ટી-20માં વ્હાઇટવોશ પછી સેહવાગે બદલ્યો સુર, કહ્યું - મરવા ન દેતા યાર!

News18 Gujarati
Updated: March 2, 2019, 4:46 PM IST
ટી-20માં વ્હાઇટવોશ પછી સેહવાગે બદલ્યો સુર, કહ્યું - મરવા ન દેતા યાર!
ટી-20માં વ્હાઇટવોશ પછી સેહવાગે બદલ્યો સુર, કહ્યું - મરવા ન દેતા યાર!

આ એડમાં વીરેન્દ્ર સેહવાગ ટીમ ઇન્ડિયાને એ બતાવવાનો પ્રયત્ન કરે છે કે વન ડે શ્રેણીમાં ટીમની હાલત ટી-20 શ્રેણી જેવી ના થાય

  • Share this:
ઓસ્ટ્રેલિયાની ટીમ હાલ ભારતના પ્રવાસે છે. તેમણે પ્રવાસની શાનદાર શરુઆત કરતા બે ટી-20 મેચમાં ભારતનો 2-0થી વ્હાઇટવોશ કર્યો હતો. હવે પાંચ મેચની વન-ડે શ્રેણી શરુ થઈ ગઈ છે. જોકે આ દરમિયાન ભારતીય ક્રિકેટમાં એક મજેદાર ઘટના બની છે.

આ શ્રેણી પહેલા ભારતીય ટીમના પૂર્વ આક્રમક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે એક એડ કરી હતી. જે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર કેપ્ટન ટીમ પેન અને ટીમ ઇન્ડિયાના વિકેટકિપર રિષભ પંતના ‘બેબી સિટિંગ’ના મજાક સાથે જોડાયેલ હતી. જોકે ટી-20 શ્રેણીમાં પરાજય પછી સેહવાગના સુર બદલી ગયા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા શ્રેણીના બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સે આ નેવી એડ જાહેર કરી છે, જે એક ઘણી મજેદાર છે.

આ પણ વાંચો - IAF પાયલટ અભિનંદનને ટીમ ઇન્ડિયાની સલામ, જાહેર કરી તેમના નામની જર્સી

સ્ટાર સ્પોર્ટ્સની આ એડમાં વીરુ પરેશાન જોવા મળે છે અને તે ફોન ઉપર ટીમની વાત કરે છે. સેહવાગ ટીમ ઇન્ડિયાને ફોન કરતા કહે છે કે હેલ્લો, ભાઈ શું કરી રહ્યો છે તમે લોકો યાર? મે એડમાં બોલી દીધું છે કે અમે લોકો બેબીસિટિંગ કરશું અને તમે...ભાઈ જોજો, મરાવી ન દેતા યાર.આ એડમાં વીરેન્દ્ર સેહવાગ ટીમ ઇન્ડિયાને એ બતાવવાનો પ્રયત્ન કરે છે કે વન ડે શ્રેણીમાં ટીમની હાલત ટી-20 શ્રેણી જેવી ના થાય. જોકે આવી સંભાવના ઘણી ઓછી છે.ભારત અને ઓસ્ટ્રેલિયા શ્રેણીના બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સે અત્યાર સુધી ત્રણ એડ જાહેર કરી છે. જેમાં બે વીરુની અને એક મેથ્યુ હેડનની છે. આ વીડિયોને પ્રશંસકો ઘણી પસંદ કરી રહ્યા છે.
First published: March 2, 2019, 4:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading