Home /News /sport /

Pro Kabaddi League-2021: યુપી યોદ્ધાનો પટના પાઇરેટ્સ સામે એક પોઇન્ટથી રોમાંચક વિજય

Pro Kabaddi League-2021: યુપી યોદ્ધાનો પટના પાઇરેટ્સ સામે એક પોઇન્ટથી રોમાંચક વિજય

યુપીએ 36-35થી વિજય મેળવ્યો (તસવીર -પ્રો કબડ્ડી ટ્વિટર)

pro kabaddi league match - યૂપી માટે પ્રદીપ નરવાલે સૌથી વધારે 12 પોઇન્ટ મેળવ્યા હતા અને જીતમાં મહત્વનો રોલ ભજવ્યો

    નવી દિલ્હી : પ્રો કબડ્ડી લીગની (Pro Kabaddi League-2021) આઠમી સિઝનની 10મી મેચમાં યૂપી યોદ્ધાએ (UP Yoddha) પટના પાઇરેટ્સને હરાવીને સિઝનની પ્રથમ જીત મેળવી છે. યુપીએ 36-35થી વિજય મેળવ્યો હતો. પ્રથમ હાફ ઘણો રોમાંચક રહ્યો હતો. પટનાએ 20-17થી લીડ બનાવી રાખી હતી. પ્રથમ હાફમાં પટનાએ ચાર સુપર ટેકલ કર્યા જેમાં ત્રણ વખત પ્રદીપ નરવાલે (Pardeep Narwal)સુપર ટેકલ કર્યા હતા. પ્રદીપે પ્રથમ હાફમાં આઠ પોઇન્ટ મેળવ્યા હતા. બીજા હાફમાં પણ મુકાબલો જોરદાર રહ્યો હતો. આખરી રેડમાં યૂપીને એક પોઇન્ટથી જીત મળી હતી. પટનાના ડિફેન્સે 17 પોઇન્ટ મેળવ્યા હતા.

    યૂપી માટે પ્રદીપ નરવાલે સૌથી વધારે 12 પોઇન્ટ મેળવ્યા હતા અને જીતમાં મહત્વનો રોલ ભજવ્યો હતો. આ સિવાય રેડર સુરેન્દર ગિલે 5 પોઇન્ટ મેળવ્યા હતા. પટના પાયરેટ્સ તરફથી રેડર સચિન અને પ્રશાંત કુમારે 8-8 પોઇન્ટ કર્યા હતા.

    પૂણેરી પલ્ટનનો તેલુગુ ટાયટન્સ સામે રોમાંચક વિજય

    બીજા મુકાબલામાં પૂણેરી પલ્ટને તેલુગુ ટાયટન્સ સામે રોમાંચક મુકાબલામાં 34-33થી વિજય મેળવ્યો છે. આ મુકાબલામાં પૂણેરીના ડિફેન્ડર્સે પ્રથમ હાફમાં ઘણી ભૂલો કરી હતી અને હાફ ટાઇમ સુધી તેલુગુને 6 પોઇન્ટની લીડ હતી. ટાયટન્સને 20માંથી 6 પોઇન્ટ પૂણેરીના ડિફેન્ડર્સ કોર્ટમાંથી બહાર જવાના કારણે મળ્યા હતા. બીજા હાફમાં પૂણેરીએ શાનદાર વાપસી કરી હતી અને જીત મેળવી હતી. તેલુગુ ટાયટન્સ તરફથી સિદ્ધાર્થ દેસાઇએ એકલા 18માંથી 17 રેડ પોઇન્ટ મેળવ્યા હતા. પૂણેરી માટે મોહિત ગોયતે સૌથી વધારે 9 રેડ પોઇન્ટ મેળવ્યા હતા. અબિનેશ નાદરાજને સૌથી વધારે ચાર ટેકલ પોઇન્ટ લીધા હતા.

    આ પણ વાંચો - Pro Kabaddi League: દબંગ દિલ્હીનો સતત બીજો વિજય, ગુજરાતનો બંગાલ વોરિયર્સ સામે પરાજય

    જયપુર પિંક પેન્થર્સનો વિજય

    શનિવારે રમાયેલા અંતિમ મુકાબલામાં જયપુર પિંક પેન્થર્સે વાપસી કરતા હરિયાણા સ્ટીલર્સ સામે 40-38થી વિજય મેળવ્યો હતો. પ્રથમ હાફમાં સ્કોર હરિયાણાના પક્ષમાં હતો તેણે લીડ મેળવી હતી. પ્રથમ હાફમાં હરિયાણા એક વખત ઓલઆઉટ પણ થયું હતું. જયપુરે બીજા હાફમાં શાનદાર વાપસી કરતા સાત પોઇન્ટની લીડ મેળવી હતી. આ પછી બે પોઇન્ટ પાછળ રહી ગઈ હતી. હરિયાણાના રેડમાં વધારે પોઇન્ટ આવ્યા ન હતા. જયપુર તરફથી અર્જુન દેશવાલે સૌથી વધારે 17 પોઇન્ટ મેળવ્યા હતા. જેમાં 16 રેડથી આવ્યા હતા. હરિયાણા તરફથી વિકાસ કંડોલાએ સૌથી વધારે 14 પોઇન્ટ લીધા હતા.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Pro Kabaddi, Pro kabaddi league, Pro Kabaddi League-2021

    આગામી સમાચાર