Home /News /sport /વિવાદ: આગામી T20 વર્લ્ડ કપમાં નથી જોઈતા કેટલાક સિનિયર ખિલાડીઓ, સેહવાગે કહ્યું કેવી ટીમ જોઈએ

વિવાદ: આગામી T20 વર્લ્ડ કપમાં નથી જોઈતા કેટલાક સિનિયર ખિલાડીઓ, સેહવાગે કહ્યું કેવી ટીમ જોઈએ

ટીમ ઈન્ડિયા (ડેમો પીક)

Virendra Sehwag On team India: પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સહેવાગે મોટું વિવાદસ્પદ નિવેદન આપતા કહ્યું છે કે તે આગામી વર્લ્ડકપ માટે તે ટીમમાંથી કેટલાક સિનિયર ચહેરા જોવા નથી માંગતો.

    ભારતની T20 વર્લ્ડ કપ 2022માં હાર બાદ અનુભવી ખેલાડીઓ ટીમના પ્રદર્શનની ઉગ્ર નિંદા કરી રહ્યા છે. કેટલાક ટીમના બેટિંગના પરફોર્મન્સ પર સવાલ ઉઠાવી રહ્યા છે, જ્યારે કેટલાકનું કહેવું છે કે ઘણા સિનિયર ખેલાડીઓ T-20 જેવા ફોર્મેટ માટે ફિટ નથી. આ દરમિયાન પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સહેવાગે મોટું વિવાદસ્પદ નિવેદન આપતા કહ્યું છે કે તે આગામી વર્લ્ડકપ માટે તે ટીમમાંથી કેટલાક સિનિયર ચહેરા જોવા નથી માંગતો. T20 વર્લ્ડકપની આગામી મેચ 2024માં રમાવાની છે અને સહેવાગનું માનવું છે કે ભારતે આ વર્લ્ડકપ માટે અત્યારથી યુવા ટીમ તૈયાર કરવી જોઈએ.

    હું ચોક્કસપણે ખેલાડીઓમાં પરિવર્તન જોવા માંગુ છું... 

    Cricbuzz સાથે વાત કરતા આ ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેને કહ્યું, હું કોઈ ખિલાડીની માનસિકતા વિશે વાત નહીં કરું, પરંતુ હું ચોક્કસપણે ખેલાડીઓમાં પરિવર્તન જોવા માંગુ છું. હું આગામી વર્લ્ડકપમાં અમુક ચહેરા જોવા નથી માંગતો. 2007ના T20 વર્લ્ડ કપમાં પણ આવું બન્યું હતું. આટલા વર્ષો સુધી રમનારા દિગ્ગજ ખેલાડીઓ વર્લ્ડ કપમાં ગયા ન હતા, પરંતુ યુવાનોનું એક જૂથ ગયું અને તેમની પાસેથી કોઈને કંઈપણ અપેક્ષા નહોતી અને હું આગામી T20 વર્લ્ડકપ માટે એવી સમાન ટીમ જોવા માંગુ છું. કોઈ તેમની પાસેથી જીતવાની આશા રાખશે નહીં, પરંતુ તે ટીમ ભવિષ્ય માટે તૈયાર હશે.

    આ પણ વાંચો: IPL 2023: ગુજરાત ટાઈટન્સનાં બે ખેલાડીઓ ગયા કોલકાતાની ટીમમાં, હરાજી પહેલા જ ટ્રેડિંગ શરૂ

    સહેવાગે આ દરમિયાન કોઈનું નામ તો નથી લીધું, પરંતુ તે એવા ખેલાડીઓ તરફ ઈશારો કરી રહ્યો છે, જેમની ઉંમર 30ને પાર થઈ ગઈ છે. તેમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, આર અશ્વિન, દિનેશ કાર્તિક અને કેટલાક અન્ય ખેલાડીઓ હોઈ શકે છે.

    નોન-પરફોર્મિંગ સિનિયર્સને જોવા નથી માંગતો

    સેહવાગે વધુ ઉમેરતા કહ્યું કે, જો તમે અત્યારથી જ તમારા ભવિષ્ય વિશે વિચારવાનું શરૂ કરશો, તો જ તમે બે વર્ષમાં એક સારી ટીમ બનાવી શકશો. હું આગામી વર્લ્ડ કપમાં કેટલાક નોન-પરફોર્મિંગ સિનિયર્સને જોવા નથી માંગતો. મને આશા છે, કે પસંદગીકારો આવો નિર્ણય લેશે. પરંતુ સમસ્યા એ છે કે શું આ પસંદગીકારો આગામી વર્લ્ડ કપ સુધી ટકી શકશે? સિલેક્શન પેનલ હશે, નવું મેનેજમેન્ટ હશે, નવો અભિગમ હશે, તો શું તેઓ બદલાશે? પરંતુ એક વાત ચોક્કસ છે કે જો તેઓ એક જ ટીમ સાથે અને સમાન વલણ સાથે આગામી વર્લ્ડ કપમાં જશે તો પરિણામ સમાન હશે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Indian cricket news, Team india, ક્રિકેટ

    विज्ञापन
    विज्ञापन