વીરૂએ અંગ્રેજોના 'શિખા ધ વન'ને આવી રીતે આપી બર્થડેની શુભેચ્છા

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 6, 2017, 3:56 PM IST
વીરૂએ અંગ્રેજોના 'શિખા ધ વન'ને આવી રીતે આપી બર્થડેની શુભેચ્છા

  • Share this:

ટીમ ઈન્ડિયાના ગબ્બર ગણાતા ધાકડ બેટ્સમેન ઓપનર બેટ્સમેન શિખર ધવને મંગળવારે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. ધવનને ક્રિકેટ જગતની બધી જ મોટી મોટી હસ્તીઓએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી, ટીમ ઈન્ડિયાએ તેમના માટે કેક પણ કાપ્યો હતો. પરંતુ સૌથી અલગ રીતે વિશ કર્યુ પૂર્વ ખેલાડી વીરેન્દ્ર સહેવાગે.


સહેવાગે શિખર ધવનના ડૂપ્લિકેટ વ્યક્તિની તસવીર પોસ્ટ કરીને લખ્યું કે, હેપ્પી બર્થ-ડે 'શિખા ધ વન'... અંગ્રેજ કોમેન્ટેટર શિખર ધવનને શિખા ધ વન કહીને સંબોધન કરે છે. વીરૂએ પોતાની ટ્વિટમાં આગળ લખ્યું કે, આશા છે કે, જ્યારે પણ ટીમને જરૂરત હશે, તમે ટીમને મુશ્કેલીમાંથી બહાર નિકાળો.


તમને જણાવી દઈએ કે, શ્રીલંકા સામે રમાઈ રહેલ ટેસ્ટના ચોથા દિવસની રમતના અંતે ટીમ ઈન્ડિયાએ મેદાનમાંથી આવતાની સાથે જ ગબ્બર-શિખર ધવનો બર્થ-ડે મનાવ્યો હતો. આ દરમિયાન સાથી ખેલાડીઓએ કેક કાપીને લોકલ બોયના જન્મદિવસનો જશ્ન મનાવ્યો હતો. જણાવી દઈએ કે, શિખર ધવન 32 વર્ષનો થઈ ગયો છે.આ રીતે પૂર્વ મહાન ખેલાડી સચિન તેંડૂલકરે પણ ટ્વિટ કરીને શિખર ધવનને શુભેચ્છા પાઠવી અને કહ્યું કે, પોતાની મૂછોને ઘૂમાવાનું ક્યારેય ના ભૂલતો.
First published: December 6, 2017, 3:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading