Home /News /sport /

Pro Kabaddi League : ગુજરાત જાયન્ટ્સે મારી બાજી, જયપુર પિંક પેન્થર્સનો પ્રથમ મુકાબલામાં પરાજય

Pro Kabaddi League : ગુજરાત જાયન્ટ્સે મારી બાજી, જયપુર પિંક પેન્થર્સનો પ્રથમ મુકાબલામાં પરાજય

ગુજરાત જાયન્ટ્સે (Gujarat Giants)જયપુર પિંક પેન્થર્સને 34-27ના અંતરથી હરાવ્યું (તસવીર - પ્રોકબડ્ડી ટ્વિટર)

Jaipur Pink Panthers Vs Gujarat Giants - ગુજરાતની ટીમ તરફથી રેડર રાકેશ નરવાલ અને ડિફેન્ડર ગિરીશ મારુતિએ 7-7 પોઇન્ટ મેળવ્યા

    નવી દિલ્હી : પૂર્વ ચેમ્પિયન પિંક પેન્થર્સનો (Jaipur Pink Panthers)પ્રો કબડ્ડી લીગની (Pro Kabaddi League)આઠમી સિઝનની પ્રથમ મેચમાં પરાજય થયો છે. બેંગલુરુના શેરાટન ગ્રાંડ, વ્હાઇટફીલ્ડમાં રમાયેલા મુકાલબામાં ગુજરાત જાયન્ટ્સે (Gujarat Giants)જયપુર પિંક પેન્થર્સને 34-27ના અંતરથી હરાવ્યું હતું. ગુજરાતની ટીમ તરફથી રેડર રાકેશ નરવાલ અને ડિફેન્ડર ગિરીશ મારુતિએ 7-7 પોઇન્ટ મેળવ્યા હતા. જ્યારે ઓલરાઉન્ડર રાકેશે 6 પોઇન્ટ મેળવ્યા હતા. જયપુર તરફથી રેડર અર્જૂન દેશવાલે સૌથી વધારે 10 પોઇન્ટ મેળવ્યા હતા.

    પ્રો કબડ્ડી લીગના આ મુકાબલામાં બન્ને ટીમોના ખેલાડીઓએ સારી રમત બતાવી હતી. પ્રથમ હાફમાં રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. આ હાફમાં દીપક હુડાની કેપ્ટનશિપવાળી જયપુર પિંક પેન્થર્સની ટીમે 17 પોઇન્ટ મેળવ્યા હતા. જ્યારે ગુજરાત જાયન્ટ્સે 19 પોઇન્ટ મેળવ્યા છે. ગુજરાતે રેડથી 8, ટેકલથી 2, ઓલઆઉટથી 2 અને 2 અતિરિક્ત પોઇન્ટ મેળવ્યા હતા. જ્યારે જયપુરે પ્રથમ હાફમાં રેડથી 11, ટેકલથી 3, ઓલઆઉટથી 2 અને 1 અતિરિક્ત અંક મેળવ્યા હતા.

    આ પણ વાંચો - Pro Kabddi League: પ્રો કબડ્ડી લીગનું ટાઇમ ટેબલ, જાણો કઈ તારીખે કઈ ટીમની છે મેચ

    બીજા હાફમાં ગુજરાતે શાનદાર રમત બતાવતા 15 પોઇન્ટ મેળવ્યા હતા. આ દરમિયાન જયપુરની ટીમ ફક્ત 10 પોઇન્ટ મેળવી શકી હતી. ગુજરાતને અંતિમ હાફમાં રેડ અને ટેકલથી 6-6 જ્યારે ઓલઆઉટથી 2 અને 1 અતિરિક્ત પોઇન્ટ મળ્યો હતો. જ્યારે જયપુરને રેડથી 5 અને ટેકલથી 4 અંક મળ્યા હતા. તેને પણ 1 અતિરિક્ત પોઇન્ટ મળ્યો હતો.

    દિલ્હી દબંગનો વિજય

    પ્રો-કબડ્ડીમાં ગુરુવારે રમાયેલા બીજા મુકાબલામાં દિલ્હી દબંગે એકતરફી મુકાબલામાં આસાન જીત મેળવી હતી. દિલ્હી દબંગે પુણેરી પલ્ટન સામે 41-30થી વિજય મેળવ્યો હતો.

    આ પણ વાંચો - Pro Kabaddi League : પ્રો કબડ્ડીમાં ચેમ્પિયન બનવા માટે ગુજરાત જાયન્ટ્સે ખેલ્યો આ મોટો દાવ

    પટના પાયરેટ્સનો રોમાંચક વિજય

    પ્રો કબડ્ડી લીગમાં દિવસનો અંતિમ મુકાલબામાં ઘણો રોમાંચક રહ્યો હતો. પટના પાયરેટ્સે હરિયાણા સ્ટીલર્સ સામે 42-39થી વિજય મેળવ્યો હતો. ત્રણ મિનિટ બાકી હતી અને બન્ને 37-37ના સ્કોર પર હતા. આ પછી પટના પાયરેટ્સે શાનદાર રમત બતાવી 42-39થી વિજય મેળવ્યો હતો.

    શુક્રવારે ત્રણ મેચો રમાશે

    શુક્રવારને 24 ડિસેમ્બરના રોજ પ્રો કબડ્ડી લીગમાં ત્રણ મુકાબલા રમાશે. પ્રથમ મેચ યુ મુમ્બા અને દબંગ દિલ્હી વચ્ચે, બીજો મુકાબલો તમિલ થલાઇવાસ અને બેંગલુરુ બુલ્સ વચ્ચે અને ત્રીજો મુકાબલો બંગાલ વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે થશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Pro Kabaddi, Pro kabaddi league

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन