Home /News /sport /

597 લેનાર પાકિસ્તાની બોલર રસ્તા પર વેચી રહ્યો છે ચણા, Video થયો વાયરલ

597 લેનાર પાકિસ્તાની બોલર રસ્તા પર વેચી રહ્યો છે ચણા, Video થયો વાયરલ

વહાબ રિયાઝે (Wahab Riaz) તાજેતરમાં જ સોશિયલ મીડિયા (Social media)પર એક વીડિયો (Video)પોસ્ટ કર્યો

wahab riaz video viral - વહાબ રિયાઝના આ વીડિયો પર તેના સાથી ખેલાડી અહમદ શહેઝાદે કોમેન્ટ કરી

નવી દિલ્હી : પાકિસ્તાન (Pakistan)ના સ્ટાર પેસર વહાબ રિયાઝે (Wahab Riaz) તાજેતરમાં જ સોશિયલ મીડિયા (Social media)પર એક વીડિયો (Video)પોસ્ટ કર્યો હતો. તેનો વીડિયો ગણતરીની મિનિટોમાં જ વાયરલ થયો હતો. આ વીડિયોમાં વહાબ રિયાઝ રસ્તા પર ચણા વેચતો જોઇ શકાય છે. રિયાઝના પૂર્વ પાર્ટનર અહમદ શહજાદે પણ આ વીડિયો પર ફની કોમેન્ટ કરી છે. 36 વર્ષીય રિયાઝ લગભગ બે વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે

વહાબ રિયાઝે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી રસ્તા પર ચણા વેચતો હોય તેવો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો શેર કરતાં રિયાઝે લખ્યું હતું કે, ચા-ચા ઓફ ધ ડે! તમારા ઓર્ડર મોકલો કે 'શું બનાવું અને કેટલું બનાવું?' આ ખાસ ખુમચાની આસપાસ થોડો સમય પસાર કરવાનું ગમ્યું, મને મારા બાળપણના દિવસો યાદ આવી ગયા.

વહાબ રિયાઝના આ વીડિયો પર તેના સાથી ખેલાડી અહમદ શહેઝાદે કોમેન્ટ કરી હતી કે, 'વહાબ અંકલ અલી થોડા ચણા માંગે છે, પ્લીઝ... તેના ચાહકો પણ વહાબના વીડિયો પર ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે.

વહાબ તેના રમૂજી સ્વભાવ માટે જાણીતો છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર વીડિયો-ફોટો શેર કરે છે. તાજેતરમાં જ તે વસીમ અકરમ, મિસ્બાહ-ઉલ-હક અને વકાર યુનુસ સાથે આઇસીસી ટી-20 વર્લ્ડ કપ શો 'ધ પેવેલિયન'માં જોવા મળ્યો હતો.



ઉલ્લેખનીય છે કે, વહાબ રિયાઝ 27 ટેસ્ટ, 91 વન ડે અને 36 ટી-20 ઈન્ટરનેશનલ પાકિસ્તાન માટે રમી ચૂક્યો છે. ટેસ્ટમાં તેણે 83, વન ડેમાં 120 અને આંતરરાષ્ટ્રીય ટી-20માં 34 વિકેટ લીધી છે. વહાબ રિયાઝે કારકિર્દીમાં 1000થી વધુ રન ફટકાર્યા છે અને વન ડેમાં તેના નામે ત્રણ અડધી સદી છે. તેણે વર્લ્ડ કપ 2011ની સેમિ ફાઈનલમાં ભારત સામે શાનદાર બોલિંગ કરી હતી. મોહાલીના પીસીએ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં વહાબ રિયાઝે મહેન્દ્ર સિંહ ધોની અને વીરેન્દ્ર સેહવાગ જેવા દિગ્ગજોની વિકેટ ઝડપી હતી. તેણે મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી. પણ, આ મેચમાં પાકિસ્તાનનો પરાજય થયો હતો.

જોકે તે છેલ્લા બે વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. તે નવેમ્બર-ડિસેમ્બર 2020માં તેની છેલ્લી વન ડે અને ટી-20 મેચ રમ્યો હતો. 2018 બાદ તે નેશનલ ટીમ તરફથી ટેસ્ટ મેચ રમ્યો નથી. સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ રહેતા વહાબ રિયાઝનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કેટલાક ચાહકોએ મજાકમાં તેને ચણાનો ઓર્ડર પણ આપ્યો છે. કેટલાક ચાહકોએ તેને ભવિષ્યમાં આ વ્યવસાય કરવાની સલાહ આપી છે.
First published:

Tags: Pakistan news, Social media

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन