છે. ટીમ ઈન્ડિયામાં 'ગબ્બર'ના નામથી ફેમસ ધવને તેના ઈન્સ્ટાગ્રામ પર એક રીલ અપલોડ કરી છે જેમાં તે હેડ મસાજ કરાવતો જોવા મળી રહ્યો છે.




    ધવન-સુંદરનો વીડિયો વાયરલ થયો

    ગુરુવારે (29 સપ્ટેમ્બર) શિખર ધવને ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર પણ જોવા મળી રહ્યો છે. ધવન કસરત કર્યા પછી બેઠો છે અને વોશિંગ્ટન સુંદર પાછળથી તેના માથામાં માલિશ કરી રહ્યો છે. આ દરમિયાન બંને દક્ષિણની કોઈને કોઈ ભાષામાં વાત કરતા જોવા મળે છે. બંને ખેલાડીઓ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.


    શિખર ધવને વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, 'સાઉથમાં રહીને સાઉથનો ડાયલોગ તો બની જ શકે.' શિખરનો આ વીડિયો લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના નવા ફિનિશર દિનેશ કાર્તિકે પણ ટિપ્પણી કરી છે. કાર્તિકે હસતા ઇમોજી સાથે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Shikhar dhavan, Sports news, ક્રિકેટ, ક્રિકેટ ન્યૂઝ, સ્પોર્ટસ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन