શોએબ અખ્તરે કહ્યું - હું મેચ ફિક્સરોથી ઘેરાયેલો હતો, 21 પ્લેયર્સ સામે રમતો

શોએબ અખ્તરે

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે મેચ ફિક્સિંગ મુદ્દે નવો ખુલાસો કરીને સનસનાટી મચાવી

 • Share this:
  ઇસ્લામાબાદ : મેચ ફિક્સિંગ (Match Fixing)ની જાળમાં પાકિસ્તાની ક્રિકેટર હંમેશા ફસાતા રહ્યા છે. આવા સમયે પાકિસ્તાન (Pakistan)ના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે (Shoaib Akhtar) મેચ ફિક્સિંગ મુદ્દે નવો ખુલાસો કરીને સનસનાટી મચાવી છે. અખ્તરે એક ટીવી શો માં પાકિસ્તાનના ક્રિકેટરો મેચ ફિક્સિંગમાં ફસાયા પછી ટીમની અંદર બનેલા માહોલ પર મોટું નિવેદન આપ્યું છે.

  અખ્તરે કહ્યું હતું કે મને હંમેશા એ વિશ્વાસ હતો કે હું ક્યારેય પાકિસ્તાનને દગો આપીશ નહીં. મેચ ફિક્સિંગનો તો સવાલ જ ન હતો પણ હું ચારેય બાજુ મેચ ફિક્સરોથી ઘેરાયેલો હતો. હું 21 લોકો સામે રમી રહ્યો હતો. 11 હરિફ ટીમના અને 10 પોતાની ટીમના. કોણ જાણતું હતું કે આમાંથી કોણ મેચ ફિક્સર છે. ત્યારે ઘણી મેચ ફિક્સિંગ થતી હતી. મોહમ્મદ આસિફે (Mohammad Asif) મને જણાવ્યું હતું કે તેણે કઈ મેચોમાં ફિક્સિંગ કરી હતી અને આ કામ કેવી રીતે કર્યું હતું.

  આ પણ વાંચો - પત્ની સામે હરભજન સિંહનું ચોકાવનારું નિવેદન, કહ્યું - મને ગર્લફ્રેન્ડે અંગ્રેજી શીખવાડ્યું

  આઈસીસી વર્લ્ડ કપ 2019માં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરનાર બોલર મોહમ્મદ આમિર (Mohammad Amir)અને મોહમ્મદ આસિફ વિશે શોએબ અખ્તરે કહ્યું હતું કે જ્યારે મેં મેચ ફિક્સિંગ વિશે વાત સાંભળી તો ઘણો ગુસ્સો આવ્યો હતો. મેં દિવાલ પર મુક્કો માર્યો હતો. પાકિસ્તાનના બે ટોચના બોલરો, સમજદાર અને પ્રતિભાશાળી પણ તેમણે થોડા પૈસા માટે પોતાને વેચી દીધા હતા. આ શાનદાર પ્રતિભાની બર્બાદી હતી. આ ઘટના પછી મોહમ્મદ આમિર ટીમમાં વાપસી કરવા સફળ રહ્યો છે પણ સલમાન બટ્ટ અને મોહમ્મદ આસિફ આમ કરી શક્યા ન હતા.
  Published by:Ashish Goyal
  First published: