Home /News /sport /પંત જેવો ખેલાડી પાકિસ્તાનમાં હોત તો મેદાનની બહાર ન બેઠો હોત, ટીમ ઈન્ડિયા DKને કેમ રમાડે છે? પાક. બોલરે સમજાવ્યું
પંત જેવો ખેલાડી પાકિસ્તાનમાં હોત તો મેદાનની બહાર ન બેઠો હોત, ટીમ ઈન્ડિયા DKને કેમ રમાડે છે? પાક. બોલરે સમજાવ્યું
વર્લ્ડકપમાં DKvsRP?
Whab Riyaz On Rishabh Pant: એક પાકિસ્તાની ક્રિકેટરે જણાવ્યુ હતું કે જો ઋષભ પંત જેવો ખેલાડી હોત તો મેદાનની બહાર ન બેઠો હોત, પણ શા માટે ભારતીય ક્રિકેટ ટીમ દિનેશ કાર્તિકને તક આપી રહી છે તે પણ તેણે સમજાવ્યું હતું.
ICC T20 World Cup માં પાકિસ્તાન ક્રિકેટ ટીમની સતત બે હારથી ચાહકોની સાથે સાથે ભૂતપૂર્વ ક્રિકેટરોમાં પણ આક્રોશ છે. ટીમના પ્લાનિંગ સાથે પસંદગી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. ભારતનું ઉદાહરણ આપતાં ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વહાબ રિયાઝે કહ્યું કે BCCI અને તેમની ટીમ મેનેજમેન્ટ જે રીતે વિચારે છે તે આપણી ક્રિકેટ ટીમ સાથે નથી થતું.
ભારતનું માળખું સારું: વહાબ
એક ન્યૂઝ ચેનલ 24 ન્યૂઝ એચડી સાથે વાત કરતા વહાબે કહ્યું, “જો તમારી સિસ્ટમ મજબૂત હશે તો આ વસ્તુઓ નહીં બને. કોણ તેને મજબૂત કરે છે, જેની પાસે પાવર હોય છે. ક્રિકેટ ટીમની પસંદગીની પ્રક્રિયા એવી હોય કે તે આમિર હોય, ઉમર ગુલ હોય કે શોએબ અખ્તર હોય કે સોહેલ તનવીર હોય, જો સ્કેલ બનાવવામાં આવે તો તેઓ ડોમેસ્ટિક ક્રિકેટમાં પ્રદર્શન કરે અને જો તેઓ ફિટ હોય તો તેમને ટીમમાં રમાડવા જોઈએ.
આ ઉપરાંત પાકિસ્તાનનાં ભુતપૂર્વ ફાસ્ટ બોલર વહાબ રિયાઝે કહ્યું હતું કે જો પાકિસ્તાન પાસે ઋષભ પંત જેવો વિકેટ કીપર બેટ્સમેન હોત તો તેઓ તેને ક્યારેય વર્લ્ડકપમાં બહાર ન રાખી શક્યા હોત. એ એક એવો ખેલાડી છે જે ટીમમાં હોવો જોઈએ.
ભારત સામે હાર્યું પાકિસ્તાન
ભારતે પાકિસ્તાન સામેની પ્રથમ મેચ છેલ્લી ઓવરમાં જીતી હતી જ્યારે નેધરલેન્ડ સામે આસાન જીત નોંધાવી હતી. આ બંને મેચમાં દિનેશ કાર્તિકને વિકેટ કીપર તરીકે ભારત માટે પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવી હતી. વહાબે આ તરફ ધ્યાન દોર્યું હતું અને કહ્યું હતું કે ટીમ ઈન્ડિયાને ફિનિશરની જરૂર છે અને તેણે પંત જેવા પ્રતિભાશાળી ખેલાડીને બહાર રાખ્યો છે. જો તે પાકિસ્તાનમાં હોત તો તેને ક્યારેય પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં ન આવ્યો હોત.
વહાબે વધુમાં કહ્યું, “આપણો પાડોશી દેશ મેનેજમેંટનું સારું ઉદાહરણ છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સદી ફટકારનાર રિષભ પંત MS ધોની પછી ભારતનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર બેટ્સમેન છે. જો તે પાકિસ્તાનમાં હોત તો વર્લ્ડકપમાંથી ક્યારેય બહાર બેસાડવામાં આવ્યો ન હોત. પણ ભારતે તેને ટીમમાં નથી રમાડયો, ભારતે તેની જગ્યાએ દિનેશ કાર્તિકને ટીમમાં લીધો હતો. કેમ? કારણ કે તેઓ જાણે છે કે પંત એક સારો ક્રિકેટર છે પરંતુ તેને એ ચોક્કસ જગ્યાએ એક સારા ફિનિશરની જરૂર છે. ઋષભ બે છગ્ગા મારી આવશે પણ ટીમને વિજય સુધી દોરી નહીં શકે અને મેચ ફિનિશ નહીં કરી શકે તો એ નહીં પોસાય. માટે જ ટિમ ઈન્ડિયા પંત જેવા ખેલાડીને ટીમમાં નથી રમાડી રહી.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર