પૂર્વ ભારતીય ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ કચરો ઉઠાવનારા એક વ્યક્તિની પ્રામાણિકતાથી એટલો પ્રભાવિત થયો કે તેણે ટ્વીટ કરીને તેની પ્રશંસા કરી હતી. અસલમાં સફાઈકર્મીને કચરાના ઢગલામાંથી એક પોકેટ મળ્યો હતો. પોકેટ મળતાની સાથે જ તે વ્યક્તિ સીધો પોલીસ સ્ટેશન ગયો અને પોકેટ પોલીસને સોંપી દીધું હતું. ત્યાર પછી પોલીસે આ પર્સ તેના માલિક સુધી પહોંચાડ્યું.
લક્ષ્મણને આ ન્યૂઝ ધ્યાનમાં આવતા તેણે ગરીબ સફાઈકર્મી દીપચંદ ગુપ્તાની પ્રશંસામાં ટ્વીટ કરતા લખ્યું કે, દીપચંદની પ્રામાણિકતાને સલામ છે, જેણે કચરો વીણવાના પોતાના કામ દરમિયાન કચરાના ઢગલામાંથી પર્સ મળ્યું, જેમાં 33 હજાર રૂપિયા હતા. દીપચંદે તરત આ પર્સ પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દીધું. આ પછી પર્સ તેના મૂળમાલિકને સોંપવામાં આવ્યું હતું. દિપચંદને સલામ.
Respect to the honsety of Dipchand Gupta(left) who during the course of his work of picking up rags spotted a purse with Rs 33,000 cash .He immediately handed over the purse to the Thane stationmaster,who later handed it over to the woman who had lost it. Kudos to Dipchand 🙏🏼 pic.twitter.com/yTlweGS47T
વીવીએસના આ ટ્વીટ પર લોકોએ ખૂબ વખાણ કર્યાં હતાં. અનેક લોકોએ દીપચંદની ઈમાનદારીના વખાણ કર્યા હતાં. કેટલાક લોકોએ લક્ષ્મણની આ વાત માટે વખાણ કર્યા હતાં. કારણકે તેણે આ ટ્વીટ શૅર કરી હતી. નોંધનીય છે કે લક્ષ્મણ આ પહેલા પણ સામાજીક મુદ્દે પોતાની પ્રતિક્રિયાઓ આપતો રહ્યો છે. તાજેતરમાં જ લક્ષ્મણે પૃથ્વી દિવસના તકે પણ ટ્વીટ કર્યું હતું.
વીવીએસ લક્ષ્મણ હાલ આઈપીએલમાં વ્યસ્ત છે. જ્યાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમનો મેન્ટર છે. રવિવારે રમાયેલા મેચમાં ચેન્નાઈની ટીમે હૈદરાબાદને હાર આપી હતી. આ પછી પણ લક્ષ્મણ પોતાની ટીમના પ્રદર્શનથી ખુશ છે. લક્ષ્મણનું માનવું છે કે જે રીતે હૈદરાબાદની ટીમે ચેન્નાઈનો સામનો કર્યો અને મેચના નિર્ણયને છેલ્લા બોલ સુધી ખેંચ્યું તે ખરેખર સન્માનજનક હતું.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર