Home /News /sport /T20 WC: વીરેન્દ્ર સેહવાગે કરી ભવિષ્યવાણી, કોણ જીતી શકે છે આ વખતનો T20 વર્લ્ડ કપ?

T20 WC: વીરેન્દ્ર સેહવાગે કરી ભવિષ્યવાણી, કોણ જીતી શકે છે આ વખતનો T20 વર્લ્ડ કપ?

ફાઇલ તસવીર

સેહવાગે જણાવ્યું કે, કઈ ટીમો ફાઈનલમાં પહોંચી શકે છે અને આ વખતની ચેમ્પિયન કોણ બની શકે છે?

નવી દિલ્હી: વિરેન્દ્ર સેહવાગની (Virender Sehwag) સ્ટાઈલ અનોખી છે. તેઓ જે પણ બોલે છે, તે કોઈપણ સંકોચ અને હિંમત વગર કહે છે. ખાસ વાત એ છે કે, તે વર્તમાન T20 વર્લ્ડ કપની (ICC T20 World Cup) તમામ મેચો પર ચાંપતી નજર રાખી રહ્યા છે. કઈ ટીમ પાસે કેટલી શક્તિ છે અને આ વખતે ચેમ્પિયન બનવા માટે કોણ સૌથી મોટું દાવેદાર છે? સેહવાગ આ બાબતો પર સતત પોતાનો અભિપ્રાય આપતા રહે છે. સુપર 12ની મેચો હવે તેના છેલ્લા રાઉન્ડમાં પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં સેહવાગે જણાવ્યું કે, કઈ ટીમો ફાઈનલમાં પહોંચી શકે છે અને આ વખતની ચેમ્પિયન કોણ બની શકે છે?

ફેસબુક પેજ પર પોતાના સ્પેશિયલ પ્રોગ્રામ Veerugiri.comમાં સેહવાગે પોતાના ફેન્સના સવાલોના જવાબ આપતા વર્લ્ડ કપ વિશે પોતાની ભવિષ્યવાણીઓ આપી હતી. તેણે કહ્યું, 'મને એક બાજુથી પાકિસ્તાન (Pakistan) લાગે છે અને કદાચ બીજી બાજુથી ઈંગ્લેન્ડ (England) . આ બંને ટીમો ફાઈનલ રમશે. અને કદાચ મને લાગે છે કે ઈંગ્લેન્ડની ટીમ આ વર્લ્ડ કપ જીતશે.

ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન ફોર્મમાં છે

કાર્યક્રમ દરમિયાન સેહવાગે તેના ચાહકોને પણ પૂછ્યું છે કે, તેઓ શું માને છે કે કઈ ટીમ વર્લ્ડ કપ જીતી શકે છે. બાય ધ વે, અમે તમને જણાવી દઈએ કે સેહવાગની વાત સાચી સાબિત થઈ શકે છે. ઈંગ્લેન્ડની ટીમ આ સમયે જબરદસ્ત ફોર્મમાં ચાલી રહી છે. બેટિંગથી લઈને બોલિંગ સુધી દરેક વિભાગમાં તેને સફળતા મળી રહી છે. અત્યાર સુધી ઇંગ્લેન્ડે વર્લ્ડ કપના સુપર 12માં પોતાની તમામ મેચ જીતી છે. બીજી તરફ પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને હરાવ્યા બાદ પાકિસ્તાનની ટીમે પણ અત્યાર સુધી ચાર મેચ જીતી છે.

આ પણ વાંચો- T20 World cup: ભારતના ખરાબ પ્રદર્શન પાછળ IPL જવાબદાર? જાણો ક્યા-ક્યા વર્લ્ડકપમાં ધબડકો થયો

શેન વોર્ને શું કહ્યું?

જણાવી દઈએ કે સુપર 12ની શરૂઆત પહેલા ઓસ્ટ્રેલિયાના મહાન લેગ સ્પિનર ​​શેન વોર્ને એક ટ્વીટમાં લખ્યું હતું કે, ભારત અને ઈંગ્લેન્ડ T20માં ચેમ્પિયન બનવાના સૌથી મોટા દાવેદાર છે. ઈંગ્લેન્ડ આગળ પહોંચી ગયું છે. પરંતુ ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચવા માટે સતત સંઘર્ષ કરી રહી છે. જો કોઈ ચમત્કાર થાય તો જ ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી શકે છે.
First published:

Tags: ICC T20 World Cup, Virendra sehwag, ક્રિકેટ